દુલ્હનને ખોળામાં ઉઠાવી શાહરૂખ ખાન બનવા ગયો દુલ્હો, એક ડગલુ ચાલ્યો અને એવો ધડામ દઇ પડ્યો કે....જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

દુલ્હનને ખોળામાં ઉઠાવી શાહરૂખ ખાન બનવા ગયો દુલ્હો, એક ડગલુ ચાલ્યો અને એવો ધડામ દઇ પડ્યો કે….જુઓ વીડિયો

દુલ્હનને ખોળામાં ઉઠાવી સ્ટેજ પરથી ઉતરી રહ્યો હતો દુલ્હો, સીડી પર લપસ્યો પગ, પડતા દુલ્હાએ કર્યુ એવું કે લોકો જોતા જ રહી ગયા

લગ્નમાં રસ્મો અને રીતિ રિવાજ એ જ છે, પણ અંદાજ બદલાતો જઇ રહ્યો છે. હવે માત્ર સાત ફેરા જ નથી થતા પણ ડ્રોનથી ફોટોગ્રાફીથી લઇને ગ્રાન્ડ એન્ટ્રીનું ચલણ પણ થઇ ગયુ છે. કારણ કે બધા પોતાના લગ્નને યાદગાર બનાવવા માગે છે. આ માટે વેડિંગ ડે પર ઘણુ અનોખુ અને અટપટુ જોવા મળે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ક્લિપ વાયરલ થઇ રહી છે, જેને જોઇને લોકો હેરાન રહી ગયા છે.

દુલ્હો તેની દુલ્હનને ખોળામાં ઉઠાવી સીડી પરથી ઉતરી રહ્યો હતો અને ત્યારે જ તેનો પગ લપસી ગયો અને તે પડી ગયો. પરંતુ દુલ્હાએ આ દર્દને છુપાવતા બધા સામે જે કર્યુ તેને જોઇ બધા તેના ફેન થઇ ગયા. વીડિયોમાં જોઇ શકાય છે કે, દુલ્હો તેની દુલ્હનને ખોળામાં ઉઠાવી સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યો છે અને ત્યારે જ તેનો પગ લપસે છે કે સંતુલન બગડી જાય છે અને તે પડી જાય છે. આવી સ્થિતિમાં પણ તે દુલ્હનને નથી છોડતો.

તે પડ્યા બાદ દુલ્હનને કિસ કરે છે અને પછી કોઇની પણ મદદ વિના ઊભો પણ થઇ જાય છે અને આગળ વધે છે. દુલ્હાનો આ અંદાજ લોકોનું દિલ જીતી રહ્યો છે. દુલ્હાનો પ્રેમ અને આત્મવિશ્વાસ જોઇ બધા ઇમ્પ્રેસ થઇ ગયા છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર joyajaan816 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. 17 ડિસેમ્બરે પોસ્ટ કરવામાં આવેલ આ વીડિયોને 80 લાખથી વધારે વ્યુઝ મળ્યા છે અને 2.50 લાખથી વધારે લાઇક્સ મળી છે. સેંકડો યુઝર્સ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કેટલાક લોકોએ કહ્યુ કે, લગ્નમાં નોટંકી કરશો તો આ જ થશે ને…બીજા ઘણા યુઝર્સ એવા છે જેમણે દુલ્હાના વખાણ કર્યા, કારણ કે તેણે પડ્યા બાદ પણ દુલ્હનને ના છોડી. જ્યારે કેટલાક યુઝર્સે કહ્યુ કે, દુલ્હાએ મોકાનો ફાયદો ઉઠાવ્યો. આવું એટલા માટે કારણ કે દુલ્હો જેવો જ પડે છે તે દુલ્હનને કિસ કરી લે છે.

 

View this post on Instagram

 

A post shared by joya jaan (@joyajaan816)

Live 247 Media

disabled