રાક્ષસ નરાધમ ના તો ટુકડે ટુકડા કરી નાંખવા જોઈએ, જાહેરમાં આને લટકાવો અને હાથ પગ

સુરતનો ગ્રીષ્મા હત્યા કેસ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચર્ચામાં છે. આ કેસના પડઘા સમગ્ર જગ્યાએ ગુંજી રહ્યા છે. ત્યારે લગભગ સૌ કોઇ લોકોએ આ કેસ વિશે કંઇકને કંઇક સાંભળ્યુ હશે અથવા તો હત્યાનો વીડિયો જોયો હશે. પણ હજી ઘણા લોકો એવા છે જે જાણવા માંગે છે કે હત્યાના દિવસે છેલ્લી ક્ષણોમાં શં થયુ હતુ. ગ્રીષ્મના કૌટુંબિક ફઇએ આ વિશે વાત કરતા જણાવ્યુ હતુ કે, તે દિવસે ગ્રીષ્મા ડ્રોઇંગ કરતી હતી અને આ દરમિયાન તે વારંવાર દરવાજાને પણ જોઇ રહી હતી, ત્યારે થોડીવાર સુધી આવું ચાલ્યુ પરંતુ તેણે દરવાજા બહાર જઇને જોયુ તો તેને ફેનીલ દેખાયો અને તે ડરી ગઇ ત્યારે તેણે તેના ફઇને આવીને કહ્યુ કે પેલો બહાર દેખાય છે અને તે બાદ આ વાતની જાણ ફઇએ ગ્રીષ્માના ભાઇને કરી.

ત્યારે તે ઘરના પાછળના રસ્તેથી મોટા પપ્પાને કહેેવા ગયો અને ગ્રીષ્માના મોટા પપ્પાએ ફેનીલને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ફેનીલના માથે તો કાળ સવાર હતો, તેણે કંઇ પણ સાંભળ્યુ નહિ અને તેની પાસે જે છરી હતી તેને હવામાં વિંઝવાનું શરૂ કર્યુ અને ગ્રીષ્માના મોટા પપ્પા અને ભાઇને દૂર રાખવાનો પ્રયાસ કર્યો. જો કે,આ દરમિયાન  પણ તે બંનેએ ફેનીલને સમજાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. ફેનીલે આ દરમિયાન છરી ગ્રીષ્માના ભાઇ તરફ વિંઝી અને આને કારણે તે ઇજાગ્રસ્ત થઇ ગયો જા બાદ તેના મોટા પપ્પા વચ્ચે આવ્યા તો ફેનીલે તેમને પણ પેટમાં છરી ઘૂસાડી દીધી.

તે બાદ તેના મોટા પપ્પાએ જાતે જ પેટમાંથી છરો કાઢ્યો હતો, આ દરમિયાન તેમને ઘણુ લોહી પણ વહી રહ્યુ હતુ. ત્યાં જે લોકો હાજર હતા તેમણે કોઇ રીતે દુપટ્ટો બાંધી તેમના વહેતા લોહીને રોક્યપ પંરતુ આ દરમિયાન કોઇ સ્થિતિને સમજી શકે તે પહેલા જ ફેનીલે ગ્રીષ્માને ખેંચી અને તેને લઇ ગયો અને તે બાદ તેણે એક હાથે ગ્રીષ્માને પકડી અને બીજા હાથે છરો કાઢી તેના ગળા આગળ રાખી દીધો.

આ દરમિયાન પરિવાર દ્વારા આજીજી પણ કરવામાં આવી પરંતુ ફેનીલે કોઇનું ના સાંભળ્યુ અને ગ્રીષ્માનું ગળુ છરી વડે કાપી નાખ્યુ. જે બાદ ગ્રીષ્મા જમીન પર પડી તરફડી રહી હતી. ગ્રીષ્માના પગ થોડી ક્ષણો માટે હલ્યા અને પછી સ્થિર થઇ ગયા, આ વાત કહેતા કહેતા ગ્રીષ્માના સંબંધી તો રડી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગ્રીષ્માના સંંબંધીએ જણાવ્યુ હતુ કે ફેનીલની હેરાનગતીને કારણે ગ્રીષ્માને માઇગ્રેન થઇ ગયુ હતુ અને તેની તે દવા પણ લેતી હતી.

disabled