હત્યારા ફેનિલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, તેનો ચહેરો જોઈને લોકો પણ ગુસ્સે ભરાયા, કોર્ટની અંદર કહ્યું એવું કે સાંભળીને જ તમે હચમચી ઉઠશો

સુરતમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ થયેલી માસુમ દીકરી ગ્રીષ્મા વેકરિયાની હત્યા બાદ તેના હત્યારા ફેનિલને જલ્દીમાં જલ્દી ફાંસીની સજા થાય તેના માટે ગ્રીષ્માનો પરિવાર લડી રહ્યો છે. આ કેસની અંદર પોલીસે પણ ગણતરીના દિવસોમાં તપાસ પૂર્ણ કરી અને કોર્ટમાં આરોપી ફેનિલ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી લીધી છે. જેના બાદ હવે તેના કોર્ટ ટ્રાયલ પણ શરૂ થઇ ગયા છે.

ત્યારે આજે ફેંમિલને પોલીસના કડક બંદોબસ્ત સાથે સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આ સમયે પણ ફેનીલનાં ચહેરા ઉપર કોઈપણ પ્રકારનો અફસોસ જોવા મળ્યો નહોતો. આ દરમિયાન કોર્ટની અંદર પણ આરોપી હત્યારા ફેનિલ વિરુદ્ધ ચાર્જફ્રેમ થયો હતો. પરંતુ હત્યારા ફેનિલે પોતાનો ગુન્હો કબૂલ કરવાની ના પાડી દીધી હતી.

આરોપી ફેનીલનાં વકીલ ઝમીર શેખ દ્વારા ચાર્જશીટ વાંચવા માટેની મુદત માગી હતી. કોર્ટે આ કેસની સુનાવણી શરૂ કરવા માટેની મંજૂરી આપી હતી અને આ કેસ દરરોજ ચાલશે. આ કેસ સોમવારથી રાબેતા મુજબ કોર્ટમાં ચાલશે તો રોજેરોજ કાર્યવાહી સાથે તમામ પુરાવા અને સાક્ષીની જુબાની પણ લેવામાં આવશે.

ગ્રીષ્માની હત્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. જેના બાદ પોલીસે તેને ઘટના સ્થળેથી જ ઝડપી લીધો હતો. ફેનિલે પણ પોતાના હાથે છરીના ઘા માર્યા હતા જેના બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યાના બીજા જ દિવસે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેના 3 દિવસના રિમાન્ડ પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા.

હત્યારા ફેનીલનાં રિમાન્ડ મંજુર થયા બાદ ઘટના સ્થળે લઈ જઈને આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં ફેનિલે કેવી રીતે ગ્રીષ્માનું ગળું કાપ્યું હતું તેનો ડેમો પણ બતાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ત્રણ દિવસમાં રિમાન્ડમાં ફેનિલે ચપ્પુ ક્યાંથી ખરીદ્યુ અને કેવી રીતે આ હત્યાને અંજામ આપ્યો હતો તેની સંપૂર્ણ તપાસ કરી હતી.

આ ઉપરાંત 200 જેટલા સાક્ષીઓના નિવેદન પણ લીધા હતા અને ફેનિલ અને તેના મિત્રની વાયરલ થયેલી ઓડિયો કલીપ પણ ટેસ્ટ કરવામાં આવી હતી, જે પોઝિટિવ આવી હતી, જેના બાદ કોર્ટમાં પોલીસ દ્વારા બધા જ પુરાવાઓ ભેગા કરી અને 2500 પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

disabled