માસુમ ગ્રીષ્માના હત્યારા ફેનિલે આજે પણ કોર્ટમાં પોતાનો ગુન્હો ના કબુલ્યો, બચાવ પક્ષના વકીલે ગ્રીષ્મા અને ફેનિલના સાથે પડાવેલા ફોટોગ્રાફ કર્યા રજૂ

સુરતના પાસોદરામાં થયેલા ગ્રીષ્મા હત્યા કેસની અંદર કોર્ટ ટ્રાયલ ચાલુ છે, આ કેસની અંદર કોર્ટમાં 105 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી, જેના બાદ કોર્ટે 85 સાક્ષીઓને ડ્રોપ કરી દીધા હતા. ત્યારે આ મામલે હવે કોર્ટની આગળની કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવી, જેમાં ઘણી જ મહત્વની બાબતો સામે આવી.

આજે 30 માર્ચથી કોર્ટની અંદર  ન્યાયિક કાર્યવાહીનો અંતિમ તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં આજે આખો દિવસ હત્યારા ફેનિલ ગોયાણીનું વિશેષ નિવેદન લેવામાં આવ્યું હતું, જિલ્લા સેશન્સ કોરન્ટા જજ વિમલ કે. વ્યાસની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ તેમને આ કેસની સ્પીડ ટ્રાયલ આગળ ધપાવી હતી.

કોર્ટમાં આજે બચાવ પક્ષના વકીલ દ્વારા એક પેનડ્રાઈવ પણ રજૂ કરવામાં આવી હતી, જની અંદર ફેનિલ અને ગ્રીષ્માના સાથે પડાવેલા ફોટોગ્રાફ હતા. આ દરમિયાન કોર્ટની અંદર સતત 4 કલાક સુધી ચાલેલી પ્રોસેસની અંદર ફેનિલને 908 સવાલો કરવામાં આવ્યા હતા, જેમાં 355 પાનાનું સ્ટેટમેન્ટ તૈયાર થયું હતું. આ દરમિયાન આરોપી ફેનિલે પોતાનો ગુન્હો હજુ સુધી કબુલ્યો નહોતો અને તે જવાબ દલીલમાં આપશે તેમ જણાવ્યું હતું.

ત્યારે હવે આ મામલામાં આરોપીના બચાવપક્ષ તથા સરકાર પક્ષની દલીલોની બાકીની કેસ કાર્યવાહી બાદ લાગી રહ્યું છે કે આવનારી એક બે મુદ્દતની અંદર આ કેસનો ચુકાદો પણ આવી શકે છે. ગ્રીષ્માની હત્યા થયાને હવે એક મહિના કરતા પણ વધારે સમય વીતી ગયો છે, ત્યારે તેના પરિવારજનો અને જનતા પણ આરોપી ફેનિલ ગોયાણીને જલ્દી ફાંસી થાય તેવી માંગ કરી રહી છે.

disabled