કોર્ટની અંદર હત્યારા ફેનિલને ખાવા માટે આ વસ્તુ માંગતા જરા પણ શરમ ના આવી ? જુઓ કેવા ઢોંગ કરી રહ્યો હતો આ નરાધમ ?

સુરતના પાસોદરા વિસ્તરમાં થયેલી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના મુખ્ય આરોપી ફેનિલ ગોયાણીની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. પોલીસ પાસે આ ઘટનાના સાક્ષીઓ પણ છે અને તેના આધારે જ પોલીસે પણ ગણતરીના દિવસોમાં જ 2500 પાનાની ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ કરી દીધી હતી.

આ મામલામાં ગ્રીષ્માના સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે આ સમગ્ર મેટર મહિના કે સવા મહિનામાં પુરી થાય એવી સંભાવના છે. ત્યારે આજે પણ કોર્ટ ટ્રાયલ હતું અને તેમાં આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, આ દરમિયાન જ ચાલુ કેસ કાર્યવાહી સમયે જ ફેનિલ ગોયાણી બેભાન થઈને ઢળી પડ્યો હતો, જેના બાદ તેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે તેની સારવાર પણ શરૂ કરવામાં આવી હતી. 1 કલાક અને 20 મિનિટની સારવાર બાદ તેની તબિયતમાં સુધારો આવ્યો હતો. કોર્ટની અંદર ચાલુ સુનાવણી દરમિયાન જ ફેનિલ બેભાન થઇ જવાના કારણે ભાગદોડ પણ મચી ગઈ હતી, અને તાત્કાલિક 108 બોલાવી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આરોપી ફેનિલને સિવિલમાં માનસિક અને મેડિસિન વિભાગના ડોક્ટરોએ ચેક કરી તબિયત નોર્મલ હોવાનું કહ્યું હતું.

હોસ્પિટલમાં પહોંચેલા આરોપી ફેનિલની સારવાર સિવિલમાં માનસિક અને મેડિસિન વિભાગના ડોક્ટરોએ ચેક કરી રહ્યા છે તેમને ફેનિલની તબિયત નોર્મલ હોવાનું જણવ્યું હતું. ડોકટરના જણાવ્યા અનુસાર ફેનિલને માત્ર અશક્ત હોવાની ફરિયાદ બાદ ઢળી પડતા સિવિલ લવાયો હતો. લીંબુ પાણી પીવડાવી સારવાર આપાઈ રહી છે. તેને મારા વિભાગમાં દાખલ કરવાની જરૂર નથી.

સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ ફેનિલ ગોયાણીને ગળ્યું ખાવાની માંગણી કરી હતી. પરંતુ કોર્ટની પરવાનગી સિવાય તેને જમવાનું આપી ના શકાય તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યારે બાદ ફેનિલને ફરીથી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટમાં પહોંચેલા હત્યારા ફેનિલે અને કોર્ટમાં જ લાડુ ખાવાની પરવાનગી માંગી હતી, પરંતુ કોર્ટ દ્વારા ફેનિલની આ માંગણીને રદ્દ કરી દેવામાં આવી હતી. ગ્રીષ્માના સરકારી વકિલે જણાવ્યું હતું કે ફેનીલિ ફક્ત નાટક જ કર્યું હતું, તેની તબિયત એકદમ સારી હતી.

disabled