આ છોકરીએ લહેંગો પહેરી ચાલુ સાયકલ પર કર્યો એવો ડાન્સ કે તમે પણ બની જશો ફેન...જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

આ છોકરીએ લહેંગો પહેરી ચાલુ સાયકલ પર કર્યો એવો ડાન્સ કે તમે પણ બની જશો ફેન…જુઓ વીડિયો

લહેંગો પહેરી સાયકલ પર ‘દિલ લગા લિયા…’ ગીત પર ડાંસ કરવા લાગી છોકરી, આજુબાજુ વાળાના ઉડી ગયા હોંશ

આજના સમયમાં સોશિયલ મીડિયાનું મહત્વ ખુબ જ વધી ગયું છે. કોઇ પણ ઘટના હોય તેને સોશિયલ મીડિયામાં વાયરલ થવામાં જરા પણ વાર નથી લાગતી. ઘણા લોકો એવા હોય છે જેમનામાં સારુ એવું ટેલેન્ટ હોય છે. તેમાં અનેક પ્રવૃત્તિઓ સામેલ છે. ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક છોકરી સાયકલ પર લહેંગો પહેરી ડાન્સ કરી રહી છે. તે સાયકલનું હેન્ડલ પહેર્યા વગર એટલી સરળ રીતે સાયકલ ચલાવી રહી છે કે લોકો તેને જોતા જ રહી ગયા. આમ તો હાથ છોડીને સાયકલ ચલાવવી ખતરાથી ખાલી નથી હોતી,

પણ કેટલાક લોકો પોતાના સ્ટંટ બતાવવાના ચક્કરમાં જીવ પણ દાવ પર લગાવી દેતા હોય છે. જો કે, પ્રતિભા એક એવી વસ્તુ છે જે બધામાં જન્મજાત હોય છે. પ્રત્યેક વ્યક્તિ પાસે કોઇના કોઇ રૂપમાં પ્રતિભા જરૂર હોય છે. કોઇ વ્યક્તિ ડાંસમાં સારો હોય છે, તો કોઇ સિગિંગમાં. પરંતુ બધા તેને નોટિસ કરે એ માટે તેને મંચની જરૂર હોય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મના આવ્યા બાદ લોકોને એક સારુ પ્લેટફોર્મ મળી ગયુ છે. પોતાની કે કોઇ બીજાની પ્રતિભા એટલે કે ટેલેન્ટને બતાવવું હવે ઘણુ સરળ થઇ ગયુ છે. ત્યારે આ છોકરીએ સ્ટંટને થોડો અલગ રીતે કરવાનો ટ્રાય કર્યો. તેણે સાયકલ પર ડાન્સ કર્યો.

આ વીડિયો હાલ ઘણો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે છોકરી તેનું ટેલેન્ટ સાયકલ પર બતાવી રહી છે. તે બોલિવુડ ફિલ્મ ‘દિલ હે તુમ્હારા’ના પોપ્યુલર ગીત ‘દિલ લગા લિયા…’ પર લિપ સિંક કરી રહી છે. જણાવી દઇએ કે, આ ગીતને અલ્કા જ્ઞાગ્નિક અને ઉદિત નારાયણે પ્લેબેક કર્યુ છે અને તેને નદીમ શ્રવણે કંપોઝ કર્યુ છે. રસ્તા પર ચાલુ સાયકલ પર ડાન્સ કરવાનો અનુભવ બધા પાસે નથી હોતો. ગીત પર લિપ સિંક સિવાય આવી રીતનો ડાંસ બધાના બસની વાત નથી.

 

View this post on Instagram

 

A post shared by 🍁 B_ush_ra🍁 (@iamsecretgirl023)

ચાલતી સાયકલ પર એક્ટિંગ કરતા સમયે છોકરી ઘણી જ સહજ અને આત્મવિશ્વાસી દેખાઇ રહી છે. તેણે ગીત સાથે સારો તાલમેલ બેસાડ્યો. તેણે સાયકલના હેન્ડલને એકવાર પણ ન પક્ડયુ. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર iamsecretgirl023 નામના એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ ગીત પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એકે લખ્યુ- અરે વાહ, કેટલું સ્ટ્રગલ કરે છે તુ આવા વીડિયો બનાવવા માટે.

Live 247 Media

disabled