કોઈ ફિલ્મો કરતા જરા પણ કમ નથી જૂનાગઢના આ નેતાની લવ સ્ટોરી, પત્નીએ હાથ પર બનાવ્યું છે પતિના ચહેરા વાળું ટેટુ, જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

કોઈ ફિલ્મો કરતા જરા પણ કમ નથી જૂનાગઢના આ નેતાની લવ સ્ટોરી, પત્નીએ હાથ પર બનાવ્યું છે પતિના ચહેરા વાળું ટેટુ, જુઓ તસવીરો

13 વર્ષની ઉંમરે જ બ્રાહ્મણની દીકરીને પ્રેમ કરી બેઠા હતા જૂનાગઢના આ નેતા, 18 વર્ષ પૂર્ણ થવાની રાત્રે જ ભાગીને કર્યા હતા લગ્ન, ખુબ જ અનોખી છે તેમની પ્રેમ કહાની

આપણી આસપાસ ઘણા લોકો એવા હોય છે જેમની કહાનીઓ ઘણા લોકોને પ્રેરણા આપતી હોય છે. ઘણા લોકોની પ્રેમ કહાનીઓ પણ એવી હોય છે, જેને જાણીને આપણે પણ હેરાન રહી જતા હોય છે. ફિલ્મોમાં તો આપણે ઘણી પ્રેમ કહાનીઓ જોતા હોઈએ છીએ. પરંતુ રિયલ લાઈફમાં ફિલ્મો જેવી બહુ ઝૂઝ કહાનીઓ સામે આવતી હોય છે.

હાલ જૂનાગઢના એવા જ એક દિગ્ગજ નેતા ગિરીશ ગોટેચાની લવ સ્ટોરી સામે આવી છે. તેમના લગ્નને 40 વર્ષ જેટલો સમય થઇ ગયો છે અને તમેની કહાની સામે આવતા જ લોકો પણ અચરજ પામી ગયા હતા. આજના સમયમાં પ્રેમ લગ્ન એ આમ તો ખુબ જ સામાન્ય બાબત બની ગઈ છે. છતાં પણ બે અલગ અલગ જ્ઞાતિઓ વચ્ચે લગ્ન થવા આજે પણ મુશ્કેલ સાબિત થતું હોય છે.

ત્યારે ગિરીશ કોટેચાએ આજથી 40 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. તેમને ગીતાબેન સાથે 13 વર્ષની ઉંમરમાં જ પ્રેમ થઇ ગયો હતો. ગીતાબેન બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે અને ગીરીશભાઈ લોહાણા પરિવારના હતા. બંને અલગ અલગ જ્ઞાતિના હોવાના કારણે તેમના પ્રેમમાં પણ ઘણી બધી અડચણો આવી હતી. મુશ્કેલીઓ હોવા છતાં પણ તેમનો પ્રેમ 5 વર્ષ સુધી ચાલતો રહ્યો.

ગીતાબેન બ્રાહ્મણ હોવાના કારણે આ લગ્ન થઇ શકે તેમ નહોતા. પરંતુ જયારે તમેની ઉંમર 18 વર્ષની થઇ ત્યારે બંનેએ ભાગીને લગ્ન કરી લીધા. આ બંનેના લગ્નની ખાસ વાત તો એ હતી કે તેમને જે રાત્રે 18 વર્ષ પૂર્ણ થયા એજ રાત્રે લગ્ન કર્યા હતા.  ત્યારે હવે તેમના લગ્નને 40 વર્ષ જેટલો સમય વીતી ગયો છે અને આજે પણ આ કપલ લોકો માટે પ્રેરણા સમાન બની ગયું છે.

ગીરીશભાઈ એ સમયે રાજકારણમાં નહોતા. ત્યારે તે પોતાના પિતાનો વ્યવસાય સાંભળતા હતા. પરંતુ આજે તે રાજકારણ જગતમાં એક  મોટું નામ બની ગયા છે. ગીતાબેન પણ તેમને અઢળક પ્રેમ કરે છે. જે વાત તેમના હાથ પર રહેલા એક ટેટુ દ્વારા જોઈ શકાય છે. ગીતાબેને ગીરીશભાઈના ચહેરા વાળું ટેટુ પોતાના હાથ પર કોતરાવ્યું છે.  તો ગીરીશભાઈએ તેમની પત્નીનું ટેટુ બનાવ્યું છે.

આજે ગિરીશભાઈનો એક દીકરો અને દીકરી પણ છે. દીકરાના લગ્ન પણ બ્રાહ્નણ પરિવારની દીકરી સાથે જ કરવામાં આવ્યા છે. ખાસ વાત તો એ છે કે તેમને પોતાના સંતાનોના લગ્ન પણ એજ તારીખે કર્યા જે તારીખે તેમના લગ્નની વર્ષગાંઠ હતી. ગીરીશભાઈના દીકરી MBA ગોલ્ડ મેડાલિસ્ટ છે. જે હાલમાં મુંબઈ સાસરે છે. આ સાથે તેમની વહુ ચાંદની પણ એમબીએમાં ફર્સ્ટ ક્લાસ સાથે ટોપ કર્યું હતું.

Uma Thakor

disabled