આ વિદેશી ગોરી વહુએ દેશી કપડાં પહેરીને ખેતરમાં રોપી ડુંગળી, અનોખો અંદાજ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ રહી ગયા દંગ, જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

આ વિદેશી ગોરી વહુએ દેશી કપડાં પહેરીને ખેતરમાં રોપી ડુંગળી, અનોખો અંદાજ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ રહી ગયા દંગ, જુઓ વીડિયો

વિદેશથી લગ્ન કરીને ભારતમાં આવેલી દુલ્હન ખેતરમાં બેસીને રોપી રહી છે ડુંગળી, વીડિયોમાં જણાવ્યું કારણ, જુઓ

ઇન્ટરનેટ પર ઘણા લગ્નની કહાનીઓ વાયરલ થતી હોય છે જેમાં ઘણી વિદેશી મહિલાઓ ભારતીય યુવકો સાથે લગ્ન કરવા માટે સાત સમુદ્ર પારથી અહીં આવતી હોય છે, અને અહીં આવીને પતિ અને તેના પરિવારના રંગમાં પણ રંગાઈ જતી હોય છે, ઘણી વિદેશી કન્યાઓ ગામડામાં પણ રહેવા લાગી છે અને ત્યાંના પરિવેશમાં પણ જીવન જીવે છે, તે ખેતી પણ કરે છે અને ગાયો ભેંસો પણ સાચવતી જોવા મળે છે, આવા ઘણા વીડિયો તમે જોયા હશે.

ત્યારે હાલ એક એવી જ વિદેશી દુલ્હનનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે દેશી અંદાજમાં ખેતરની અંદર ડુંગળી રોપતી જોવા મળી રહી છે.  આ વીડિયોને એક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે એક વિદેશી મહિલાએ ભારતીય કપડાં પહેરી રાખ્યા છે અને સેંથામાં સિંદૂર પણ લગાવ્યું છે. સાથે જ તે ખતરામાં બેસીને ડુંગળી રોપી રહી છે.

તેને આ રીતે ખતરામાં ડુંગળી રોપતા જોઈને એક વ્યક્તિએ વીડિયો બનાવ્યો અને અને તેને કેટલાક સવાલ પણ પૂછ્યા. વીડિયો બનાવનાર પહેલા પૂછે છે કે “શું હું તમને કઈ પૂછી શકું ?” જેના જવાબમાં તે વિદેશી દુલ્હન કહે છે કે “હા બિલકુલ” જેના બાદ તે પૂછે છે કે “તમે ક્યાંથી છો ?” તો દુલ્હન જવાબ આપે છે કે જર્મનીથી છું અને અહીંયા ખેતરમાં ડુંગળી રોપી રહી છું.

જેના બાદ તે વ્યક્તિ તે મહિલાને કહે છે કે “તું જર્મનીથી ડુંગળી રોપવા માટે ભારત આવી છું, જેના જવાબમાં તે હસવા લાગે છે. મહિલાએ એમ પણ કહ્યું કે તેને અહીંયા મજા આવી રહી છે. આ દરમિયાન દૂર ઉભી રહેલી વિદેશી દુલ્હનની સાસુ પણ હસવા લાગે છે. મહિલાની સાસુનું રિએક્શન પણ જોવા લાગ્ય છે. આ વીડિયોને હાલ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને લાઈક પણ કરી રહ્યા છે.

Uma Thakor

disabled