કિંજલ દવેના જન્મદિવસ પર તેના ફ્રેન્ડ ગીતાબેન રબારીએ આ રીતે આપી સરપ્રાઈઝ, ફ્રેન્ડશીપ ગોલ આપે તેવી તસવીરો જોઇ તમે પણ થઇ જશો ખુશ - Chel Chabilo Gujrati

કિંજલ દવેના જન્મદિવસ પર તેના ફ્રેન્ડ ગીતાબેન રબારીએ આ રીતે આપી સરપ્રાઈઝ, ફ્રેન્ડશીપ ગોલ આપે તેવી તસવીરો જોઇ તમે પણ થઇ જશો ખુશ

કિંજલ દવેના 24માં જન્મદિવસ પર ગીતાબેન રબારીએ તસવીરો શેર કરી આવી રીતે કર્યુ વિશ, જુઓ

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને આજે કોઈ ઓળખની જરૂર નથી. કિંજલ દવેએ તેના સુરીલા અવાજથી માત્ર ગુજરાત અને દેશમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં પોતાનું આગવું નામ બનાવ્યું છે. તેના કાર્યક્રમોમાં પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે, કિંજલ દવે વિદેશમાં પણ તેના સુરીલા અવાજથી લોકોને ઝૂમાવે છે. ત્યારે હાલમાં જ 24 નવેમ્બરના રોજ કિંજલ દવેનો જન્મ દિવસ હતો અને આ દિવસે તેને ઘણા લોકોએ શુભકામનાઓ પાઠવી હતી.

ચાહકો સાથે સાથે કિંજલ દવેના પિતા લલિત દવે અને ગુજરાતની લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીએ પણ કિંજલને બર્થ ડે વિશ કર્યુ હતુ. કિંજલ દવેના પિતા લલિત દવેએ તસવીરો શેર કરી લખ્યુ- જન્મ દિવસની શુભકામનાઓ મારી લાડકી કિંજલ , બા કેશર સદા સહાયતે માં ભગવતી ચેહર તારી ખુશીનો ખ્યાલ રાખે એવી આશા સાથે પ્રાર્થના.

ગીતાબેન રબારીની વાત કરીએ તો, તેમણે કિંજલ સાથેની ઘણી સુંદર અને મસ્તી ભરેલી તસવીરો શેર કરી હતી અને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. ગીતાબેન રબારીએ કિંજલ દવેને બર્થ ડે વિશ કરતા લખ્યુ- હેપ્પી બર્થ ડે માય દિયર કિંજલ દવે, ભગવાન તને આર્શીવાદ આપે.જણાવી દઇએ કે, કિંજલ દવેના ચાહકો દુનિયાભરમાં છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 27 લાખ કરતા વધુ ફોલોઅર્સ પણ છે,

કિંજલ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે. આ તસવીરો અને વીડિયો પર ચાહકો ઘણો પ્રેમ પણ વરસાવે છે. જણાવી દઈએ કે કિંજલ દવે તેની ગાયકી અને અંગત જીવન ઉપરાંત તેના સેવાકીય કામો માટે પણ ખુબ જ જાણીતી છે. તે તેના પિતા લલિત દવે સાથે મળીને ઘણા બધા સેવાના કાર્યો કરે છે.

કોરોના સમયમાં પણ કિંજલ દવેએ ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ કરીને અનેરી માનવતા મહેકાવી હતી. ત્યારે તેણે તેના 24માં જન્મદિવસે પણ દિલ જીતી લેનારૂ કામ કર્યુ હતુ. કિંજલ દવેએ સંકુલના બાળકોને ભોજન કરાવ્યું હતું. જેનો વીડિયો પણ મહીપત સિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે.

જેમાં તે જણાવી રહ્યા છે કે કિંજલબેને સંકુલના બાળકો માટે શાનદાર જમવાની વ્યવસ્થા કરી હતી. સાથે જ બધા બાળકોએ પણ કિંજલ દવેને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

Live 247 Media

disabled