ઋતિક રોશનના ઘરે ફરીથી વાગશે શરણાઈ, ઇન્ડિયાની સૌથી સુંદર ડોક્ટર બનશે તેની દુલ્હન? જોઈ લો તસવીરો
બોલીવુડના હેન્ડસમ અભિનેતાઓની વાત આવે તો સૌથી પહેલા ઋત્વિક રોશનનું નામ ચોક્કસ લેવામાં આવે છે. ઋત્વિક રોશનના ચાહનારાઓની કોઈ કમી નથી. કહોના પ્યાર હૈ દ્વારા ડેબ્યુ કરનારા ઋત્વિકનું નામ અત્યાર સુધી ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું. જો કે ફિલ્મમાં આવતા પહેલા જ ઋત્વિકે સુઝૈન ખાન સાથે લગ્ન કરી લીધા હતા.બંનેના બે બાળકો પણ છે. જો કે હાલ ઋત્વિકે પત્નીથી છૂટાછેડા લઇ લીધા છે અને પત્નીથી અલગ રહી રહ્યા છે.
એવામાં એક નવી ખબર સામી આવી છે. અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ રહી ચુકેલી ગાયત્રી ભારદ્વાજે એક ઇન્ટરવ્યૂમાં પોતાના દિલની વાત કહી હતી. તેણે ખુલ્લેઆમ ઋત્વીકને પ્રપોઝ કર્યું હતું અને તેની દુલ્હન બનવા માટે પણ તૈયાર થઇ ગઈ હતી.
View this post on Instagram
ઇન્ટરવ્યૂમા ગાયત્રીએ ઘણા રેપિડ ફાયર સવાલોના જવાબ આપ્યા હતા તેમાંનો જ એક સવાલ હતો કે તે કોને ડેટ કરવા માંગે છે અને કોની સાથે લગ્ન કરવાનું સપનું છે. જવાબમાં તેણે કહ્યું કે તે સિદ્ધાંત ચતુર્વેદીને ડેટ કરવા ઈચ્છે છે અને લગ્ન ઋત્વિક રોશન સાથે કરવા માંગે છે.
View this post on Instagram
ગાયત્રીએ કહ્યું કે તેને ઋત્વિક રોશન ખુબ જ પસંદ છે. બાળપણથી જ તે ઋત્વિકની દરેક ફિલ્મો જોતી આવી છે. જો ઋત્વિક ફરીથી સેટલ ડાઉન થવા ઈચ્છે તો તે તેની સાથે જ લગ્ન કરશે.ગાયત્રીએ આગળ કહ્યું કે સિદ્ધાંત આ સમયે સિંગલ છે કે નહીં તેની ખબર નથી, પણ તે ઋત્વિકને નહિ છોડી શકે.
View this post on Instagram
ગાયત્રી જ્યારે નાની હતી ત્યારથી જ તેણે મિસ ઇન્ડિયા બનવાનું સપનું જોયું હતું.તેણે પોતાના આ સપનાને વર્ષ 2018માં પૂરું કર્યું. ગાયત્રીએ ડોકટરી અભ્યાસ પણ કર્યો છે અને તે ફિલ્મોમાં પણ જોવા મળી શકે તેમ છે.ગાયત્રી ઢીંઢોરા નામની વેબસીરીઝમાં પણ કામ કરી ચુકી છે.
View this post on Instagram
સિદ્ધાંતની ફિલ્મ ગહેરાઈયા તાજેતરમાં જ રિલીઝ થઇ છે. ફિલ્મમાં સિદ્ધાંત દીપિકા સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો. સિદ્ધાંત તેના પહેલા રણવીર સિંહ સાથે પણ કામ કરી ચુક્યો છે.