ગણેશ ચતુર્થીના દિવસે કરો આ પૂજા-વિધિ, દૂર થશે સમસ્યા અને ગણેશજી પૂર્ણ કરશે તમારી મનોકામના

શુભકાર્યની શરૂઆત ભગવાન શ્રીગણેશના ધ્યાનથી થાય છે. હિન્દુધર્મમાં ગણેશ ભગવાનનું સર્વોચ્ચ સ્થાન છે. ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે, જે ભક્તોના દુ:ખ હરી લે છે. 22 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીઓ તહેવાર ઉજવવામાં આવશે.

ગણેશ ચતુર્થીનું શું છે મહત્વ?

ગણેશ ચતુર્થીના દિવસે શુદ્ઘ ઘીથી બનેલા 21 લાડુઓથી ગણપતિની પૂજા ઉત્તમ માનવામાં આવે છે. જે લોકોની શુદ્ધ ઘીના લાડુઓ ચડાવવાની ક્ષમતા ના હોય તેઓ કુશ પણ ચડાવી શકે છે. માન્યતા મુજબ ભગવાન ગણપતિ ખૂબ સીધા હોવાથી તેમને પ્રસન્ન થતા વાર નથી લાગતી. કુશથી પણ ભગવાન પ્રસન્ન થઈને ભક્તોની ઈચ્છા પૂરી કરે છે.

ગણેશ ચતુર્થીના દિવસે હાથીને ચારો ખવડાવો.આનાથી તણાવ અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

ગણેશ ચતુર્થીના દિવસે ગણેશયંત્રની ઘરમાં સ્થાપના કરવી જોઈએ. જેથી ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી.

લાડુ ઉપરાંત ગણેશની વિશેષ મંત્રો દ્વારા પૂજા પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ૐ ગણેશાય નમ: અને શ્રી ગણેશાય નમ: આ બે મંત્ર દ્વારા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. જેથી વિઘ્ન અને સંકટોથી બચી શકાય છે અને જીવનના દરેક સપનાઓને સાકાર થાય છે.

કેવી રીતે કરવી ગણેશજીની પૂજા:

ગણેશજીની પૂજા કરવા અને તેને પ્રસન્ન કરવા સૌથી પહેલા સવારે સ્નાન કરીને સાફ કપડાં પહેરવા. ગણેશજીની પૂજા વખતે મોઢું પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખવું. સાફ આસાન પર બેસી ફળ, ફૂલ, નાડાછડી, પંચામૃત વગેરેથી ગણેશજીને સ્નાન કરાવીને પૂજા કરવી. ગણેશજીને તલની બનેલી વસ્તુઓ જેમ કે લાડુ કે મોદકનો ભોગ ચડાવો. સાંજે વ્રત કરનારા ભક્તોએ સંકષ્ટી ચતુર્થીની કથા સાંભળવી. ચતુર્થીના દિવસે વ્રત-ઉપવાસ રાખી ચંદ્ર દર્શન કરી ગણેશજીને આરતી કરો.

disabled