બુદ્ધિ વગરની લુખ્ખી પબ્લિક મોરબીના ઝૂલતા પુલને લાતો મારતી હતી, જૂનો વીડિયો આવ્યો સામે જુઓ - Chel Chabilo Gujrati

બુદ્ધિ વગરની લુખ્ખી પબ્લિક મોરબીના ઝૂલતા પુલને લાતો મારતી હતી, જૂનો વીડિયો આવ્યો સામે જુઓ

આજે સાંજે ગુજરાતમાં ખુબ જ મોટી ગોઝારી ઘટના બનીછે જેમાં ઝૂલતો પુલ તૂટ્યો એ પહેલાંના દૃશ્યોનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. જેમાં લોકો પોતાની મોજમાં મસ્તી કરતા દેખાય છે. ઉમટી પડેલા લોકો સેલ્ફી લઈ રહ્યા છે. તેટલું જ નહીં, કેટલાંક લુખીના યુવાનો પુલને લાત મારી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, પુલ પર મોટા પ્રમાણમાં લોકો જોવા મળી રહ્યા છે.

શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે આવેલો દુનિયાભરમાં ફેમસ થયેલો આપનો ઝૂલતો બ્રિજ પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને

પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ લોકો દોડી આવ્યા હતા. આ દુઃખદ સ ર્જાયેલી દુર્ઘટનાને પગલે મોરબી સિવિલ હોસ્પિટલે લોકોનાં ટોળે ટોળાં ઉમટ્યાં છે. ત્યારે દિવ્યભાસ્કર મોરબી હોસ્પિટલ પહોંચ્યું છે. હોસ્પિટની અંદર અત્યારે હાલ ખૌફનાક નજારો જોવા મળી રહ્યો છે. ક્યાંક મૃતદેહોની લાઈનો લાગી રહી છે, તો ક્યાંક ઈજાગ્રસ્તો કણસી રહ્યા છે.

આ ઘટનાને લઈને તમામ પ્રાઈવેટ- સરકારી હોસ્પિટલો ખોલી નાખવામાં આવી છે. કહેવાય છે કે જેમાં સૌથી વધુ આંકડો બાળકોનો બહાર આવવાની શક્યતા છે. પુલ જ્યાં તૂટ્યો ત્યાં નીચે 15થી 20 ફૂટ પાણી હોવાની શક્યતા છે. જેમના મોત થયા છે એમાં સૌથી વધુ બાળકો હોવાનો અમારો અંદાજ છે.

હવે મીડિયા રિપોર્ટ્સમાં આવ્યું છે કે પ્રાથમિક માહિતી મુજબ 35થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા છે પણ આમ જોઈએ તો આંકડો ઘણો મોટો હોવાની ચર્ચા ઘટનાસ્થળે થઈ રહી છે. CM ભૂપેન્દ્ર પટેલે તંત્રને તાત્કાલિક મોટા આદેશ આપ્યા છે.

ગાંધીનગરથી NDRFની 2 ટીમ મોરબી રવાના થઇ છે. એટલુ જ નહિ ઝૂલતા પુલની ખતરનાક દુર્ઘટનાને પગલે આપણા મોદીજી સાથેના આગળના કાર્યક્રમોને રદ્દ કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સીધા મોરબી જવા રવાના થયા છે. તથા ગૃહ રાજ્યમંત્રીને સ્થળ પર પહોંચી બચાવ કામગીરીનું માર્ગદર્શન કરવા જણાવ્યું છે. SDRF સહિતની ટૂકડીઓને બચાવ કામગીરી માટે મોબીલાઈઝ કરવામાં આવી છે.

admins

disabled