'મારા પ્રાઇવેટ પાર્ટ પર મુક્કો માર્યો...'  ગંદા સીન આપવાની શોખીન અભિનેત્રીનું દર્દ છલકાયું, જુઓ શું શું કહ્યું - Chel Chabilo Gujrati

‘મારા પ્રાઇવેટ પાર્ટ પર મુક્કો માર્યો…’  ગંદા સીન આપવાની શોખીન અભિનેત્રીનું દર્દ છલકાયું, જુઓ શું શું કહ્યું

સ્ત્રી ફેમ અભિનેત્રી ફ્લોરા સૈની અભિનયની દુનિયામાં 24 વર્ષોથી સક્રિય છે. તેણે સ્ત્રી અને ભેડિયા જેવી ફિલ્મોમાં મહત્વનું પાત્ર નિભાવ્યુ છે. ફ્લોરાએ ઇન્ડસ્ટ્રીને લઇને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે એક પ્રોડ્યુસરનું નામ લઇ સેખ્સુઅલ અબ્યુઝના આરોપ લગાવ્યા છે. ફ્લોરાએ કહ્યુ કે, તે એક પ્રોડ્યુસર સાથે રિલેશનશિપમાં હતી. એ દરમિયાન તેની સાથે મારપીટ થઇ. તેણે રિલેશનશિપને ઝેરીલું ગણાવ્યુ છે.

ફ્લોરાએ કહ્યુ કે, એક્સ બોયફ્રેન્ડ અને પ્રોડ્યુસરે અભિનેત્રીના ચહેરા અને પ્રાઇવેટ પાર્ટ પર મુક્કો માર્યો હતો. ફ્લોરાએ તેની આપવીતી સંભળાવતા ઘણુ બધુ કહ્યુ છે. ફ્લોરા સૈની પ્રોડ્યુસર એક્સ બોયફ્રેન્ડ ગૌરાંગ દોષી સાથે 14 મહિના સુધી રિલેશનમાં રહી હતી. ફ્લોરાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને પર્સનલ લાઇફને લઇને ચોંકાવનારા ખુલાસા કર્યા. ફ્લોરા સૈનીએ કહ્યુ કે તે પ્રેમમાં હતી. તે એક મશહૂર પ્રોડ્યુસર હતો.

પણ કેટલાક જ સમયમાં વસ્તુ બદલાઇ ગઇ. તે જોતજોતાજાં ઘણો અબ્યુસિવ થઇ ગયો. ફ્લોરાએ કહ્યુ કે, એક્સ બોયફ્રેન્ડે તેના ચહેરા પર મુક્કો માર્યો અને પછી પ્રાઇવેટ પાર્ટ પર. તેણ અભિનેત્રીનો ફોન છીનવી લીધો અને દબાણ કર્યુ કે તે ઇન્ડસ્ટ્રીમાં કામ છોડી દે. ફ્લોરા સૈની અનુસાર આ રિલેશન 14 મહિના સુધી ચાલ્યુ હતુ. તે કહે છે કે એક્સ બોયફ્રેન્ડ તેને કોઈની સાથે વાત કરવા દેતો નહિ.

તેણે પેટમાં મુક્કો માર્યો અને કોઈક રીતે તે ત્યાંથી ભાગી ગઇ. ફ્લોરા સૈની કહે છે કે આ ઝેરી રિલેશમમાંથી બહાર આવ્યા બાદ તે તેના માતા-પિતા સાથે પાછી શિફ્ટ થઈ ગઈ. કોઈક રીતે તે આ આઘાતમાંથી પસાર થઈ. ફ્લોરા સૈનીએ આ દર્દનાક ઘટના વિશે કહ્યું કે હું ખૂબ જ મુશ્કેલીથી તે બધી બાબતોમાંથી બહાર આવી છું. હું આજે ખુશ છું. હું કામ કરી રહી છું, મને પણ મારા જીવનમાં પ્રેમ મળ્યો છે. ફ્લોરા સૈની ચંદીગઢની છે. તેના પિતા આર્મી ઓફિસર હતા.

તેણે દિલ્હીની ધૌલા કુઆન સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ તે પરિવાર સાથે કોલકાતા શિફ્ટ થઈ ગઈ. આ દરમિયાન તેણે મોડલિંગ કર્યું અને પછી તેલુગુ ફિલ્મથી ડેબ્યૂ કર્યું. ભેડિયા, દરબાન, બહુત હુઆ સન્માન, બેગમ જાન, સ્ત્રી, 36 ફાર્મહાઉસથી લઇને આર્યા (વેબ સિરીઝ) અને દબંગ 2 માં દેખાતી ફ્લોરા સૈનીએ તેની પોસ્ટમાં નિર્માતાના નામનો ઉલ્લેખ ન કર્યો પણ પરંતુ અગાઉ ગૌરાંગ દોશીનું નામ આપ્યું હતું.

થોડા સમય પહેલા ફ્લોરાએ તેના અને ગૌરાંગ સાથેના સંબંધો પર આરોપ લગાવતા કહ્યું હતું કે નિર્માતાએ તેની પર હુમલો કર્યો હતો. તેને ક્યારેય નોકરી નહીં મળે તેવી ધમકી આપવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે તેને કેટલાક પ્રોજેક્ટમાંથી પણ બહાર ફેંકી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા ફ્લોરાએ વર્ષ 2018માં Metoo આંદોલન દરમિયાન પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Flora Saini (@florasaini)

Live 247 Media

disabled