ઘપાઘપ, પૈસા અને વિશ્વાસઘાત...ફર્શથી અર્શ પર પહોંચેલી લેડી બ્લેકમેલરની ખતરનાક કહાની, જેના પર બની રહી છે ફિલ્મ - Chel Chabilo Gujrati

ઘપાઘપ, પૈસા અને વિશ્વાસઘાત…ફર્શથી અર્શ પર પહોંચેલી લેડી બ્લેકમેલરની ખતરનાક કહાની, જેના પર બની રહી છે ફિલ્મ

રંગરેલિયા માનવાની શોખીન, પૈસા અને વિશ્વાસઘાત…ફર્શથી અર્શ પર પહોંચેલી લેડી બ્લેકમેલરની ખતરનાક કહાની, જેના પર બની રહી છે ફિલ્મ

ગરીબ પરિવારમાંથી આવતી અને એક સમયે ભૂખમરા માટે જાણીતી અર્ચના નાગ પાસે હવે એક ભવ્ય ઘર, મોંઘી ગાડીઓ, ચાર હાઇબ્રીડ ડોગ અને સફેદ ઘોડો છે. અર્ચનાની અર્શથી ફર્શ સુધી પહોંચવાની વાર્તા એટલી રસપ્રદ છે કે એક ઉડિયા ફિલ્મમેકરે તેના જીવન પર ફિલ્મ બનાવવાની યોજના બનાવી છે. અર્ચનાની 6 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, પોલીસ રેકોર્ડ દર્શાવે છે કે 26 વર્ષીય અર્ચના એક ‘બ્લેકમેલર’ છે

જે કથિત રીતે ધનિક અને પ્રભાવશાળી લોકો જેમ કે રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને ફિલ્મ નિર્માતાઓ પાસેથી તેમની અંતરંગ પળોના વીડિયો અને ફોટા જાહેર કરવાની ધમકી આપીને પૈસા પડાવે છે.  લાંજીગઢ, કાલાહાંડીમાં જન્મેલી, અર્ચનાનો ઉછેર તે જ જિલ્લાના એક નાના શહેર કેસિંગામાં થયો હતો જ્યાં તેની માતા કામ કરતી હતી. અર્ચના શરૂઆતમાં એક ખાનગી સિક્યોરિટી કંપનીમાં કામ કરતી હતી અને બાદમાં બ્યુટી પાર્લરમાં જોડાઈ હતી,

જ્યાં તે બાલાસોર જિલ્લાના જગબંધુ ચંદને મળી હતી અને બંનેએ 2018 માં લગ્ન કર્યા હતા. આરોપ છે કે બ્યુટી પાર્લરમાં કામ કરતી વખતે અર્ચના દેહવ્યાપાર સાથે જોડાયેલી ગેંગ ચલાવતી હતી. જગબંધુ સેકન્ડ હેન્ડ કારનો શોરૂમ ચલાવતો હતો અને તેની રાજકારણીઓ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને અન્ય ધનિક લોકો સાથે ઓળખાણ હતી. કેટલાક ધારાસભ્યો સહિત પ્રભાવશાળી લોકો સાથેના તેના અને અર્ચનાના ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા, જેણે રાજ્યમાં ભારે હોબાળો મચાવ્યો.

અર્ચના શ્રીમંત અને પ્રભાવશાળી લોકો સાથે મિત્રતા કરતી અને આરોપ છે કે તે છોકરીઓને તેમની પાસે મોકલતી હતી. પોલીસે દાવો કર્યો છે કે તેણે આ પ્રભાવશાળી લોકોની તસવીરો લીધી હતી અને બાદમાં તેમને પૈસા માટે બ્લેકમેલ કર્યા. નયાપલ્લી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં એક ફિલ્મ નિર્માતાએ આરોપ લગાવ્યો છે કે અર્ચનાએ અન્ય છોકરી સાથે તેની ઈન્ટિમેટ તસવીરો બતાવીને તેની પાસેથી 3 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. એક યુવતીની ફરિયાદના આધારે અર્ચનાની 6 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી.

આ યુવતીએ અર્ચના પર ganda રેકેટમાં તેનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. ઓડિયાના ફિલ્મ નિર્માતા શ્રીધર માર્થાએ કહ્યું કે તેમણે અર્ચનાના જીવન પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. ભુવનેશ્વરના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ પ્રતીક સિંહે કહ્યું કે આ સંબંધમાં અર્ચના સામે અત્યાર સુધીમાં માત્ર બે કેસ નોંધાયા છે. અન્ય પીડિતો તેની સામે ફરિયાદ નોંધાવશે તો પોલીસ કાર્યવાહી કરશે. પોલીસે અર્ચનાના બેંક ખાતાની વિગતો પણ તપાસી છે.

Live 247 Media

disabled