જે જગ્યાએ ગ્રીષ્માની હત્યા કરવામાં આવી હતી તે જગ્યાએ પોલીસે ફેનિલ સાથે કર્યું હતું એવું કે, જાણીને તમે પણ કહેશો કે.. બરાબર કર્યું

સુરતના બહુ ચર્ચિત ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસની અંદર આરોપી ફેનીલનાં રિમાન્ડ ગત શનિવારે સાંજે 4 વાગે પૂર્ણ થયા, જેના બાદ આજે સોમવારના રોજ પોલીસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની છે અને ગુરુવારથી આ કેસનું ટ્રાયલ પણ શરૂ થઇ જશે. પોલીસના ત્રણ દિવસના રિમાન્ડની અંદર હત્યારા ફેનિલ વિશેના ઘણા બધા ખુલાસા થયા છે.

SITની ટીમ દ્વારા આરોપી ફેનિલને સાથે રાખીને અલગ અલગ જગ્યા ઉપર લઇ જવામાં આવ્યો હતો અને તપાસ કરવામાં આવી હતી કે બનાવના દિવસે તે ક્યાં ક્યાં ફર્યો હતો અને ક્યાંથી છરી ખરીદવામાં આવી હતી. આ બધી જગ્યા ઉપર ફેનિલને સાથે લઈને પોલીસ ફરી હતી.

ગ્રીષ્માની હત્યા પહેલા ફેનિલ કાપોદ્રા વિસ્તારમાં તેના એક મિત્રના કાફેમાં ગયો હતો જેના બાદ તે તેના મિત્ર સાથે અમરોલી વુસ્ટરમાં આવેલી ગ્રીષ્માની કોલેજ ઉપર ગયો હતો અને પછી તે એકલો જ ગ્રીષ્માના ઘરે આવ્યો હતો. જે જગ્યાએ ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી તે જગ્યાએ પણ તેને લઇ જવામાં આવ્યો હતો.

જયારે ફેનિલને ગ્રીષ્માના ઘર પાસે રિકન્સ્ટ્રક્શન કરવા લાવવામાં આવ્યો હતો ત્યારે તેને જોઈને ગ્રીષ્માના પરિવારમાં પણ ભરે રોષ જોવા મળ્યો હતો. આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે. આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ કાફલો પણ સાથે રહ્યો હતો.

ત્યારે ગ્રીષ્માના ઘર પાસે આ હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હટી ત્યારે જયારે ફેનિલે કેવી રીતે હત્યાને અંજામ આપ્યો તેમ જણાવ્યું ત્યારે પોલીસે તેને માર માર્યો હતો. જે જગ્યાએ માસુમ ગ્રીષ્માની હત્યા કરવામાં આવી હતી તે જ જગ્યાએ હત્યારા ફેનિલને ઉભો રાખીને પોલીસે તેને ફટકાર્યો હતો.  હાલ આરોપી ફેનિલ ગોયાણીને લાજપોર જેલની અંદર મોકલી દેવામાં આવ્યો છે.

disabled