ગ્રીષ્માના મોટા પપ્પા અને ભાઈને ચાકુ માર્યા બાદ હત્યારા ફેનિલે બાઈકની ચાવી ધરારથી…જાણો ધ્રુવે બીજા ક્યાં ક્યાં બીજા ખુલાસાઓ કર્યા

સુરત શહેરમાં  બનેલી દર્દનીય ઘટનાના પડઘા આજે આખા ગુજરાત સાથે દેશભરમાં પડી રહ્યા છે. આજે માસુમ ગ્રીષ્માના ઘરે દુઃખના વાદળો છવાઈ ગયા છે. ગ્રીષ્મના માતા-પિતા અને પરિવારના લોકો દીકરીના અણધાર્યા મોતથી ખુબ જ દુઃખી છે અને તેમની રડી રડીને ખરાબ હાલત થઇ ગઈ છે. ત્યારે ઘણા મીડિયા દ્વારા તેમના ઘરની મુલાકાત લેવામાં આવી રહી છે અને એક પછી એક બાબતો સામે આવી રહી છે.

થોડાક દિવસ પહેલા 12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજના પાસોદરા પાટીયા પાસે એક તરફી પ્રેમમાં પાગલ બની ચૂકેલા ફેનીલે ચપ્પુ વડે ગ્રીષ્માનુ ગળું કાપી હત્યા કરી નાંખી હતી. હાલમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરતાં ફેનીલે સોસાયટીમાં આવી આંટા મારીને 25થી 30 મિનિટ લાંબો ખૂની ખેલ ખેલ્યો હતો. હત્યારો પહેલા ગ્રીષ્માના મોટા પપ્પા અને ભાઇને ઇજાગ્રસ્ત કર્યા હતા.

જેના પછી પાછળથી ગ્રીષ્માને પકડીને ગળા પર ચાકુ મારી દીધું હતું. આ દરમિયાન ગ્રીષ્મા ‘મને છોડી દે, મૂકી દે ની’ બૂમો પાડતી રહી પણ ફેનીલે તેની એક પણ વાત સાંભળી ન હતી. ફેનિલ પણ મોટે મોટેથી બોલતો હતો કે, ‘મને મારવા તે કોને મોકલેલા’ તેમ કહીને ચપ્પુથી ગ્રીષ્માનું ગળું કાપી નાંખ્યું હતું. એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં ગ્રીષ્માના પિતા દ્વારા જલ્દી આ કેસમાં ન્યાય મળે તેવી મંગની કરવામાં આવી રહી છે. તે સાથે જ  તેમને સરકાર ઉપર પૂરો વિશ્વાસ હોવાની વાત પણ જણાવી છે અને કહ્યું છે કે સરકાર અને પોલીસ હાલમાં તેમના સાથમાં છે અને તેમને વિશ્વાસ છે કે તેમને જલ્દી જ ન્યાય મળશે.

આ ઉપરાંત ગ્રીષ્માના પિતાએ જણાવ્યું કે કોઈપણ છોકરો જો છોકરીની છેડતી કરે તો છોકરી તેના પિતાને આ વાત કહી શકે અને કાયદામાં પણ એવી સજા હોય કે તેને પાંચ-છ મહિના નહિ પરંતુ જો તે છોકરાની ઉંમર 18 વર્ષની હોય તો તે યુવકને પણ 18 વર્ષની સજા થાય, જેના કારણે જે છોકરીની છેડતી તેને કરી છે તે તેના જીવનમાં સેટ થઇ શકે. નહિ તો જેલમાંથી છૂટ્યા બાદ તે મોટું પગલું પણ ભરી શકે છે.

આ બબાતે મીડિયાએ ગ્રીષ્માના ભાઈ ધ્રુવ સાથે પણ વાત કરી હતી. ધ્રુવ આ ઘટનાનો સાક્ષી હતો, તેને પોતાની આંખે આ ઘટનાને જોઈ હતી. ત્યારે ધ્રુવે પણ જણાવ્યું હતું કે ફેનિલ સોસાયટીની બહાર આવ્યો હતો અને તે અને તેના મોટા પપ્પા બંને તેને સમજાવવા માટે ગયા હતા. પરંતુ ફેનિલે મોટા પપ્પાને પેટમાં છરો મારી દીધો. તે બીજી વખત હુમલો કરવા જતો હતો તો મેં તેનો હાથ પકડી લીધો અને મને પણ હાથમાં છરો વાગ્યો હતો.

ધ્રુવે આગળ પણ જણાવ્યું કે મોટા પપ્પા ત્યાંથી જ્યાં બીજા લોકો ઉભા હતા તેમની પાસે જતા રહ્યા, મેં એક હાથે તેને પકડીને રાખ્યો હતો અને ચાકુ પણ તેની પાસેથી લઇ લીધું હતું. પરંતુ મારા એક હાથમાં વાગેલું હોવાને લીધે તે ભાગી ગયો હતો અને મોટા પપ્પાને મારવા માટે જતો હતો પણ ત્યાં વધુ લોકો હોવાથી તે મારી પાસે આવ્યો અને ભાગવા માટે બાઈકની ચાવી માંગવા લાગ્યો પણ મેં ચાવી આપવાની ના કહી હતી.

મને પણ ફેનિલે માથામાં માર્યું અને અમારી વચ્ચે ઝપાઝપી પણ થઇ. તેને એ સમયે ચાવી લઇ લીધી હશે. મને અને મોટા બાપુજીને વાગેલું જોઈને બહેન અને મમ્મી ઘરની બહાર બેઠા હતા તે ગેટ પાસે આવ્યા. તો બેનને જોઈને પકડી લીધી. તો મીડિયા રિપોર્ટર દ્વારા ધ્રુવને પૂછવામાં આવ્યું કે ઘટના સમયે સોસાયટીમાં પણ બીજા લોકો હાજર હતા તો કોઈ બચાવવા કેમ ના આવ્યું ?

આ સવાલના જવાબમાં ધ્રુવે કહ્યું કે, “તેની પાસે ધારદાર હથિયાર હતું. કોઈ જરા પણ આગળ જાય તો તે ફેરવી દે એની બીક હતી જેના કારણે કોઈ આગળ નહોતા આવ્યા અને મોટાભાગની લેડીઝ હતી અને તેમને મારી નાખે એટલે કોઈ આગળ ના આવ્યા.” આ ઉપરાંત પોતાનો અફસોસ વ્યક્ત ધ્રુવે કહ્યું કે “મને મારી બહેને જવાની ના પાડી હતી, છતાં પણ હું ગયો !”

disabled