ફૂલ જેવી ગ્રીષ્માની ગળું કાપીને હત્યા કરી નાખી અને છતાં પણ પોલીસ સમક્ષ હત્યારા ફેનિલે આપ્યું એવું નિવેદન કે સાંભળીને જ તમારું લોહી ઉકળી ઉઠશે

ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતની માસુમ દીકરી ગ્રીષ્માની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી. ફેનિલ ગોયાણી નામના નરાધમ યુવકે એક તરફી પ્રેમના કારણે આ દીકરીની હત્યા કરી દીધી હતી. ગ્રીષ્માની હત્યા કર્યા બાદ ફેનિલે પણ પોતાના હાથની નસ કાપી લીધી હતી અને ઝેરી દવા પણ પી લીધી હોવાનું સામે આવ્યું હતું જેના બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને તેનું હેરાન કરી દેનારું નિવેદન સામે આવ્યું છે.

આ બાબતે મીડિયા રિપોર્ટ દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે આરોપી ફેનિલે પોલીસને ચોંકવનારું નિવેદન આપ્યું હતું, તેને જણાવ્યું હતું કે ગ્રિશમાં સાથે તેની ઓળખાણ ગ્રીષ્માના એક મિત્ર પવન કળથિયા દ્વારા થઇ હતી. શરૂઆતમાં તે બાઈક લઈને ગ્રીષ્માને મળવા જતો હતો. ધીમે ધીમે બંને વચ્ચે વાત-ચિત્ત વધતા બંને વચ્ચે અવાર-નવાર મુલાકાતો થવા લાગી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર ફેનિલે એમ પણ જણાવ્યું છે કે ગત 22 ડિસેમ્બરના રોજ ગ્રીષ્માનો જન્મ ડિઓવર્સ હોવાના કારણે બંને આર.વી. કોલેજ ખાતે પણ મળ્યા હતા અને ફરવા માટે ગયા હતા. તેને એમ પણ જણાવ્યું કે એક વર્ષ પહેલા ગ્રીષ્માનો ફોન તૂટી જવાના કારણે તેને નવો ફોન લીધો હતો અને જૂનો ફોન રીપેર થતા તેના મામાના હાથમાં આવી ગયો અને અંદર રહેલા ફોટોથી બંનેના સંબંધોની જાણ તેના મામાને થઇ ગઈ હતી અને આ વાત ગ્રીષ્માએ ફેનિલને જણાવી હતી.

જેના બાદ ગ્રીષ્માએ ફેનિલને વાત ના કરવાનું જણાવ્યું હતું અને સામેથી મેસેજ કરવાનું જણાવ્યું હતું. જેના બાદ ગ્રીષ્માના મામા અને કાકાએ ફેનિલને અમરોલીની જેઝેડ કોલજ પાસે બોલાવ્યો હતો. જ્યાં ગ્રીષ્મા સાથે તેના મામા અને કાકા પણ હાજર હતા. ત્યાં ગ્રીષ્માના કાકા અને મામાએ ફેનિલને ધમકી આપતા કહ્યું હતું કે જે લફડું હોય તે મૂકી દેજે નહિ તો ટેરો વારો પડી જશે. જેના બાદ ફેનિલે કહ્યું હતું કે મારી અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમ સંબંધ છે તો અમારા લગ્ન કરાવી આપો. જેના બાદ તેના મામાએ આ બધું બંધ કરી દેવા અને તેના ઘરે તેના મમ્મી પપ્પાને મળવાનું જણાવ્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર ફેનિલે એમ પણ જણાવ્યું કે તેના બાદ સમાજમાં બદનામીના ડરથી ફેનિલે મળવાની ના પાડી હતી. પરંતુ ગ્રીષ્મા સાથે તેના મેસેજ ઉપર વાત ચાલુ જ હતી. ત્યારબાદ દિવાળી ઉપર ફેનિલના મોટા બાપાના દીકરા ઉપર ફોન આવ્યો હતો કે ફેનિલ ગ્રીષ્માને હેરાન કરી રહ્યો છે અને ગ્રીષ્માના મામાએ તેને હીરાબાગ સર્કલ પાસે બોલાવ્યો છે. જેના બાદ ફેનિલ અને તેના મોટા બાપાનો દીકરો બંને હીરાબાગ સર્કલ પાસે ગયા હતા.

જ્યાં ગ્રીષ્માના મામાએ ફેનિલનો ફોન લઈને ફોટો અને મેસેજ ડીલીટ કરાવી દીધા હતા. જેના બાદ ફેનિલે એમ પણ જણાવ્યું કે તેના ઘરે એક દિવસ રાત્રે 5-7 માણસો ગાડી લઈને આવ્યા હતા અને તું ફેનિલ છે તેમ કહીને લાફો પણ માર્યો હતો. જેના બાદ ફેનિલે પણ સામે લાફો માર્યો હતો અને તે લોકોએ ફેનીલનાં માતા પિતાને પણ માર માર્યો હતો. આ ઘટના બાદ ફેનિલે ગ્રીષ્મા સાથે વાત બંધ કરી દીધી હતી અને ત્યારબાદ હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.

disabled