ગ્રીષ્માનો હત્યારો હોસ્પિટલમાંથી છૂટી ગયો, હવે શું કરવું જોઈએં આનું?
સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ થયેલ ફેનિલે ગ્રીષ્મનું જાહેરમાં જ ગળું કાપીને કરપીણ હત્યા કરી નાંખ્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના બનાવે સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી મૂકી હતી. ગ્રીષ્મની હત્યા કર્યા પછી બેશરમ ફેનિલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો પછી તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી આજે તેને રજા આપવામાં આવતા પોલીસે અટકાયત કરી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, કામરેજ તાલુકાના પાસોદરા ખાતે સરેઆમ ગ્રીષ્મા નામની યુવતીનું ગળું નિર્દયતા પૂર્વક કાપીને તેની હત્યા કરનારા ફેનિલ નામના યુવકે ઉશ્કેરાટમાં ઝેરી દવા ગટગટાવી હતી. આટલું જ નહીં, આ હત્યારાએ પોલીસના ડરે પોતાના હાથની નસો કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તેની અટકાયત કરીને તેને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં આજે સિવિલ હોસ્પિટલમાંથી તેને રજા આપવામાં આવી હતી.
સુરતની માસુમ દીકરી ગ્રીષ્માના હત્યારા ફેનિલને રજા મળતા જ કામરેજ પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે તેને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. આટલું જ નહીં, સારવાર દરમિયાન પણ ફેનિલના પરિવારને છોડીને બીજા કોઈને પણ મળવા દેવામાં આવતા નહતા. જણાવી દઈએ કે, ફેનિલ નામનો યુવક સતત ગ્રીષ્માનો પીછો કરતો હતો.
આથી તેણીએ પોતાના કાકા અને ભાઈને આ વિશે વાત કરતાં તેઓએ ફેનિલને ઠપકો પણ આપ્યો હતો. આથી આવેશમાં આવેલો ફેનિલ પાસોદરા ખાતે ગ્રીષ્માને મળવા આવી પહોચ્યો હતો, જ્યાં તેણે જાહેરમાં તેની ગળું કાપીને હત્યા કરી નાંખી હતી. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ફેનિલ પર ફિટકાર વરસી રહ્યો છે. યુવતીના પરિવારજનો આરોપીને ફાંસીની સજાની માંગ કરી રહ્યાં છે, ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીષ્માના પરિવાર સાથે વીડિયો કોલથી વાતચીત કરી હતી. જેમાં મુખ્યમંત્રી દીકરીને ઝડપથી ન્યાય મળે તેવી પરિવારને ખાતરી આપી છે.
ગ્રીષ્માની હત્યા કર્યા બાદ પણ ફેનિલ શાંત રહ્યો નહીં. તેણે પોલીસ પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોતે ઝેરી ગોળી ખાધી હતી અને પોતાની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટરોએ ફેનિલની તપાસ કરતા કહ્યું કે, તેણે નસ કાપી નહોતી. તો ઝેરી દવા પીવાનું પણ નાટક કર્યું હતું.