હત્યારા ફેનિલને આવું કામ કરતા જરા પણ શરમ ના આવી, આ યુવતીને ફોન કરીને કહ્યું એવું કે, સાંભળીને તમને પણ ગુસ્સો આવી જશે

સુરતમાં થયેલી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં હાલ ડે ટુ ડે ટ્રાયલ ચાલુ છે અને કોર્ટની અંદર ઘણા બધા સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી ગઈ છે, આ દરમિયાન ઘણા બધા નવા નવા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે, ત્યારે હાલ એક ચોંકાવનારો મામલો પણ સામે આવ્યો છે, જેને લોકોને પણ હેરાન કરી દીધા છે.

જેલમાં બંધ હત્યારા ફેનિલે જેલની લેન્ડલાઈન ઉપરથી ક્રિષ્ના નામની એક યુવતીને ફોન કરીને તેના પક્ષમાં જુબાની આપવા માટે જણાવ્યું હતું, પરંતુ ક્રિષ્નાએ આ બાબતની જાણ પોલીસ અધિકારીને કરી દેતા આ સમગ્ર મામલો બહાર આવી ગયો હતો. ક્રિષ્ના નામની આ યુવતીને ફેનિલે પોતાની બહેન માની હોવાનું સામે આવ્યું છે.

આ બાબતે મળતી વધુ માહિતી અનુસાર ગત બુધવારના રોજ ફેનિલે લાજપોર જેલની ઓથોરિટીને જણાવ્યું હતું કે તે તેની બહેનને ફોન કરવા માંગે છે, જેના બાદ સત્તાધીશ દ્વારા ફેનિલને પરવાનગી આપવામાં આવી હતી, આ દરમિયાન ફેનિલે તેની માનીતી બહેન ક્રિષ્ના સાથે ફોન ઉપર વાત કરી હતી.

જેમાં ફેનિલે કહ્યું હતું કે “આજે બપોરે બે ગઈ કોર્ટમાં આવજે અને મારા પક્ષમાં જુબાની આપજે.” ક્રિષ્નાએ આ વાત અધિકારીને જણાવતા અને પછી કોર્ટમાં પણ સામે આવતા સૌ કોઈ હેરાન રહી ગયા હતા. ત્યારે આ મામલાને લઈને મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં અરજી આપી હતી અને આરોપી ફેનિલે આરોપીના હક્કોનો દૂરઉપયોગ કર્યો હોવાના કારણે તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ફેનિલની માનીતી બહેન ક્રિષ્નાએ કોર્ટમાં જુબાની આપતા જણાવ્યું હતું કે ફેનિલ પહેલાથી જ ગ્રીષ્માની પાછળ પડ્યો હતો. ગ્રીષ્મા ફેનિલને પસંદ કરતી નહોતી, તે છતાં પણ ફેનિલ તેની સાથે રહેવા માટે અનેક પ્રયાસો કરતો હતો. ફેનિલ જયારે પણ કોલેજની બહાર ક્રિષ્નાને મળતો ત્યારે “હું પેલીને મારી નાખવાનો છું.” એમ કહેતો હતો. જે દિવસે ગ્રીષ્માની હત્યા કરી તે દિવસે પણ ફેનિલે ક્રિષ્નાને ફોન કરી અને જણાવ્યું હતું કે તે ગ્રીષ્માની હત્યા કરવાનો છે.

પરંતુ ક્રિષ્નાએ આ વાતને મજાકમાં સમજી લીધી, કારણ કે અગાઉ પણ ફેનિલ આવું ઘણીવાર બોલી ચુક્યો હતો, પરંતુ જયારે બીજા દિવસે સમાચારપત્રો અને ન્યુઝ ચેનલમાં આ ઘટના વિશે ક્રિષ્નાએ જાણ્યું ત્યારે તે પણ હેરાન રહી ગઈ હતી. ક્રિષ્નાની જુબાનીથી કોર્ટમાં બેઠેલા લોકો પણ હેરાન રહી ગયા હતા.

disabled