ક્યારેક એકબીજાને ભરપૂર પ્રેમ કરતા હતા બોલીવુડના આ 7 સ્ટાર્સ, હવે એકબીજાની સાથે વાત પણ નથી કરતા - Chel Chabilo Gujrati

ક્યારેક એકબીજાને ભરપૂર પ્રેમ કરતા હતા બોલીવુડના આ 7 સ્ટાર્સ, હવે એકબીજાની સાથે વાત પણ નથી કરતા

એક સમયે આ 7 કપલ દિવસ અને રાત પ્રેમ કરતા, આજે એકબીજા સામું પણ નથી જોતા

બોલીવુડના ઘણા કપાલ આપણે જોયા છે જે એકબીજાને ભરપૂર પ્રેમ કરતા હોય છે, પરંતુ એ બંને વચ્ચે બ્રેકઅપ થઇ જતું હોય છે અને તેના કારણે તે એકબીજાથી અલગ પણ થઇ જતા હોય છે, બંને પોત પોતાના જીવનમાં સફળતાની ટોચ ઉપર હોય છે તે છતાં પણ એમના વચ્ચે ઘણી એવી બાબતો બને છે જેના કારણે બંને અલગ થઇ જાય છે, અલગ થવું તો સમજ્યા પણ એ બંને વચ્ચે એવું અંતર આવી જાય છે કે એકબીજા સાથે વાત પણ નથી કરી શકતા, આજે આપણે એવા જ બોલીવુડના પ્રખ્યાત 7 કપલ વિષે તમને જણાવીશું.

1. જ્હોન અબ્રાહિમ અને બિપાસા બાસુ: અભિનેતા જ્હોન અબ્રાહિમ અને બિપાસા બાસુની લવ સ્ટોરી બોલીવુડમાં ખુબ જ પ્રખ્યાત હતી, બંનેએ એકબીજાને 10 વર્ષ સુધી ડેટ કર્યું, બંને લગ્ન પણ કરવાના હતા પરંતુ જ્હોન અબ્રાહમે બિપાસા સાથે દગો કર્યો અને પ્રિયા રૂચાલ સાથે લગ્ન કરી લીધા, જોહનના લગ્નની આવેલી અચાનક ખબરથી બૉલીવુડ સમેત બિપાસા પણ ડાંગ રહી ગઈ હતી અને ત્યારથી બંનેના રસ્તા અલગ થઇ ગયા.

2. સલમાન ખાન અને ઐશ્વર્યા રાય: સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની જોડીને તો આજે પણ ચાહકો ભૂલી શકતા નથી. પરંતુ સલામનના કેટલાક ખરાવહારના કારણે ઐશ્વર્યાએ તેની સાથે બ્રેકઅપ કરી નાખ્યું, ત્યારબાદ સલમાન ઘણો જ હેરાન થઇ ગયો હતો, ઐશ્વર્યાના શૂટિંગના સેટ ઉપર જઈને પણ ધમાલ કરતો અને ઐશ્વર્યાની જયારે વિવેક ઓબોરૈ સાથે જોડાવવાની ખબર આવી ત્યારે સલમાને પૂરું કરી દેવાની વાતો કહેલી હતી  ત્યારબાદ ઐશ્વર્યાએ સલમાનનું નામ પણ સાંભળવાનું બંધ કરી દીધું.

 

3. કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચન: કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચન વચ્ચેની લવ સ્ટોરી પણ જગ જાહેર છે, બંનેની સગાઈ પણ થઇ ગઈ હતી, પરંતુ કરિશ્માની મમ્મીના કારણે તેની સગાઈ તૂટી ગઈ, ત્યારબાદ અભિષેકે ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા અને કરિશ્માએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા, પરંતુ કરિશ્માના લગ્ન ટક્યા નહિ તેના ડિવોર્સ થયા અને હવે તે એકલી રહે છે.

4. શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર: અક્ષય કુમારનું અફેર આમ તો ઘણી અભિનેત્રીઓ સાથે હતું પરંતુ શિલ્પા શેટ્ટી સાથેના અફેરની ચર્ચાઓ ઘણી જ ચાલી હતી, અક્ષયે શિલ્પાને લગ્ન કરવાનું પણ કહ્યું હતું, પરંતુ એજ સમયે ટવિંકલ ખન્ના સાથે પણ તેનું અફેર ચાલતું હતું, શિલ્પાએ જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અક્ષયે માત્ર તેનો યુસ કર્યો છે. આજે બંને વાત પણ કરવાનું પસંદ નથી કરતા.

5. કરીના કપૂર અને શાહિદ કપૂર: કરીના કપૂર અને શાહિદ કપૂર વચ્ચે પણ અફેરની ખબરો આવી હતી, પોતાના કેરિયરની શરૂઆતમાં જ બંને એકબીજા સાથે પ્રેમ કરી બેઠા હતા. પરંતુ જબ વી મેટ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે અંતર આવવા લાગ્યું અને અલગ થઇ ગયા, શાહિદ બ્રેકઅપના કારણે ઘણો ડિપ્રેશનમાં પણ આવી ગયો હતો અને તેમાંથી બહાર નીકળતા તેને ઘણો જ સમય પણ લાગ્યો હતો.

6. કંગના રાનૌત અને ઋત્વિક રોશન: કનગના રાનૌટ અને ઋત્વિક રોશન વચ્ચેનો પ્રેમ તો હોઈને જોવા નહિ મળ્યો હોય પરંતુ બંને વચ્ચેના ઝગડા આખી દુનિયાએ જોયા, કંગનાએ જ એક ઈન્ટવ્યુમાં જણાવ્યું હતું કે ઋત્વિક અને તેની વચ્ચે સંબંધો હતા અને ઋત્વિકે ખાલી તેનો યુસ કર્યો, પણ ઋત્વિકે આ તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા.

7. પ્રીતિ ઝિન્ટા અને નેસ વાડિયા: અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની બિઝનેસમેન નેસ વાડિયા સાથેના અફેરની ખબરો પણ જગ જાહેર હતી, પરંતુ અચાનક પ્રીતિએ નેસ વાડિયા વિરુદ્ધ હેરનગતિ અને માપીટ કરવાની ફરિયાદ લખાવી જેના બાદ બંને અલગ થઇ ગયા હતા.

Live 247 Media
After post

disabled