આશ્રમ શોમાં બાબા નિરાલાની સોનિયા બનવા માટે બોલીવુડની આ મોટી અભિનેત્રીએ આવું આવું કરવું પડ્યું હતું, જાણીને દંગ રહી જશો તમે  - Chel Chabilo Gujrati

આશ્રમ શોમાં બાબા નિરાલાની સોનિયા બનવા માટે બોલીવુડની આ મોટી અભિનેત્રીએ આવું આવું કરવું પડ્યું હતું, જાણીને દંગ રહી જશો તમે 

‘આશ્રમ 3’ના ટ્રેલર પછી ચાહકોની ઉત્તેજના બે ગણી વધી ગઈ છે. ઇશા ગુપ્તા આ વેબ સિરીઝ અને તેના પાત્ર સોનિયા સાથે જોડાયેલી ખાસ વાતો કહેવા માટે વેબ સિરીઝના ડિરેક્ટર પ્રકાશ ઝા સાથે ઝી ન્યૂઝ સ્ટુડિયો પહોંચી હતી. ઝી ન્યુઝ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં ઇશા ગુપ્તાએ વેબ સિરીઝ સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા. તેણે એ પણ જણાવ્યું કે તે તેના પાત્રને લઈને કેટલું દબાણ અનુભવી રહી છે. ઝી ન્યૂઝ સાથે વાત કરતાં ઇશા ગુપ્તાએ કહ્યું કે ‘પહેલા મને શ્રુતિજીનો ફોન આવ્યો કે આ વેબ સીરીઝને લઇને પ્રકાશ ઝાના મગજમાં તમારુ નામ છે.

આ પછી, લગભગ 5-6 દિવસ કોવિડમાં હા અને ના વિચારવામાં નીકળી ગયા. તે પછી હું સરની પાછળ લાગી ગઇ. સરે મને ફરીથી કહ્યું કે કદાચ કાસ્ટિંગ કોઈ બીજા દ્વારા લોક થઇ ગયુ છે. આ પછી લગભગ 20 દિવસ સુધી મેં સરને સવારે, બપોરે અને રાત્રે ગુડ મોર્નિંગથી લઈને ગુડ નાઈટ સુધીના મેસેજ મોકલ્યા. હંમેશા પૂછતા હતા કે સાહેબ શું થયું ? તેથી આખરે મને મારા પોતાના હાથમાં જે જોઈતું હતું તે મળ્યું. પણ સાહેબે ખરેખર ખૂબ પરેશાન કરી.

‘ ઇશા ગુપ્તાએ કહ્યું કે ‘આ વેબ સિરીઝમાં દરેકનો રોલ ખૂબ જ સારો છે. પછી તે અદિતિનો હોય કે ત્રિધા ચૌધરીનો. બાબા નિરાલા બધાનું ફેવરિટ પાત્ર હશે, પણ મારા માટે ભોપાનો રોલ ફેવરિટ છે. જ્યારે હું ભોપાની ભૂમિકા ભજવનાર ચંદનને મળી ત્યારે મેં તેને કહ્યું કે હું તમારી બહુ મોટી પ્રશંસક છું. કારણ કે જ્યારે પણ ભોપા સ્ક્રીન પર આવે છે ત્યારે મને ઉત્સાહિત કરે છે કે અરે, ભોપાજી આવી ગયા. દરેકના પાત્રો ખૂબ સારા છે.

તેથી જ્યારે સરે મને તેમાં ઉમેરી, ત્યારે હું વધુ દબાણ અનુભવી રહી હતી કારણ કે જે રિઝનથી મને લાવવામાં આવી…સોનિયાનું નવુ પાત્ર…તેને બસ હું જસ્ટિફાઇ કરી શકું. ઇશાએ આગળ કહ્યુ કે, સેટ પર ઘણુ સારુ લાગી રહ્યુ હતુ. મારુ પહેલાથી ઇન્ડસ્ટ્રી સાથે કોઇ કનેક્શન ન હતુ. જે પણ આ વેબ સીરીઝમાં છે તેને હું પહેલાથી જાણતી હતી. મારુ પાત્ર સોનિયાનું હતુ તેને નિભાવવું સરળ બની ગયુ .હવે બાબાને ભગવાન બનાવ્યા કે શું એ તો હવે દર્શક જોશે.

સુપર હોટ ઇશા ગુપ્તા ‘આશ્રમ 3’માં જોવા મળશે. જેનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ખળભળાટ મચી ગયો હતો. આ વેબ સિરીઝમાં ઈશા ઈમેજ મેકર સ્પેશિયાલિસ્ટના રૂપમાં છે જે બાબા નિરાલા (બોબી દેઓલ)ને તેની પ્રતિષ્ઠા વધુ વધારવામાં મદદ કરશે. આ પાત્ર વિશે ઇશા ગુપ્તા કહે છે કે આ વેબ સિરીઝનો ભાગ બનવું એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. અજાણતાં, પણ મારી ઈચ્છા પૂરી થઈ.

ટ્રેલરમાં ઇશા ગુપ્તા લાલ રંગની સાડી પહેરેલી જોવા મળી હતી અને ક્યારેક તે સાડીને બાજુ પર રાખીને પોતાનો બોલ્ડ લુક બતાવતી કેમેરામાં જોવા મળી હતી. આ ટ્રેલરમાં ઇશા ગુપ્તાના કેટલાક ડાયલોગ્સ પણ છે જે આ ટ્રેલરને વધુ શાનદાર બનાવી રહ્યા છે. જેમાં તે બોલે છે ‘બાબા જી કી સદા જય હો, હું તમારી અંદરના ભગવાનને આખી દુનિયાની સામે બહાર કાઢીશ.’ આ વેબ સિરીઝ MX પ્લેયર પર 3 જૂને રિલીઝ થવાની છે.

Live 247 Media

disabled