આ 10 દેશોમાં ડ્રાઈવિંગના છે કડક અને વિચિત્ર કાયદા, પાલન ન કરવા પર મળી શકે છે સજા

ભારતમાં ડ્રાઈવિંગના રૂલ્સ સામાન્ય હોવાછતા લોકો એને ફોલો નથી કરતા. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાના કેટલાક દેશોમાં તમારે વિશેષ અને વિચિત્ર કહી શકાય તેવા રુલ્સ ફોલો કરવા પડે છે. જો તમે એને ફોલો ના કરો તો મુશ્કેલીમાં પડી શકો છો. આજે અમે તમને દુનિયાના 10 દેશો વિશે જણાવીશું જ્યાના ડ્રાઇવિંગ રૂલ્સ તમને મુશ્કેલીમાં નાખી શકે છે.

1. મૈસાચુસેટ્સ: અમેરિકાના આ સ્ટેટમાં તમે કારની બેક સીટ પર કૂતરા અને બિલાડીને બેસાડીને ડ્રાઈવ કરી શકો છો. પરંતુ તમારી બેક સીટ પર ગોરિલ્લા બેઠો હોય તો તમારે ખાસ્સો દંડ ભરવો પડે છે.

2. પેનસિલ્વેનિયા: પેનસિલ્વેનિયામાં ડ્રાઈવ કરતી વખતે પ્રાણીઓનું ખાસ્સું ધ્યાન રાખવું પડે છે. ગાડીથી કોઈ પ્રાણીને નુકસાન ના થાય તે માટે દર એક કિમીએ લાઈટ ઓન કરીને તમારે પ્રાણીઓને સિગ્નલ આપવાનું જરૂરી છે.

3. મોન્ટાના: યૂએસના મોન્ટાના સ્ટેટમાં ટ્રક પરમાં બકરાઓને સિક્યુરિટી વિના લઇ જવાની મનાઈ છે. આમ કરનારને સજા પણ થઈ શકે છે.

4. લક્ઝમબર્ગ: યૂરોપના લક્ઝમબર્ગમાં તમારી કારમાં વિન્ડશીલ્ડ હોય કે ના હોય પણ વિન્ડશીલ્ડના વાઈપર્સ હોવા જરૂરી છે.

5. જોર્જિયા: જોર્જિયામાં પ્લેગ્રાઉન્ડમાં કાર ચલાવવી ઈલીગલ છે.

6. ન્યૂ જર્સી: ઇન્ડિયામાં તો ઘણાં લોકો રસ્તા પર ટ્રાફિક પોલીસ સાથે લડતા હોય છે. પરંતુ ન્યૂ જર્સીમાં આવું કરવાનો વિચાર ભૂલથી પણ ના કરતા. આ દેશમાં ટ્રાફિક પોલીસને ઘુરીને જોવા કે એમની સાથે વિવાદ કરવો ઇલીગલ છે. વાત એમ છે કે આ દેશમાં પબ્લિકલી ગુસ્સે થવાની મનાઈ છે. તમે આવું કરતા પકડાઓ તો તમને સજા થઈ શકે છે.

7. ઓહાયો: ઘણાં લોકોને એડવેન્ચર ગમતા હોય છે. પરંતુ ઓહિયોમાં આમ કરવું મોંધુ પડી શકે છે. અહીં કારની ઉપર બેસવાની મનાઈ છે. આમ કરનારે ફાઈન ભરવો પડે છે.

8. ઓક્લાહોમા: ઓક્લાહોમામાં ડ્રાઈવ કરતી વખતે કૉમિક બુક વાંચવાની મનાઈ છે. આનો અર્થ કે કૉમિક સિવાયનું કોઈપણ પુસ્તક વાંચી શકાય છે.

9. સ્પેન: આ દેશમાં ડ્રાઈવ કરતી વખતે જો તમે ચશ્મા પહેર્યા હોય તો કારમાં ચશ્માની બીજી પેર રાખવી ફરજીયાત છે. જો તમે બીજી પેર વિના પકડાવો તો તમારે ફાઈન ભરવો પડે છે.

10. મિસૌરી: મિસૌરીમાં કોઈ બીજાની કારનું હોર્ન વગાડવું ઇલીગલ છે. પરંતુ એનથી સમજાતુ ડ્રાઈવ કરતી વખતે કોઈ બીજાની ગાડીનું હોર્ન વગાડી પણ કેવી રીતે શકે.

disabled