ડગ કેસમાં દીકરો જેલમાં છે અને અહીં શાહરૂખ ખાન ટીવી પર કહી રહ્યો છે એવું કે… યુઝર્સ કરી રહ્યા છે પ્રશંસા

દિવાળી પહેલા કેડબરી બ્રાન્ડે તેના યુટ્યુબ પેજ પર એક ખાસ જાહેરાત અપલોડ કરી છે. આ વીડિયોમાં બે ખાસ વાતો છે. પહેલી એ કે આ જાહેરાતમાં ખાસ સંદેશ છે અને બીજી એ કે આ જાહેરાતમાં શાહરૂખ ખાન છે. આ એડ પોસ્ટ થતાની સાથે જ તે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક કહે છે કે, હું એસઆરકેની આંખોમાં ઉદાસી જોઈ શકું છું. કોઈ કહી રહ્યું છે કે અમે તમારા દુ ખના સમયે તમારી સાથે છીએ. શાહરૂખ ખાનને લઈને લોકોની પ્રતિક્રિયા હૃદયને હચમચાવી દે તેવી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ક્રુઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

‘નોટ જસ્ટ એ કેડબરી એડ’ ટાઇટલ વાળી આ જાહેરાતની શરૂઆત સ્થાનીય વ્યવસાયિઓના વોઇસ ઓવર અને બાઇટ્સ સાથે થઇ, જેમાં દર્શકોને જણાવવામાં આવ્યુ કે, મહામારીને કારણે કેટલી ખરાબ રીતે તેઓ પ્રભાવિત થયા છે. વીડિયોમાં આગળ સાંભળી શકાય છે કે આ દીવાળી અમે ભારતના સૌથી મોટા બ્રાંડ એમ્બેસેડરને પોતાના બ્રાંડ એમ્બેસેડર બનાવી સેકડો નાના વ્યવસાયીઓની મદદ કરી.

આ જાહેરાત યુટ્યુબ પર અપલોડ થયા બાદ વાયરલ થઈ ગઈ છે. આ જાહેરાતને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી અને સાથે જ યુઝર્સે પણ નાના બિઝનેસને પ્રોત્સાહન આપવા બદલ કંપનીની પ્રશંસા કરી હતી. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, ‘વાહ, શાહરૂખ ખાન એડમાં અદભૂત છે… આઈ લવ યુ.’ અન્ય યુઝરે લખ્યું, ‘આ એડ ખરેખર અદ્ભુત છે.’

શૉટ માટે, શાહરૂખ ખાન ક્રીમ રંગની શેરવાની પહેરેલો જોવા મળ્યો હતો. તેમણે વિવિધ દુકાનોના નામ આપ્યા અને પ્રેક્ષકોને તેમની પાસેથી કપડાં, શૂઝ, મીઠાઈઓ, ગેજેટ્સ વગેરે ખરીદવા વિનંતી કરી. બ્રાન્ડે જાહેરાત મારફતે જણાવ્યું હતું કે તેઓએ જાહેરાતમાં સ્થાનિક સ્ટોરને નામ આપવા માટે શાહરૂખ ખાનના ચહેરા અને અવાજને ફરીથી બનાવવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કર્યો હતો. વીડિયોના અંતે શાહરૂખે કહ્યું, ‘આપણી આસપાસની દુકાનોમાં પણ દિવાળીની મીઠાઈ હોવી જોઈએ ને.’

Here’s to giving the small stores around us a Diwali filled with sweetness.
Click on the link below to make an ad for them.https://t.co/kD5knqyslE #Diwali #Diwali2021 #CadburyCelebrations #KuchAcchaHoJayeKuchMeethaHoJaaye #NotJustACadburyAd pic.twitter.com/AKShqPPvFf

— Cadbury Celebrations (@CadCelebrations) October 22, 2021