બોલીવુડના આ મોટા સેલિબ્રિટીના 17 વર્ષના પુત્રે કરી હતી આત્મહત્યા, દારૂ પીને ઘરે આવ્યો અને પપ્પાએ…..કારણ આવ્યું સામે

મિત્રો બોલીવુડ ઇન્ડસ્ટ્રીના ફેમસ ડાયરેક્ટર ૧૭ વર્ષના સગીર દીકરાનું મનનનું અંધેરી સ્થિત તેના ઘરે પાંચમે માળેથી નીચે પડી જતા મોત થયું હતું. આ ઘટનામાં મનને મોતની છલાંગ લગાવી કે તે અકસ્માતે નીચે પડી ગયો તે જાણી શકાયું નથી. ડાયરેક્ટરના દીકરા ના અચાનક થયેલ મોતથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો આઘાત પામ્યા છે.

dhuletiના દિવસોમાં જ આ ઘટના બનતા ગિરીશ મલિકના ઘરમાં માતમ ફેલાઇ ગયો હતો. ગીરિશ મલિકે વર્ષ ૨૦૨૦માં સંજય દત્ત અભિનીત તોરબાઝ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી. રિપોર્ટ અનુસાર મનન બપોરે હોળી-ધૂળેટી રમી ઘરે પાછો ફર્યો ત્યારબાદ ઓબેરોય સ્પિગ્સ બિલ્ડીંગની એ વિંગમાં આ ઘટના બની હતી.

મનનના મોતની દુઃખદ ખબરને ફિલ્મ તોરબાઝમાં ગિરીશ મલિકના પાર્ટનર રહેલા પુનિત સિંહે પણ સમર્થન આપ્યું હતું. આ ખરાબ સમયમાં પોતે કાંઇ કહેવાની સ્થિતિમાં નથી કે ખરેખર શું થયું હતું. આ ઘટનાથી સંજય દત્ત પણ દુઃખમાં છે. આ બાબતે તોરબાઝના પ્રોડયુસર રાહુલ મિત્રાએ એક વેબસાઇટને જણાવ્યું હતું કે સંજય દત્તને પણ આ બાબતની જાણકારી આપવામાં આવી હતી અને તેને પણ દુઃખ થયું હતું.

અમે તમામ ઘટનાથી ખૂબ દુઃખી થયા છીએ. તોરબાઝ ફિલ્મમાં સંજયદત્તે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ગીરિશ મલિકે ૨૦૧૩માં ‘જલ’ નામે ફિલ્મ પણ બનાવી હતી. હવે નવી અપડેટ આવી છે કે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા અંબોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર સાહેબ બંદોપંત બંસોડેએ મામલાની માહિતી આપતા જણાવ્યું છે કે

ડાયરેક્ટરનો દીકરો હોળી રમીને આલ્કોહોલ પીને ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા પછી પણ તે આલ્કોહોલ પીતો રહ્યો. તેને નશામાં ધૂત જોઈને તેના પિતાએ તેને પીવાની મનાઈ કરી અને થોડાક શબ્દો બોલ્યા. પરંતુ તેણે સાંભળ્યું નહીં અને મગજ ગુમાવ્યો પછી આવીને 5માં માળે આવેલા ઘરની બારીમાંથી કૂદી ગયો.

disabled