હાથ હટાવતી રહેલી દીપિકાને કિસ કરતો રહ્યો વ્યક્તિ, ડીપનેક સ્ટ્રેપી ડ્રેસમાં અભિનેત્રીને જોઇ કંટ્રોલ ખોઇ બેઠો આ વ્યક્તિ

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આ દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની ખૂબસુરતીથી બધાને ઇમ્પ્રેસ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રી આ વર્ષે જૂરી મેમ્બર્સમાં સામેલ છે અને રોજ દીપિકાના શાનદાર લુક્સ જોવા મળી રહ્યા છે. દીપિકાના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના ઘણા લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એવામાં દીપિકાનો કાન્સ રેડ કાર્પેટથી એક વીડિયો સામે આવ્યો છે, જે ટોક ઓફ ધ ટાઉન બનેલો છે. દીપિકાની ફેન ફોલોઇંગ દુનિયાભરમાં છે.

દીપિકા એટલી ખૂબસુરત છે કે જ્યારે પણ કોઇની નજર તેના પર પડે છે તો તે બસ અભિનેત્રીને જોતા જ રહે છે. કાં તો પછી તેને સ્પર્શવાની અથવા તો તેની સાથે સેલ્ફી લેવાની કોશિશ કરતા રહે છે. કંઇક આવું જ રેડ કાર્પેટ પર જોવા મળ્યુ. જેવી જ હોલિવુડ સ્ટારની નજર દીપિકા પર પડી તો આ વ્યક્તિ દીપિકાને મળ્યા વગર ન રહી શક્યો. જો કે, દીપિકા માટે આ જરા અનએક્સપેક્ટેડ હતુ.

દીપિકા રેડ કાર્પેટ પર જ્યાં પેપરાજીને પોઝ આપવામાં વ્યસ્ત હતી ત્યાં અચાનક આ વ્યક્તિ આવી ગયો. દીપિકા કંઇ સમજી શકતી એ પહેલા આ વ્યક્તિએ દીપિકાને હગ કરવાનુ અને કિસ કરવાનું શરૂ કરી દીધુ. એવામાં વીડિયોમાં જોઇ શકાય છે દીપિકાએ આ સિચ્યુએશનને ઘણી શાનદાર રીતે હેન્ડલ કરી. દીપિકા પહેલા તો થોડી અસહજ જોવા મળી  અને તે વ્યક્તિનો હાથ પોતાની કમર પરથી હટાવતી જોવા મળી પરંતુ જેવી જ દીપિકાએ તેને ઓળખ્યો કે પ્રેમાળ સ્માઇલ સાથે હગ કર્યુ.

અભિનેત્રીનો આ વીડિયો સો.મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન દીપિકાએ રેડ ડીપનેક સ્ટ્રેપી ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ઘણી જ ખૂબસુરત લાગી રહી હતી. અભિનેત્રીના આ લુકમાં નેકલેસ ચાર ચાંદ લગાવી રહ્યો હતો.

After post

disabled