આ બે છોકરીઓએ પાર્ટીમાં કર્યો એવો ડાન્સ કે વીડિયો વાયરલ થતા જ લોકો પણ ઝૂમી ઉઠ્યા - Chel Chabilo Gujrati

આ બે છોકરીઓએ પાર્ટીમાં કર્યો એવો ડાન્સ કે વીડિયો વાયરલ થતા જ લોકો પણ ઝૂમી ઉઠ્યા

લાખોવાર જોવાયો ચંડીગઢની આ બે છોકરીઓનો ડાન્સ વીડિયો, ખૂબ થઇ રહ્યો છે વાયરલ

પાર્ટી, નાઇટ લાઇફ અને મ્યુઝિક માટે ચંડીગઢ દેશભરમાં મશહૂર છે. ઘણીવાર આ શહેરની પાર્ટીઓના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે. આવો જ એક ડાન્સ વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, આ વીડિયો એક ન્યુ યર પાર્ટીનો છે. વીડિયોમાં લોકો નવા વર્ષની ખુશીમાં જોરદાર મસ્તી કરતા જોવા મળે છે.

જો કે, લોકોનું ધ્યાન આ વીડિયોમાં ખાલી બે છોકરીઓ જ ખેંચી રહી છે. આ બંને છોકરીઓ મસ્તીમાં ચૂર થઇને પંજાબી ગીત પર ડાન્સ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જોવામાં આવી રહ્યો છે. ચંડીગઢ ધ બ્યુટીફુલ સિટી નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. એક જાન્યુઆરીના રોજ શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી 1.3 મિલિયન કરતા પણ વધારે વ્યુઝ મળ્યા છે અને 49 હજાર કરતા વધારે લોકોએ વીડિયો લાઇક કર્યો છે.

મોટી સંખ્યામાં લોકોએ આ વીડિયો પર કમેન્ટ પણ કરી છે. આ વીડિયો પર લોકોની મળતી ઝુલતી પ્રતિક્રિયા આવી રહી છે. કેટલાક લોકોનું કહેવુ છે કે આ વીડિયો ન્યુ યર પાર્ટીનો નથી લાગતો. એક યુઝરે લખ્યુ- શું સાતે આ ન્યુ યર પાર્ટીનો છે કારણ કે કોઇએ પણ ઠંડીના કપડા નથી પહેર્યા. એક યુઝરે લખ્યુ- મને ગર્વ છે કે આ છોકરીઓ પાસે જે ઇચ્છે તે કરવાની આઝાદી છે. એકે મજાકિયા અંદાજમાં લખ્યુ- આમને ઠંડી નથી લાગતી. ત્યાં એકે લખ્યુ- આ ચંડીગઢનો વીડિયો નથી લાગતો.

Live 247 Media

disabled