લગ્ન વગર જ પિતા બન્યા આ 4 મશહૂર ક્રિકેટર, કોઈ બન્યું હમસફર તો કોઈનું થયું બ્રેકઅપ - Chel Chabilo Gujrati

લગ્ન વગર જ પિતા બન્યા આ 4 મશહૂર ક્રિકેટર, કોઈ બન્યું હમસફર તો કોઈનું થયું બ્રેકઅપ

લગ્ન કર્યા વગર બાપ બનવાનું સુખ મેળવી ચૂક્યા છે આ 4 ક્રિકેટરો

ક્રિકેટની દુનિયામાં ઘણા એવા નામ છે જે લગ્ન પહેલા જ પિતા બની ચુક્યા છે. બદલતા સમયની સાથે-સાથે રમત અને ખેલાડીઓ બંને મોર્ડન હોવાની સાથે-સાથે આગળ વધી તેના સંબંધને જાહેરમાં સ્વીકાર્યો છે. આવો જાણીએ ક્રિકેટની દુનિયા ના આ દિગ્ગ્જ નામ જે લગ્ન પહેલા જ પિતા બન્યા હતા. પિતા બન્યા બાદ ઘણા સ્ટારે લગ્ન કર્યા તો ઘણા અલગ થઇ ગયા હતા.
આવો જાણીએ કોણ-કોણ છે શામેલ.

1.વિનોદ કાંબલી

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ વિનોદ કાંબલી પણ લગ્ન વિના પિતા બન્યો હતો. જોકે કાંબલી પહેલાથી જ લગ્ન કરી ચૂક્યો હતો પરંતુ તેનું એક ફેશન મોડેલ એન્ડ્રીયા હ્યુવિટ સાથે અફેર હતું. સમાચાર અનુસાર, વિંડોદ એન્દ્રિયા સાથેના સંબંધ દરમિયાન પિતા બન્યો હતો. ત્યારબાદ કાંબલીએ આંદ્રિયા સાથે લગ્ન કર્યા હતા.

2.જો રૂટ

ઇંગ્લેન્ડનો સૌથી પ્રખ્યાત બેટ્સમેન અને ઉપ-કેપ્ટન રૂટ થોડા સમય પહેલા જ પિતા બન્યો છે. રુટની ગર્લફ્રેન્ડ કેરી કોટ્રેલે એક પુત્રને જન્મ આપ્યો છે. રુટના હાલ તો લગ્ન નથી થયા, પરંતુ તે તેના પિતાની જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવે છે.

3.ક્રિસ ગેલ

વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. ગેલ વેસ્ટ ઇન્ડીઝનો ખેલાડી છે અને આઈપીએલમાં બેંગ્લોરની ટીમમાં રમે છે. ગયા વર્ષે ગેલ પિતા બન્યો હતો. તેની ગર્લફ્રેન્ડ નતાશાએ એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ ગેલ દ્વારા બ્લશ રાખવામાં આવ્યું છે. ગેલે સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરીને આ વિશે માહિતી આપી હતી. ગેઇલ અને નતાશાએ હજી લગ્ન કર્યા નથી.

4.ડેવિડ વોર્નર

આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટિમમાં રમનાર ઓસ્ટ્રલિયન ખેલાડી ડેવિડ વોર્નર લિવ-ઇન દરમિયાન પિતા બન્યો હતો. તેનું મોડેલ અને આયર્ન વુમન કૈન્ડિસ એન ફુલઝન સાથે અફેર છે. 2014 માં તેમની પહેલી પુત્રી ઇવીના જન્મ પછી તેણે કૈન્ડિસ સાથે લગ્ન કર્યા હતા.ડેવિડ વોર્નર અને કૈન્ડિસએ એપ્રિલ 2015માં લગ્ન કર્યા. હાલમાં, ડેવિડ બે પુત્રીનો પિતા છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરે છે.

5.સર વિવિયન રિચર્ડ્સ

વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન સર વિવિયન રિચાર્ડ્સ 1980 માં ભારતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે તેની મુલાકાત એક્ટ્રેસ નીના ગુપ્તાને મળી હતી. બંને વચ્ચે અફેર લાંબા સમય સુધી ચાલ્યું અને આ દરમિયાન તે લિવ ઇનમાં રહ્યા હતા. 1989માં નીનાએ મસાબા નામની એક બાળકીને જન્મ આપ્યો. જો કે, પહેલાથીપરિણીત રિચાર્ડ્સે નીના સાથે લગ્ન કર્યા ન હતા, પરંતુ તે હજી પણ બંનેને તેના જીવનનો મહત્વપૂર્ણ ભાગ માને છે.

divyansh
After post

disabled