ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં થયો મોટો ધડાકો: હત્યારા ફેનિલને આલતા દિવસના પોલીસ રિમાન્ડમાં ધકેલ્યો અને ઓડિયો રેકોર્ડિંગમાં ખુલ્યું રાઝ

૧૨ તારીખે ગ્રીષ્માની હત્યા થઇ હતી અને જેને તેનો વિડીયો જોયો બધા જ લોકો ધ્રુજી ઉઠ્યા અને ઘણા લોકો વિચલિત થઇ ગયા, હવે નવી અપડેટ આવી છે કે હત્યારા ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી ફેનિલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે 19 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આરોપી ફેનિલના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

કોર્ટમાં સરકારી વકીલે દલીલ કરી દીધી કે આરોપી ઉપયોગમાં લેવાયેલા છરો ક્યાંથી લાવ્યો તેની તપાસ કરવી ખુબ જ જરૂરી છે. તે સિવાય આરોપી ફેનિલ સાથે અન્ય આરોપીની સંડોવણી છે કે નહી તેની પણ તપાસ કરવી ખૂબ જરૂરી છે. આરોપી ફેનિલે પ્રિ પ્લાન હત્યા કરી છે. મૃતક ગ્રીષ્માના ભાઇ અને કાકા પર પણ હુમલો કરાયો હતો. ગ્રીષ્માનું મોત થાય ત્યા સુધી આરોપી હથિયાર સાથે ઉભો થયો હતો.

સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે તપાસ માટે આરોપીની કસ્ટડીની જરૂર છે. હત્યા બાદ આરોપી ફેનિલે તેના મિત્રને ફોન કરી જાણકારી આપી હતી. આરોપી બે છરા લઇને આવ્યો હતો તેની તપાસ પણ બાકી છે. આરોપીના વોઇસ સ્ટેપોગ્રાફી કરવાની પણ જરૂર છે.

બીજી તરફ ગ્રીષ્મા હત્યા કેસમાં સુરત કોગ્રેસ આક્રમક બની હતી. કોગ્રેસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે કોગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન કરી રહેલા કોગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. અટકાયત સમયે પોલીસ અને કોગ્રેસના નેતાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.

આજે આ ઘટનામાં ફેનિલની એક કથિત ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ છે જેમાં તેણે ગ્રીષ્માને પતાવી નાખવાની વાત કરી હતી. પોતાના જ એક દોસ્ત સાથે તેણે માસુમ દીકરી ગ્રીષ્માનું કહું કરવા જતો હોવાની વાત કરી હતી. આ ઓડિયો ક્લિપની સત્યતા સામે આવી નથી પરંતુ તેમાં બોલનારી વ્યક્તિ ફેનિલ અને તેનો મિત્ર હોવાની વાત છે.

ફેનિલની આ ઓડિયો ક્લિપ પણ ટોક ઓફ થ ટાઉન બની રહી છે. ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમ સબંધ હતો કે નહોતો તે મુખ્ય વાત નથી પરંતુ મુખ્ય મુદ્દો જે પ્રકારે તેણે જાહેરમાં હત્યા કરી છે તેની નિર્મમતા છે. આ પ્રકારે ફેનિલની તરફેણમાં હવે વકીલો શું દલીલ કરશે તે પણ જોવું રહ્યું.

disabled