ભારતમાંથી કમાઈ કમાઈને લંડનમાં જાહોજલાલી વાળા લક્ઝુરિયસ બંગલા લીધા, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં
બોલિવૂડ સ્ટાર્સ ઘણીવાર રજાઓ માટે વિદેશ જતા હોય છે. તેમાંથી લંડન સૌથી વધુ પ્રિય સ્થળ છે. દર વર્ષે ઘણા કલાકારો તેમના પરિવાર સાથે લંડનની રજા માણવા અને પરિવાર સાથે સારો સમય પસાર કરવા જાય છે. શહેરની સુંદરતા, ફેશન સ્ટેટમેન્ટ, શાહી શૈલી કલાકારોને ખૂબ જ આનંદ આપે છે. બોલીવુડના ઘણા કલાકારોએ લંડનમાં પોતાનું ઘર બનાવ્યું છે. આજે અમે એવા કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની પાસે મુંબઈ સિવાય લંડનમાં લક્ઝુરિયસ હાઉસ છે.
શાહરૂખ ખાનના મુંબઈના ઘર વિશે બધાને ખબર છે. તેને લંડનમાં એક વૈભવી એપાર્ટમેન્ટ પણ ખરીદ્યું છે. શાહરૂખ ખાનનું ઘર મધ્ય લંડનના પાર્ક લેનમાં છે. તે હંમેશાં પરિવાર સાથે લંડનની રજાઓ પર જાય છે.
અજય દેવગન મોંઘા વાહનોથી માંડીને મોંઘી ચીજોનો શોખીન છે. અજય દેવગને લંડનમાં પોતાનું એક ઘર પણ ખરીદ્યું છે. કાજોલ લંડનને ખૂબ જ ચાહે છે. તેનું સ્વપ્ન હતું કે લંડનમાં એક ઘર હોય.
સોનમ કપૂર તેના પતિ આનંદ આહુજા સાથે લંડનમાં રહે છે. સોનમ અને આનંદનું ઘર લંડનના નોટિંગ હિલમાં છે. લગ્ન પહેલા કપલે ઘરની શોધ શરૂ કરી હતી. અનિલ કપૂર પણ પરિવાર સાથે ક્રિસમસ રજાઓ ગાળવા લંડનમાં સોનમના ઘરે ગયો હતો.
જુહુમાં શિલ્પાનો બંગલો ‘કિનારા’ છે. શિલ્પાનો લંડન બંગલો તેના પતિ રાજ કુંદ્રાએ ભેટો કર્યો હતો. રાજ કુંદ્રાનો ત્યાં મોટો બિઝનેસ છે. તમને જણાવી દઈએ કે શિલ્પા અને રાજની મુલાકાત લંડનમાં જ થઈ હતી.
જુહી ચાવલાનું લંડનમાં પોતાનું ઘર પણ છે. જુહીનો પતિ જય મહેતા મોટો ઉદ્યોગપતિ છે. જુહીના બંને બાળકો જાહ્નવી મહેતા અને અર્જુન મહેતા લંડનમાં અભ્યાસ કરે છે.
કેટરિના કૈફનો જન્મ હોંગકોંગમાં થયો હતો. 2011 માં કેટરિનાએ લંડનના હેમ્પસ્ટેડ વિસ્તારમાં મોટો બંગલો ખરીદ્યો. તે ઘણી વાર લંડન જાય છે.