મોરબી પુલમાં બાળકો સહિત આટલા લોકોના દર્દનાક મોત, ચારેબાજુ લોકો તરફડિયાં મારતા હતા, કોઈ નીચે પડ્યા તો કોઈ લટકતા હતા - Chel Chabilo Gujrati

મોરબી પુલમાં બાળકો સહિત આટલા લોકોના દર્દનાક મોત, ચારેબાજુ લોકો તરફડિયાં મારતા હતા, કોઈ નીચે પડ્યા તો કોઈ લટકતા હતા

મોરબીમાં રવિવારના દિવસે ઝુલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના બની છે. શહેરની શાન ગણાતો ઝુલતો બ્રિજ તૂટવાને કારણે અત્યાર સુધી 141 લોકોના મોતની ખબર સામે આવી છે. હજુ મૃત્યુંઆંક વધી શકે છે. 170 લોકોથી વધારેનું તો રેસ્કયુ કરવામાં આવી ચૂક્યુ છે. લોકોને બચાવવા માટે આખી રાત બચાવ કામગીરી ચાલુ હતી. જ્યારે બ્રિજ મેનેજમેન્ટ કંપીન વિરૂદ્ધ ગૈર ઇરાદતન હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.રાજકોટથી બીજેપી સાંસદ મોહનભાઇ કલ્યાણજી કુંદારિયાના 12 સંબંધીઓના પણ આ અકસ્માતમાં મોત થયા છે.

17 રૂપિયાની ટિકિટ મોતની ટિકિટ સાબિત થઈ છે. ઓરેવા કંપનીએ પૈસા કમાવાની લાયમાંમાં ઝૂલતા પુલની કેપેસિટીથી દુનિયાભરની ગણી ટિકિટ વેચી દીધી અને અનેકની જિંદગી છીનવી લીધી છે. ત્યારે આ દુર્ઘટનાને નજરે જોનાર બજરંગદળના કાર્યકર્તા ચિરાગ પરમારે DB ની ટિમ સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે ‘જેવો પુલ તૂટ્યો એવા અમે દોડ્યા, અનેક લોકો ચારેબાજુ તરફડિયાં મારતા હતા. કેટલાક લોકો નીચે પડ્યા હતા, કેટલાક લટકતા હતા. અમે બચાવ કામગીરી કરતા હતા, ત્યાં તંત્ર પણ આવી ગયું. તરફડિયાં મારતાં બાળકો અને મહિલાઓનાં દૃશ્યો બહુ ડરામણા હતાં. અમે આશરે 170 જેટલા લોકોને બચાવ્યા’

સોમવારે સવારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, આ મામલે અપરાધિક કેસ દાખલ કરવાાં આવ્યો છે અને આઇજીપી રેંકના અધિકારીના નેતૃત્ત્વમાં આની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પીડિત પરિવારોને 6-6 લાખના મુઆવજાનું એલાન કરવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે, બધા આખી રાત રાહત બચાવ કામમાં લાગ્યા રહ્યા. સેનાની ત્રણેય પાંખો નૌસેના, એનડીઆરએફ, એરફોર્સ અને આર્મીના જવાન ઘટના બાદ તાત્કાલિક પહોંચ્યા અને રાત્રે લગભગ 200થી વધારે જવાન રાહત કાર્યમાં લાગેલા હતા.

મોરબી અકસ્માત પર પોતે ગૃહમંત્રી અમિત શાહ નજર રાખી રહ્યા છે. રાતભર તે પ્રધાનમંત્રી કાર્યલયના સંપર્કમાં રહ્યા. ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ પણ પૂરી હાલાતની સ્થિતિ જાણી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઘટનાસ્થળની જાણકારી આપી. મોરબી બ્રિજ દુર્ઘટનામાં સોમવાર સવાર સુધીમાં મૃત્યુઆંક 140ને પાર પહોંચી ગયો છે અને અત્યાર સુધી 170 લોકોને બચાવી લેવાયા છે.

આ અકસ્માત રવિવારે સાંજે 6.30 વાગ્યે થયો હતો. 143 વર્ષ જૂનો આ બ્રિજ 6 મહિનાથી બંધ હતો. હાલમાં જ તેનું સમારકામ કરાયા બાદતેને 25 ઓક્ટોબરના રોજથી સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.ઈજાગ્રસ્તોની સારવાર માટે મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ બનાવવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 8 લોકોનો જેણે જીવ બચાવ્યો છે તે પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, અહીં એક હજારથી વધુ લોકો હાજર હતા

અને જેઓ તરવાનું જાણતા હતા તેઓ તરીને બહાર આવી રહ્યા હતા. બાળકો ડૂબતા હતા, પહેલા તેમને બચાવવામાં આવ્યા, જે બાદ વડીલોને બહાર કાઢવામાં આવ્યા હતા.ચા વેંચતા એક વ્યક્તિએ કહ્યું કે મેં આખી રાત લોકોને બચવાનું કામ કર્યા, મારી નજરની સામે 7-8 મહિનાની ગર્ભવતી મહિલાને મૃત્યુ પામ્યા જોઈ, મારુ હૃદય દ્રવી ઉઠ્યું.

Live 247 Media

disabled