“મ્હારે દેશ કી છોરીયા છોરો સે કમ ના હે !” છોકરીના લાઈવ વીડિયોમાં આવીને અપશબ્દો બોલનારા છોકરાને ભણાવ્યો એવો જોરદાર પાઠ કે… જુઓ વીડિયો

સ્કૂલની છોકરીના લાઈવમાં ગંદી ગંદી કોમેન્ટ કરવા વાળા છોકરાનો છોકરીએ રસ્તા વચ્ચે જ લગાવ્યો ક્લાસ, એક પછી એક થપ્પડ માર્યા અને કહ્યું… “તમે લોકો છોકરીઓને…”, જુઓ

ઇન્ટરનેટ પર આજે કઈ ઘટના ક્યારે વાયરલ થઇ જાય એ કોઈ નથી જાણતું. ઘણીવાર રસ્તે ચાલતા ચલતા કોઈ ઘટનાનો બનાવેલો વીડિયો પણ પોસ્ટ થવાની સાથે જ વાયરલ થઇ જતો હોય છે. ત્યારે આજના સમયમાં મહિલાઓ અને યુવતીઓ સાથે છેડછાડ થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. રસ્તા પર પણ લોકો છોકરીઓની છેડતી કરતા હોય છે.

ત્યારે હાલ આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.  ઓડિશાના એક કોલેજ સ્ટુડન્ટે સોશિયલ મીડિયા પર લાઈવ થયા બાદ અપશબ્દોનો ઉપયોગ કરનાર છોકરા સાથે જબરદસ્ત  બદલો લીધો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગુસ્સામાં આવેલી સ્કૂલ ગર્લ એક છોકરાને કોલર પકડીને ધમકાવી રહી છે.

છોકરી બૂમો પાડીને કહે છે કે તે લાઈવ વીડિયોમાં અપશબ્દો કેમ લખ્યા? આના પર છોકરો જવાબ આપે છે, ‘મારાથી ભૂલ થઈ છે. માફ કરી દે.” છોકરી માફી સ્વીકારવાના મૂડમાં ન હતી અને છોકરાના ચહેરા પર થપ્પડ મારીને કહ્યું, “તમે તમારા સિનયરની માફી કેવી રીતે માંગી શકો ? મારી પાસે આના સ્ક્રીનશોટ પણ છે. બતાવું ?

જ્યારે છોકરી તેના પર બૂમો પાડતી રહે છે, ત્યારે છોકરો તેને વિનંતી કરે છે કે તે ઘટનાને રેકોર્ડ ન કરે અને તેને વાયરલ ન કરે. જો કે, છોકરી તેની વિનંતીઓ સાંભળવાના મૂડમાં ન હોય તેવું લાગે છે અને કહે છે, “હું વિડિયો કેમ વાયરલ ન કરું?” છોકરી તેને કોલર પકડીને ઠપકો આપતી રહે છે અને કહે છે, “તમે મારા વિશે શું માનો છો? તને ખબર નથી કે છોકરીનું સન્માન કેવી રીતે કરવું.” વીડિયોના અંતે, તેણી તેને મારવા માટે તેની ચંપલ પણ ઉતારે છે. હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

After post

disabled