એન્ડ્રિલા શર્માના નિધનથી તૂટી ગયા માતા-પિતા, એકીટશે પાર્થિવ દેહને નિહારતો રહ્યો બોયફ્રેન્ડ, તસવીરો જોઇ તમારી આંખમાંથી પણ આવી જશે આંસુ - Chel Chabilo Gujrati

એન્ડ્રિલા શર્માના નિધનથી તૂટી ગયા માતા-પિતા, એકીટશે પાર્થિવ દેહને નિહારતો રહ્યો બોયફ્રેન્ડ, તસવીરો જોઇ તમારી આંખમાંથી પણ આવી જશે આંસુ

20 નવેમ્બર 2022ના રોજ જાણિતી બંગાળી અભિનેત્રી એન્ડ્રિલા શર્માએ દુનિયાને અલવિદા કહી દીધુ. રવિવારના રોજ બપોરે 12.59 વાગ્યે અભિનેત્રીએ 24 વર્ષની ઉંમરમાં છેલ્લા શ્વાસ લીધા. 1 નવેમ્બરના રોજ અભિનેત્રીને બ્રેઇન સ્ટ્રેક આવ્યો હતો,

જે બાદ તેને કોલકાતાના હાવડાના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે કોમામાં ચાલી ગઇ હતી. તેને વેન્ટિલેશન પર રાખવામાં આવી હીત પરંતુ તેને હોંશ ન આવ્યો. તેને મલ્ટીપલ કાર્ડિયાક અરેસ્ટ થયા હતા.

આ ઝટકાને તે સહન ન કરી શકી અને 20 દિવસ સુધી જીવન અને મોત વચ્ચેની જંગની થાકી તેણે હાર માની લીધી. હાલમાં જ એન્ડ્રિલાની અંતિમ વિદાયની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે માતા-પિતા જવાન દીકરીને ખોઇને ખરાબ રીતે તૂટી ગયા છે.

એન્ડ્રિલાનો બોયફ્રેન્ડ સબ્યસાચી પણ અભિનેત્રીના જવાથી વિખરાઇ ગયો છે. અંતિમ વિદાયના વીડિયોમાં તે ક્યારેક અભિનેત્રીના પગ ચૂમી રહ્યો છે, તો ક્યારેક તેના પાર્થિવ દેહને એકીટશે નિહારી રહ્યો છે. વાસ્તવમાં આ મહત્વપૂર્ણ સમયમાં અભિનેત્રીના પરિવાર માટે સબ્યસાચીનું સમર્થન પ્રશંસાને પાત્ર છે.

એન્ડ્રિલાના મુશ્કેલ સમયમાં તેનો બોયફ્રેન્ડ સબ્યસાચી તેનો સૌથી મજબૂત સપોર્ટ સિસ્ટમ રહ્યો છે. તે હંમેશા તેની સાથે રહેતો. તેની સંપૂર્ણ કાળજી લેતો. જો કે, આ વખતે એન્ડ્રિલાને એકથી વધુ કાર્ડિયાક અરેસ્ટનો સામનો કરવો પડ્યો, સબ્યસાચીએ લોકોને અભિનેત્રી માટે પ્રાર્થના કરવાનું પણ કહ્યું હતુ. તેણે લખ્યું- ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આ અહીં લખીશ.

કોઈપણ રીતે, આજે એન્ડ્રિલા માટે પ્રાર્થના કરો. ચમત્કાર માટે પ્રાર્થના કરો. તમામ અવરોધો સામે તેના માટે પ્રાર્થના કરો.’ એન્ડ્રિલા શર્મા બે વખત કેન્સર સામેની લડાઈ જીતી ચૂકી છે. વર્ષ 2015માં, 11મા ધોરણમાં અભ્યાસ કરતી વખતે તેને પ્રથમ વખત કેન્સર હોવાનું નિદાન થયું હતું.

કેન્સરે તેના બોન મેરો પર આક્રમણ કર્યું હતું. 2021માં બીજી વખત તેને ફેફસામાં ગાંઠ થઈ હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, એન્ડ્રિલાએ ‘ઝૂમર’ સાથે ટેલિવિઝનમાં પ્રવેશ કર્યો હતો અને ‘મહાપીઠ તરપીઠ’, ‘જીવન જ્યોતિ’ અને ‘જિયોન કાઠી’ જેવા શોમાં પણ કામ કર્યું હતું.

તે ‘એમી દીદી નંબર 1’ અને ‘લવ કેફે’ જેવી ફિલ્મોનો પણ ભાગ રહી હતી. આટલી નાની ઉંમરે એન્ડ્રિલાનું અવસાન તેના પરિવાર, મિત્રો અને ચાહકો માટે આઘાતજનક છે. આ અભિનેત્રી એક તરફ તેના અભિનય અને બીજી તરફ કુદરતી સૌંદર્ય અને સાદગી માટે જાણીતી હતી.

જો કે એન્ડ્રિલા દરેક પ્રકારના કપડામાં સુંદર દેખાતી હતી, પરંતુ તેની સુંદરતા ભારતીય કપડામાં વધુ ઝળકતી હતી. ખાસ કરીને સાડી પહેર્યા બાદ તે ખૂબ જ સુંદર લાગતી હતી. ખુબ જ નાની ઉંમરે વર્ષીય એંડ્રિલા શર્માનું રવિવારે નિધન થયું હતું. મલ્ટિપલ કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું મૃત્યુ થયું હતું. એક્ટ્રેસે 12.59 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.

હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે તેમને હૃદયની અંદર હુમલો આવ્યો હતો પછી હિરોઈનને CPR સપોર્ટ પણ આપવામાં આવ્યો હતો. તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું હતું. અભિનેત્રીને 1 નવેમ્બર 2022ના રોજ બ્રેઈન સ્ટ્રોક આવ્યો અને તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા ત્યાં અભિનેત્રી ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતી પછી તેનો પરિવાર હોસ્પિટલના વધતા બિલથી પણ પરેશાન હતો,

ત્યારબાદ બોલિવૂડના ફેમસ સિંગર અરિજીત સિંહે મદદનો હાથ લંબાવ્યો હતો. રિપોર્ટ અનુસાર, 12 લાખથી વધુ હોસ્પિટલનો ખર્ચ થયો હતો. હંમેશાથી આ અભિનેત્રીને હિરોઈન બનવાનું સપનુ જોતી હતી. ટીવી સીરિયલ ઝુમુરથી એક્ટિંગ ડેબ્યુ કર્યુ હતુ. તે બંગાળી ફિલ્મ ભોલે બાબા પાર કરેગામાં જોવા મળી હતી. તેણે જીવન જ્યોતિ અને એન્ડ જિયો કાઠી જેવા ઓટીટી પ્લેટફોર્મ પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યુ છે .

 

 

View this post on Instagram

 

A post shared by Raj Ghosh (@143raj_ghosh)

તેણે હંમેશા સાડીઓમાં એવા કાપડ પસંદ કર્યા, જે આરામદાયક અને ઓછા વજનના હોય. યુવાન અને આધુનિક હોવા છતાં, એન્ડ્રિલા શર્મા જે રીતે સાડી પહેરતી હતી તે ફેશન એન્ગલથી પ્રેરણાદાયક હતી. એન્ડ્રિલા પર તમામ પ્રકારની રંગોની સાડીઓ ખીલેલી જોવા મળતી. એન્ડ્રિલા શર્માએ ઓક્ટોબરમાં દુર્ગા પૂજામાં પણ સાડી પહેરીને ભાગ લીધો હતો. એન્ડ્રિલાની આ સાદગી અને સુંદર સ્મિત ચાહકો અને અન્ય નજીકના લોકો ચોક્કસપણે ચૂકી જશે.

 

View this post on Instagram

 

A post shared by Deep Nayak (@iamdeepnayak)

Live 247 Media

disabled