ફેનિલે ગ્રીષ્માની હત્યા કરતા પહેલા જ તેના મિત્રને ફોન કરીને કહ્યું હતું, “હું તેને પતાવી દઈશ અને…” ઓડિયો કલીપ થઇ વાયરલ

ગુજરાતના ચકચારી ભરેલા કેસ ગ્રીષ્મા હટકાંડના એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. હત્યારા ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા તેને પોલીસ સમક્ષ પણ કેટલીક રજુઆત કરી હતી ત્યારે હવે આ મામલામાં ફેનિલ અને તેના એક મિત્રની ફોન ઉપર થયેલી વાતચીતનો એક ઓડિયો પણ સામે આવી રહ્યો છે.

કથિત રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ ઓડિયો કલીપ ફેનિલ અને તેના મિત્ર વચ્ચેની વાતચીત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત આઓડિયો કલીપ હત્યાના દિવસની જ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ક્લિપમ ફેનિલ ગ્રીષ્માને મારી નાખવાનું જણાવતો સંભળાઈ રહ્યો છે. તો તેનો મિત્ર તેને સમજાવતો સંભળાઈ રહ્યો છે.

ઑડિયામાં ફેનિલ તેના મિત્રને કહી રહ્યો છે કે, “પેલી મારી ગર્લફ્રેન્ડ હતીને તેના ઘરે ખબર પડી ગઈતી ત્યારે માથાકૂટ થઇ તો ત્યારે મારુ આઈડી પાસવર્ડ એની પાસે હતું ત્યારે એને મને એ રીતે મેસેજ કરીને હલવાડયો. તો એને મારા ઘરે આવીને કહ્યું કે ફેનિલ ગોયાણી કોણ ? મેં કીધું હા તો મને એને એક લાફો માર્યો.”

ઓડિયોમાં આગળ ફેનિલ કહી રહ્યો છે કે, “જેવા મને લાફો માર્યો એવો મેં બેયને લાફા માર્યા. તો એ આવ્યા હતા કંઈક પાંચ-છ જણા. હું જ્યાં બહાર જાઉં ત્યાં વાંહેથી મને મારવાની ટ્રાય કરે છે. એક વાર મોટા વરાછા બેઠો હતો. તો ત્યાંથી મને મારવા આવ્યો. ત્યારે તેનો મિત્ર તેને પૂછે છે કે તને મારવા માટે કોણ આવે છે ? એના પપ્પા કે એના ભાઈઓ ?”

ત્યારે ફેનિલ જવાબ આપતા કહેતા સંભળાઈ રહ્યો છે કે, “એના પપ્પા નથી, એના કાકા, એના ફુવા અને એના મામા એ ત્રણ જણ. તો મને વાંહેથી મારવા આવ્યા. એ નથી આવતા બીજાને મોકલે છે. આવું એને ત્રણથી ચાર વાર કરેલું છે. હવે હું એના ઘરે જાઉં છું ઓલીના (ગ્રીષ્માના) અને એને પતાવીને હું દવા પી જાઉં છું.”

ફેનિલની વાત સાંભળીને તેનો મિત્ર જણાવી રહ્યો છે કે, “તું એના ઘરે જઈને શું કરીશ ?” ત્યારે જવાબમાં ફેનિલ કહે છે કે, “હું એને મારી નાખીશ, મારે બીજું કઈ નથી જોવતું.” તેનો મિત્ર કહે છે “પરંતુ શું કરવા ?” ત્યારે ફેનિલ કહે છે, એ મારી વાંહે પડી ગયા છે. ત્યારે તેનો મિત્ર કહે છે કે “એને (ગ્રીષ્મા)એ તારું શું કર્યું ? એ છોકરીએ ?”

આ વાતનો જવાબ આપતા ફેનિલ કહે છે કે, “એમ નહિ, એક વસ્તુ છે, હું કઈ એની પાસે નથી ગયો, રેડી… એ મારી પાસે સામેથી આવેલી. પછી એના માથે આવી ગયું તો એને નામ નાખી દીધું મારુ. અને મારો આઈડી પાસવર્ડ એની પાસે હતો.” આ ઓડિયો બસ અહીંયા સુધીનો જ છે. જેમાં સ્પષ્ટ સમજાઈ રહ્યું છે કે ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવાનો પ્લાન પહેલાથી બનાવી લીધો હતો.

disabled