સાડી પહેરીને બે મિત્રોએ પોતાના મિત્રના લગ્નમાં આપી સરપ્રાઈઝ, જોઈને વરરાજા પેટ પકડીને હસવા લાગ્યો, કન્યા પણ... જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

સાડી પહેરીને બે મિત્રોએ પોતાના મિત્રના લગ્નમાં આપી સરપ્રાઈઝ, જોઈને વરરાજા પેટ પકડીને હસવા લાગ્યો, કન્યા પણ… જુઓ વીડિયો

પોતાના ભારતીય મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે આ બે યુવકોએ પહેરી સાડી, વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ દંગ રહી ગયા, જુઓ તમે પણ

લગ્નની અંદર દરેક વ્યક્તિ સારા સારા કપડાં પહેરીને જવાનું પસંદ કરે છે, તો છોકરીઓ પણ સોળ શણગાર સજીને લગ્નમાં જતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય જોયું છે કે કોઈ મિત્રના લગ્નમાં મિત્રો સાડી પહેરીને પહોંચ્યા હોય ? ત્યારે હાલ એવા જ એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં બે યુવકો સાડી પહેરીને લગ્નમાં જોવા મળી રહ્યા છે.

શિકાગોમાં બે પુરુષોએ તાજેતરમાં જ તેમના મિત્રના લગ્નમાં સુંદર સાડી પહેરી હતી. વરરાજાનો બેસ્ટ મેન તેના મિત્રના લગ્નમાં સુંદર ભારતીય પોશાક પહેરીને પહોંચ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શિકાગો સ્થિત વેડિંગ વિડિયોગ્રાફર પેરાગોન ફિલ્મ્સે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિડિયો શેર કર્યો અને લખ્યું, “બસ એક સામાન્ય લગ્નની સવાર, જેમાં વરરાજાના 2 બેસ્ટ મેન પુરુષો સાડીઓમાં મિશિગન એવન્યુમાં જઈ રહ્યાં છે.”

વીડિયોમાં, એક મહિલા છોકરાઓને સાડી પહેરવામાં મદદ કરતી જોઈ શકાય છે જ્યારે તેઓ તેમના મિત્રના લગ્નની તૈયારી કરી રહ્યા હતા. લગ્નમાં હાજરી આપવા માટે શિકાગોમાં મિશિગન એવન્યુ નીચે ફરતી વખતે બંનેને સાડી પહેરીને જોઈ શકાય છે. તમેને તેમના દેખાવને પૂર્ણ કરવા માટે તેના કપાળ પર બિંદી પણ લગાવી હતી.

વર અને વરરાજા જેઓ ભારતીય મિત્રો હતા, જ્યારે તેઓએ તેમના બે મિત્રોને આ અનોખા પોશાકમાં જોયા ત્યારે બંને હસી પડ્યા. બંને દોડીને તેમના મિત્રોને ગળે લગાવ્યા. બધાને ગળે લગાવ્યા અને હસતા જોવા મળ્યા. આ વીડિયોને અત્યાર સુધીમાં 63,000 થી વધુ લાઈક્સ મળી ચુકી છે અને લાખો વખત જોવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા યુઝર્સે આ સમગ્ર ઘટનાને ખૂબ જ ક્યૂટ ગણાવી છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર લિંગ પૂર્વગ્રહને દૂર કરવાની ચર્ચા પણ શરૂ કરી છે. કેટલાકે ભારતીય પોશાકમાં સારા પોશાક પહેરવા અને તેમના મિત્રની સંસ્કૃતિનો આદર કરવા માટે બંને પુરુષોની પ્રશંસા કરી, જ્યારે અન્ય લોકોએ તેને શ્રેષ્ઠ આશ્ચર્યજનક ગણાવ્યું.

Uma Thakor

disabled