કિંગ ખાનના લાડલા આર્યન ખાનની ચેટમાંથી થઇ શકે છે મોટો ધડાકો, બોલીવુડના સ્ટાર કિડ્સ દેશ છોડીને ભાગશે?

વ્હોટ્સએપ કાંડ ખુલતા જ અરબોપતિ બાપની ઓલાદો ભાગી જશે ભારત દેશ છોડીને? જાણો સમગ્ર વિગત

બોલીવુડના દિગ્ગજ અભિનેતા શાહરુખ ખાનનો લાડલો આર્યન ખાન છેલ્લા ઘણા દિવસથી જેલમાં બંધ છે,  તેની જામીન અરજી પણ ચાર વાર નકારી દેવામાં આવી છે, ત્યારે આર્યન ખાનની ચેટ દ્વારા ઘણા સ્ટાર કિડ્સના નામ સામે આવી શકે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કડીમાં ગુરુવાર, 21 ઓક્ટોબરના રોજ એક્ટ્રેસ તથા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેની પૂછપરછ કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર NCB ના નિકટના સૂત્રોના મતે, આર્યન ખાનના સંપર્કમાં રહેતી પ્રોડ્યૂસરની દીકરી, એક્ટરનો ભત્રીજો, જાણીતા એક્ટરની દીકરી તથા એક્ટ્રેસની બહેન પણ NCBના રડાર પર છે. આર્યનની સાથે આ તમામની ચેટ મળી આવી છે.

જોકે, હજી સુધી એ વાત સ્પષ્ટ થઈ નથી કે આર્યને તેમની સાથે ડ્રગ્સ અંગે કોઈ વાત કરી હતી કે નહીં. NCBને આર્યનની જે ચેટ મળી છે, તે ઘણી જ જૂની છે. એ વાત પણ સામે આવી છે કે આમાંથી એકે દેશ પણ છોડી દીધો છે. સૂત્રોના મતે, આ તમામ આર્યનની સાથે વ્હોટ્સએપ ગ્રુપમાં હતા. આગામી સમયમાં NCB આ તમામને પૂછપરછ માટે સમન્સ પાઠવી શકે છે.

ફિલ્મ ક્રિટિક્સ બોલિવૂડ એક્ટર કમાલ આર ખાને થોડાં દિવસ પહેલાં દાવો કર્યો હતો કે આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ થયા બાદ બોલિવૂડના અનેક સ્ટાર કિડ્સ ભારત છોડવાનું વિચારી રહ્યા છે. કમાલ ખાન સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, “મારા સૂત્રોના મતે, આર્યન ખાનની ઘટના બાદ અનેક સેલિબ્રિટીના બાળકો ભારત છોડવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેમને લાગે છે કે જો આર્યન ખાન સાથે આવું થઈ શકે છે તો કોઈની સાથે પણ થઈ શકે છે.”