જેલમાંથી બહાર આવવા માટે આર્યન હવે આવ્યો ભગવાન શ્રીરામના શરણે…જાણો વિગતવાર

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર SRK ના પુત્ર આર્યન ખાન છેલ્લા ઘણા દિવસથી જેલની હવા ખાઈ રહ્યો છે. 2 ઓક્ટોબરથી શાહરૂખનો લાડલો આર્યન ઘરે મન્નત બંગલે પરત ફર્યો નથી. NCB ની જેલમાં તેનો સમય વીતી રહ્યો છે. આર્યન જેલમાં એડજેસ્ટ કરી શકતો નથી. તેને માટે સમય પસાર કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આર્યન જેલમાં બુક્સ વાંચીને સમય પસાર કરી રહ્યો છે.

આર્થર રોડ આવેલી જેલના ઓફિસર આધારે શાહરૂખનો દીકરો આર્યન ખાન જેલમાં સમય પસાર કરવા માટે રિલિજીયસ બુક્સ વાંચી રહ્યો છે. તેને જેલની લાયબ્રેરીમાંથી 2 બુક્સ પણ લીધી છે. એક છે ગોલ્ડન લાયન અને બીજી છે ભગવાન રામ અને સીતાની વાર્તાઓ પર આધારિત. લાયબ્રેરીમાં અનેક ધાર્મિક અને મોટિવેશનલ બુક્સ છે. જેલ અધિકારીઓ અને કેદીઓ પાસે આ બુક્સ હોય છે.

તમને જણાવી દઈએ મુંબઈની ક્રુઝ પાર્ટીના ડગ કેસમાં તે ફસાયો છે તેને બીજી ઓક્ટોબરે મુંબઈમાં ક્રૂઝ શિપથી તેના દોસ્તોની સાથે પકડવામાં આવ્યો હતો. એનસીબીનો આરોપ છે કે ક્રૂઝ શિપ પર પાર્ટી થવાની હતી. તેનો ભાગ આર્યન ખાન બનવાનો હતો. આર્યન પકડાયાના થોડા દિવસો સુધી એનસીબીની કસ્ટડીમાં રખાયો અને પછી આર્થર જેલ મોકલવામાં આવ્યો. એક વાર પિતા 15 મિનિટ માટે જેલમાં મળવા પહોંચ્યા હતા.

16 ઓક્ટોબરે જેલમાંથી છૂટેલા કેદી શ્રવણ સાથે મીડિયાએ આ બાબતે વાત કરી હતી. શ્રવણ છેતરપિંડી કેસમાં છ મહિનાથી આર્થર રોડ જેલમાં બંધ હતો. જાણવા મળ્યું છે કે જ્યાં આર્યન ખાનને રાખવામાં આવ્યો છે, એ જ બેરકમાં શ્રવણ હતો. શાહરૂખના પુત્રને ભોજન આપવાની ડ્યૂટી શ્રવણની હતી. શ્રવણે કહ્યું હતું કે આર્યને ફક્ત પ્રથમ જ દિવસે જેલની ચા પીધી હતી. એ ચા તેણે જ આપી હતી.

આના પછી તેણે કંઈ ખાસ ખાધું નહોતું. તે કેન્ટીનમાંથી બિસ્કિટ, ચિપ્સ લે છે. બિસ્કિટને પાણીમાં ડુબાડીને ખાય છે અને આવું તેણે અનેકવાર જોયું છે. તે જેલનું નહીં, પણ કેન્ટીનમાંથી લીધેલું પાણી પીએ છે.