દુઃખદ: મહાન અભિનેતાએ દુનિયાને કહી દીધું અલવિદા, બીમારી વિશે સાંભળીને આંખમાંથી દળ દળ આંશુ વહી જશે - Chel Chabilo Gujrati

દુઃખદ: મહાન અભિનેતાએ દુનિયાને કહી દીધું અલવિદા, બીમારી વિશે સાંભળીને આંખમાંથી દળ દળ આંશુ વહી જશે

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક પછી એક ખુબ જ દુઃખદ ખબર સામે આવતી રહે છે, છેલ્લા થોડા સમયમાં જ બોલીવુડના ઘણા બધા કલાકારો, ગાયકો આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે, ત્યારે હાલ વધુ એક અભિનેતાના નિધનની ખબરથી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

ફિલ્મોથી લઈને ટેલિવિઝન સુધી પોતાના શાનદાર અભિનયથી સૌના દિલ જીતનાર અભિનેતા અરુણ બાલીનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર  અરુણ બાલી લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા, ત્યારબાદ તેમણે 79 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની બગડતી તબિયતને કારણે તેમને મુંબઈની હિરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,

જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. અરુણ બાલીએ પોતાની કારકિર્દીમાં શાહરૂખ ખાનથી લઈને અક્ષય કુમાર અને સુશાંત સિંહ રાજપૂત જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. તેઓ પોતે પણ મનોરંજન ઉદ્યોગમાં ખૂબ જ મોટું અને જાણીતું નામ હતું.

ANI અનુસાર, અભિનેતા અરુણ બાલીનું 7 ઓક્ટોબરે મુંબઈમાં અવસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા છેલ્લા કેટલાક સમયથી માયસ્થેનિયા ગ્રેવિસ નામની દુર્લભ બીમારી સામે લડી રહ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી.  અભિનેતાની પુત્રીએ તેના પિતાને માયસ્થેનિયા ગ્રેવિસ હોવાની માહિતી સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનની સભ્ય નુપુર અલંકાર સાથે શેર કરી હતી. જે બાદ નૂપુરે અરુણ બાલીને તાત્કાલિક સારવારની સલાહ આપી.

તેના એક ઈન્ટરવ્યુ દરમિયાન નુપુરે અભિનેતાની બીમારી વિશે જણાવ્યું હતું કે, ‘જ્યારે મેં અરુણજી સાથે વાત કરી ત્યારે તેઓ સ્પષ્ટ રીતે વાત કરી શકતા ન હતા. તેમની પુત્રી ઇતિશ્રીએ મને તેમની તબિયત વિશે જણાવ્યું. મને આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે. તમને જણાવી દઈએ કે માયસ્થેનિયા ગ્રેવિસ એક સ્વયંપ્રતિરક્ષા રોગ છે, જે જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓ વચ્ચે સંચાર નિષ્ફળતાના કારણે થાય છે.

અરુણ બાલીએ 90ના દાયકામાં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ‘રાજુ બન ગયા જેન્ટલમેન’, ‘ખલનાયક’, ‘ફૂલો ઔર અંગારા’, ‘આ ગલે લગ જા’, ‘સત્યા’, ‘હે રામ’, ‘ઓમ જય જગદીશ’, ‘કેદારનાથ’, ‘લગે રહો મુન્ના ભાઈ’, ‘3 ઈડિયટ્સ’, ‘બરફી’, ‘એરલિફ્ટ’, ‘બાગી 2’, ‘પાનીપત’, ‘કેદારનાથ’ અને ‘લાલ સિંહ ચડ્ઢા’ જેવી ઘણી મોટી ફિલ્મોનો મહત્વનો ભાગ હતા. ફિલ્મો સિવાય તે ટીવી શોમાં પણ સક્રિય હતા.

અરુણ બાલીએ ‘ફિર વહી તલાશ’, ‘દિલ દરિયા’, ‘દેખ ભાઈ દેખ’, ‘મહાભારત કથા’, ‘શક્તિમાન’, ‘કુમકુમ’, ‘દેવોં કે દેવ મહાદેવ’ અને ‘સ્વાભિમાન’ જેવા શોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેમને ખરી લોકપ્રિયતા કુમકુમ સિરિયલથી મળી હતી. આ શોમાં તેમણે કુમકુમ એટલે કે જુહી પરમારના દાદાની ભૂમિકા ભજવી હતી. દુઃખની વાત એ છે કે આજે અરુણ બાલીની ફિલ્મ ગુડબાય રિલીઝ થઈ છે અને તે તેમની છેલ્લી ફિલ્મ સાબિત થઈ છે.

Uma Thakor

disabled