ખૂબ જ લગ્ઝરી છે અનુષ્કા-વિરાટનો લિવિંગ રૂમ, માં બની ગયા પછી બોવ જ સંસ્કારી થઇ ગઈ છે અનુષ્કા ભાભી...જુઓ ઘરના ફોટાઓ...આવું તો તમે જિંદગીમાં કોઈ દિવસ નહિ લઇ શકો... - Chel Chabilo Gujrati

ખૂબ જ લગ્ઝરી છે અનુષ્કા-વિરાટનો લિવિંગ રૂમ, માં બની ગયા પછી બોવ જ સંસ્કારી થઇ ગઈ છે અનુષ્કા ભાભી…જુઓ ઘરના ફોટાઓ…આવું તો તમે જિંદગીમાં કોઈ દિવસ નહિ લઇ શકો…

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી કે જે બોલિવુડ અને ક્રિકેટ જગતના પાવર કપલમાંના એક છે તેઓ ગુરુવારે ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓનર ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ ઈવેન્ટ પહેલા તેઓએ તેમના લગ્ઝરી ઘરમાં એક ફોટોશૂટ કરાવ્યું હતું. જેની તસવીરો અનુષ્કાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

તસવીરોમાં અનુષ્કા જાંબલી ફ્લોર લેન્થ સ્લિટ ગાઉનમાં ખૂબસૂરત લાગી રહી હતી જ્યારે વિરાટ કોહલી બ્લેક સૂટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. આ તસવીરોમાં કપલનો કલરફુલ લિવિંગ રૂમ પણ જોઈ શકાય છે. અનુષ્કા અને વિરાટે તેમના લિવિંગ રૂમમાં ડાર્ક શેડ્સ રાખ્યા છે. અનુષ્કા અને વિરાટના લક્ઝરી લિવિંગ રૂમની દિવાલોને કેળાના પાંદડા અને ઘણા છોડના રંગબેરંગી વૉલપેપરથી સજાવવામાં આવી છે.

લિવિંગ રૂમમાં ગ્રીન કલરના બે મોટા આલીશાન સોફા પણ છે. આ સાથે રાઉન્ડ શેપમાં વુડન ટેબલ રાખવામાં આવ્યું છે. ફ્લોર પર ખૂબ જ કોમ્ફી કાર્પેટ જોઈ શકાય છે. એક ખૂણામાં ફિડેલ લીફ અંજીર છે. ત્યાં બે સોફાની વચ્ચે બાજુના ટેબલ પર એક ગ્લેમ લેમ્પ અને ગ્લાસ ડિકેન્ટર મૂકવામાં આવ્યું છે. અનુષ્કા અને વિરાટનો લિવિંગ રૂમ જ આટલો લક્ઝુરિયસ છે, તો તમે કલ્પના કરી શકો છો કે તેમનું ઘર કેટલું વૈભવી હશે.

અનુષ્કા શર્મા તેના લક્ઝુરિયસ લિવિંગ રૂમને ફ્લોન્ટ કરતી વખતે જોરદાર પોઝ આપી રહી છે. મુંબઈમાં ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓનર્સ 2023ના રેડ કાર્પેટ પર પોઝ આપતા સમયનો અનુષ્કા અને વિરાટનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં અનુષ્કા જ્યારે રેડ કાર્પેટ તરફ ચાલવા લાગી ત્યારે તેનું ગાઉન તેના સેન્ડલમાં ફસાઈ ગયું. તેને કારણે અનુષ્કાને ચાલવામાં પણ તકલીફ પડી રહી હતી.

વિરાટની નજર તેના પર પડતાં જ તેણે જરા પણ સંકોચ કર્યા વગર અનુષ્કાનું ગાઉન હાથમાં લીધુ અને તેની પાછળ રેડ કાર્પેટ તરફ ચાલવા લાગ્યો. ચાહકો આ વીડિયો જોઇ વિરાટ કોહલીની આ સ્ટાઈલના ખૂબ વખાણ કરવા લાગ્યા. જણાવી દઇએ કે, અનુષ્કા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીના ટસ્કનીમાં બોર્ગો ફિનોચિયાટો ખાતે ભવ્ય લગ્ન કર્યા હતા.

આ કપલને એક સુંદર પુત્રી વામિકા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા ટૂંક સમયમાં ‘ચકદા એક્સપ્રેસ’માં જોવા મળશે.દીકરી વામિકાના જન્મ પછી તેનો પહેલો પ્રોજેક્ટ હશે. આ ફિલ્મ ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. અનુષ્કાએ ફિલ્મનું શૂટિંગ કોલકાતા અને યુકે સહિત અલગ-અલગ જગ્યાએ કર્યું હતું.

અભિનેત્રીએ તેના ભાઈ કર્ણેશ શર્મા દ્વારા નિર્મિત નેટફ્લિક્સ ફિલ્મ ‘કાલા’માં કેમિયો રોલ કર્યો હતો. અનુષ્કા શર્માએ ‘રબ ને બના દી જોડી’, ‘પીકે’, ‘બેન્ડ બાજા બારાત’ અને ‘સુલતાન’ જેવી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે.

Live 247 Media

disabled