આર્યન ખાન ડગ કેસમાં નામ સામે આવ્યા બાદ ચર્ચામાં છે આ અભિનેત્રી, માત્ર 3 ફિલ્મોમાં કામ કરનારી અનન્યા પાંડે પાસે છે અધધ સંપત્તિ

3 ફિલ્મમાં કામ કર્યું તો પણ 72 કરોડની કમાણી કઈ રીતે? જુઓ

બોલિવુડની યંગ અભિનેત્રીઓ સામેલ અનન્યા પાંડેનું નામ આ દિવસોમાં ઘણુ ચર્ચામાં છે. આર્યન ખાન ડગ કેસમાં NCBએ અનન્યા સાથે પૂછપરછ કરી છે. NCBએ બે દિવસમાં અનન્યા સાથે લગભગ 6 કલાક જેટલી પૂછપરછ કરી હતી. તેના ઘર પર દરોડો પણ પાડવામાં આવ્યો હતો. અનન્યા બોલિવુડની ઝડપથી આગળ આવતી અભિનેત્રી છે અને તેની ફેન ફોલોઇંગ પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે.

અનન્યા પાંડેએ હજી સુુધી ત્રણ ફિલ્મોમાં જ કામ કર્યુ છે. તેની ડેબ્યુ ફિલ્મ સ્ટુડેંટ ઓફ ધ યર-2 હતી જેમાં તેની સાથે ટાઇગર શ્રોફ અને તારા સુતારિયા બંને હતા. આ ઉપરાંત તે કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે પતિ પત્ની અને વોમાં જોવા મળી હતી અને ઇશાન ખટ્ટર સાથે ખાલી પીલીમાં જોવા મળી હતી. જો કે, તેની આ ત્રણેય ફિલ્મો કંઇ ખાસ બોક્સઓફિસ પર કમા બતાવી શકી ન હતી. તેમ છત્તાં પણ અનન્યાની પોપ્યુલારિટીનો ગ્રાફ ખૂબ ઝડપથી વધી રહ્યો છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર 22 વર્ષિય અનન્યા પાંડેની નેટવર્ષ 72 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મમાં કામ કરવાનો ચાર્જ લગભગ 2 કરોડ રૂપિયા લે છે. ફિલ્મો ઉપરાંત તે ઘણી બ્રાંડ એન્ડોર્સમેન્થી સારી કમાણી કરે છે. સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર તેના 20.3 મિલિયન ફોલોઅર્સ છે અને આ ફેન બેસનો ફાયદો તેને બ્રાંડ પ્રમોશન કરવા પર પણ મળે છે. ચંકી પાંડેની દીકરી અનન્યાને બાળપણથી જ ફિલ્મોમાં અભિનય કરવાનું મન હતુ. તે તેના પિતાની જેમ જ બોલિવુડમાં જગ્યા બનાવવા માંગતી હતી.

21 વર્ષની ઉંમરે તેને સ્ટુડેંટ ઓફ ધ યર-2થી બોલિવુડમાં બ્રેક મળ્યો અને તે બાદ તેણે પાછળ વળીને ન જોયુ. અનન્યાની અપકમિંગ ફિલ્મ વિજય દેવરકોંડા સાથે લાઇગ છે. આ ઉપરાંત તેણે હાલમાં જ વધુ એક ફિલ્મ ખો ગયે હમ કહા પર કામ શરૂ કર્યુ છે. આ ઉપરાંત દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે તે એક અનટાઇટલ્ડ ફિલ્મમાં પણ સામેલ છે.

અનન્યાના ડગ કેસમાં નામ સામે આવ્યા બાદ ઘણી બધી ચર્ચા થઇ રહી છે. ગુરુવારના રોડ અનન્યા પાંડેના ઘરે રેડ પડી હતી. રેડ બાદ તપાસ એજન્સીએ અનન્યાનો ફોન જપ્ત કરી લીધો. એનસીબીના હાથે આર્યન ખાન અને ઉભરતી બોલિવુડની અભિનેત્રીની ચેટ લાગી છે. ચેટમાં નશાને લઇને વાત થઇ રહી છે. એવામાં સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે શું તે અભિનેત્રી અનન્યા પાંડે તો નથી ને. આ ચેટને આધાર બનાવી એનસીબી કોર્ટ પાસે આર્યન ખાન સહિત બાદી આરોપીઓની રિમાંડ માંગશે.

ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે અને શાહરૂખ ખાનની દીકરી સુહાના પાંડે બંને ખૂબ જ નજીકના મિત્રો છે. તેની આર્યન ખાન સાથે પણ સારી મિત્રતા છે. એનસીબીને શક છે કે અનન્યા પણ આર્યન સાથે ડગ લે છે કારણ કે ચેટ કંઇક એવું જ ઇશારો કરે છે.