અરબોપતિ અનંત અંબાણી પહોંચ્યો ગુજરાતના સોમનાથ મંદિર, દિલ ખોલીને અધધધધ કરોડોનું દાન કરી દીધું - Chel Chabilo Gujrati

અરબોપતિ અનંત અંબાણી પહોંચ્યો ગુજરાતના સોમનાથ મંદિર, દિલ ખોલીને અધધધધ કરોડોનું દાન કરી દીધું

સૌથી ધનિક પરિવારોમાંનો એક અંબાણી પરિવાર હંમેશા સમાચારોમાં રહે છે. અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમની મહેનત અને બુદ્ધિમત્તાથી અન્ય ઉદ્યોગપતિઓને સખત સ્પર્ધા આપી હતી, ત્યારે તેમના પુત્રો આકાશ અંબાણી અને અનંત અંબાણી તેમજ તેમની દીકરી ઇશા પણ તેમના પગલે ચાલી રહ્યા છે અને કંપનીને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. એ વાતને નકારી શકાય નહીં કે અંબાણી પરિવારને ભગવાન શ્રીનાથજીમાં ઊંડી શ્રદ્ધા છે અને સર્વશક્તિમાન પ્રત્યેની તેમની ભક્તિ એ વાતની સાક્ષી છે.

અંબાણી પરિવાર હંમેશા ‘નાથદ્વારા’ની મુલાકાત લે છે અને ભગવાન શ્રીનાથજીના આશીર્વાદ લે છે. 29 સપ્ટેમ્બર 2022ના રોજ, મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ ગુજરાતના પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. તેની મુલાકાત દરમિયાન તેણે સોમનાથ મંદિરના પ્રસિદ્ધ 51 સુવર્ણ કલશની પૂજા કરી હતી. એટલું જ નહીં અનંતે 90 લાખ રૂપિયાના ચાંદીના વાસણો પણ દાનમાં આપ્યા હતા. આ પહેલા 16 સપ્ટેમ્બર 2022ના રોજ આંધ્રપ્રદેશના તિરુમાલા તિરુપતિ મંદિરમાંથી બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી

અને તેમની થનારી નાની વહુ રાધિકા મર્ચન્ટની કેટલીક તસવીરો સામે આવી હતી. તસવીરોમાં, અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ રાધિકા ગુલાબી બાંધણી સૂટમાં જોવા મળી હતી, જેને તેણે પીળા દુપટ્ટા સાથે સ્ટાઈલ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણીએ એક કરોડ રૂપિયાની મોટી રકમ દાનમાં આપી હતી. અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ ગુરુવારે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

તેમણે સોમનાથ મંદિરના પ્રસિદ્ધ 51 સોનાના કલશની પૂજા કરી હતી. સાથે જ અંબાણી પરિવાર વતી ચાંદીના વાસણોનું દાન કરવામાં આવ્યું હતું. અનંત અંબાણીએ સોમનાથ મંદિરને દાનમાં આપેલા ચાંદીના વાસણોની કિંમત લગભગ 90 લાખ રૂપિયા છે. સોમનાથ મહાદેવની રોજીંદી પૂજામાં આ ચાંદીના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. અનંત અંબાણીએ મંદિર ટ્રસ્ટને રૂ.1.51 કરોડનું દાન પણ અર્પણ કર્યુ હતુ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનંતને સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અનંત અંબાણીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ગંગાજળથી અભિષેક સાથે મહાપૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેમના હસ્તે મંદિર ટ્રસ્ટને દાન કરાયેલી સોનાથી મઢેલા સુવર્ણ કળશની પૂજા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિર સાથે અંબાણી પરિવારનો અનેરો નાતો રહ્યો છે. પરિવારના કોઈને કોઈ સભ્ય નિયમિત મહાદેવનાં દર્શનાર્થે આવતા જ હોય છે. જણાવી દઇએ કે, ગુજરાતના પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિરનો ઈતિહાસ ઘણો રસપ્રદ છે.

Live 247 Media

disabled