"સાહેબ, છેલ્લા ત્રણ મહિનાથી મારી પુત્રીને મેં જોઈ નથી. મેં મારી પુત્રીનો અવાજ પણ સાંભળ્યો નથી. મારી પુત્રી જીવે છે કે મરી ગઈ" આણંદમાં પિતાની કલેક્ટરને ફરિયાદ - Chel Chabilo Gujrati

“સાહેબ, છેલ્લા ત્રણ મહિનાથી મારી પુત્રીને મેં જોઈ નથી. મેં મારી પુત્રીનો અવાજ પણ સાંભળ્યો નથી. મારી પુત્રી જીવે છે કે મરી ગઈ” આણંદમાં પિતાની કલેક્ટરને ફરિયાદ

આણંદમાં નોકરી આપવાની લાલચ આપીને 20 વર્ષની જુવાન હિન્દૂ યુવતીને મુસ્લિમ ભગાડી ગયો, બિચારા પપ્પાના શબ્દો સાંભળીને હૃદય ઉભરાઈ આવશે

દેશભરમાં લવ જેહાદને લઈને ઘણા કેસ સામે આવી રહ્યા છે, ગુજરાતમાં પણ તેને લઈને કાયદો પાસ કરી દેવામાં આવ્યો છે અને છેલ્લા થોડા સમયમાં જ ઘણા કિસ્સાઓ સામે પણ આવતા જોવા મળ્યા. ત્યારે હાલ વધુ એક કિસ્સો આણંદમાંથી સામે આવી રહ્યો છે, જ્યાં એક 20 વર્ષની દીકરીને વિધર્મી યુવક દ્વારા છેલ્લા ત્રણ મહિના પહેલા ભગાડી જવામાં આવતા પિતાનું દુઃખ સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લાના ખંભાતમાં આવેલા કળીયાપોળ વિસ્તારમાં રહેતા નરેશભાઈ હરકિશનભાઇ દરજીની 20 વર્ષીય દીકરીને એક વિધર્મી યુવક નોકરીની લાલચ આપીને ગત જુલાઈ મહિનામાં ભગાડી ગયો હતો, જેના બાદ તેમની દિકરીનો કોઈ અત્તો પત્તો નથી લાગ્યો, ત્યારે આ મામલામાં ખંભાત પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ના ધરતા તેમને આણંદ જિલ્લા કલેકટરને આવેદન આપીને કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

નરેશભાઈએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “સાહેબ, છેલ્લા ત્રણ મહિનાથી મારી પુત્રીને મેં જોઈ નથી. મેં મારી પુત્રીનો અવાજ પણ સાંભળ્યો નથી. મારી પુત્રી જીવે છે કે મરી ગઈ છે એની જ મને ખબર નથી”. કલેકટરશ્રીને આપેલા આવેદનમાં તેમને જણાવ્યું છે કે, “આણંદ ખાતે સિવિલ એન્જિનિયર તરીકે નોકરી કરતી તેમની 20 વર્ષીય પુત્રીને ઓએનજીસીમાં નોકરી અપાવવાની લાલચ આપીને તેની બહેનપણી ઉન્નતી સારસ અને ચિરાગ પ્રજાપતિ (રહે. મહેસાણા હાઈવે રોડ) એ ઓએનજીસીમાં નોકરી કરતા ફિરોઝ ખાન સાથે સંપર્ક કરાવ્યો હતો.

તેમને આગળ જણાવ્યું છે કે, “પરિવાર આર્થિક રીતે સંપન્ન ન હોઈ, પૈસા પરિવારે આપ્યા નહોતા. બીજી તરફ, ફિરોઝના દીકરા મોઈનુદ્દીને યુવતી સાથે ઘરોબો કેળવ્યો હતો અને તેને ગત પહેલી જુલાઈએ ભગાડી ગયો હતો. એ સંદર્ભે પરિવારે પોલીસ સ્ટેશનને જાણ કર્યા બાદ 12મી જુલાઈના રોજ તેને પોલીસ સ્ટેશને હાજર કરાઈ હતી. જોકે એ પછીથી પુન: 30મી જુલાઈના રોજ તે તેને ભગાડી ગયો હતો. એ દિવસથી આજ દિન સુધી તેનો કોઈ પતો નથી.

પોતાના આવેદનમાં તેમને એમ પણ જણાવ્યું છે કે, ખંભાત શહેર પોલીસ સ્ટેશને હું ગત જુલાઈમાં ગયો હતો. એ સમયે ત્યાં હાજર પોલીસકર્મીઓએ આ મેટરમાં ફરિયાદ ન થાય એમ કહીને જાણે હું આરોપી હોય એવો વ્યવહાર મારી સાથે કર્યો હતો. એ પછી તેમણે મારી અરજી લીધી હતી. પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરી નહોતી અને અરજી પણ ક્યાંક ગુમ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.

નરેશભાઈ દરજીએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વિધર્મી યુવક નોકરીની લાલચ આપીને તેને મહેસાણા ખાતે લઈ ગયો હતો. જ્યાં તેઓ મહેસાણાના શૈલેષ ઠાકોર નામની વ્યક્તિના ઘરે બે દિવસ રોકાયા હતા. ત્યાર બાદ શૈલેષ ઠાકોરે મહેસાણામાં મોઠેરા ચોકડી પર રૂમ અપાવી હતી. ચિરાગ ઠાકોર ઉપરાંત બીજો એક વ્યક્તિ ચિરાગ પ્રજાપતિએ કાવતરું પાર પાડવામાં મદદ કરી હતી.
(સૌ. દિવ્ય ભાસ્કર)

Uma Thakor

disabled