મિસ વર્લ્ડ બનતા પહેલાં માત્ર થોડા રૂપિયા માટે જ એશ્વર્યાએ કરાવ્યુ હતુ આવું ફોટોશૂટ! જોઈને તમને વિશ્વાસ નહીં થાય
બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાની આખી દુનિયાકાયલ છે. તેણે તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર એકથી એક જોરદાર લુક સાથે ધમાલ મચાવી હતી. આવી રીતની ઇવેન્ટમાં કેવી રીતે પ્રેઝન્ટ કરવાનું છે તેને સારી રીતે ખબર છે. અભિનેત્રી છેલ્લા 30 વર્ષથી ફેશનની દુનિયામાં પ્રભુત્વ ધરાવે છે.
ઐશ્વર્યા જ્યારે ફિલ્મોમાં નાતી આવી અને મિસ વર્લ્ડ પણ હતી નહિ તેની પહેલા અભિનેત્રી મોડેલિંગની દુનિયામાં જલવો વિખેરી ચુકી હતી. હવે તેનાથી જોડાયેલ ત્યારના બિલની તસવીર વાયરલ થઈ રહી છે જયારે તેને મોડેલિંગ માટે પહેલી વખત 1500 રૂપિયા મળ્યા હતા. ઐશ્વર્યા રાય બચ્ચન વર્ષ 1994માં મિસ વર્લ્ડ બની હતી પરંતુ તેના 2 વર્ષ પહેલા તે મોડેલિંગમાં કિસ્મત અજમાવી ચુકી છે.
ઈન્ટરનેટ પર જે બિલ વાયરલ થઇ રહ્યું છે તે 23મે 1992નું છે. અભિનેત્રીએ એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. તેની સાથે સોનાલી બેન્દ્રે પણ હતી જે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઓળખીતી અભિનેત્રી છે. આ કામ માટે ઐશ્વર્યાને 1500 રૂપિયા મળ્યા હતા. ત્યારે ઐશ્વર્યાની ઉંમર 18 વર્ષની હતી.
એક ટ્વિટર યુઝર વિમલ ઉપાધ્યાયે સોશિયલ મીડિયા પર આ મેગેઝીન ફોટોશૂટની તસવીર શેર કરી હતી. સહે જ બિલની તસવીર પણ વાયરલ થઇ રહી છે. ઐશ્વર્યા રાયનો જન્મ મૈંગલોર, કર્ણાટકમાં થયો છે પરંતુ તેનો પરિવાર મુંબઈ શિફ્ટ થઇ ગયો હતો એટલે તેનું ભણવાનું પણ મુંબઈમાં જ થયું હતું. ઐશ્વર્યાએ સ્કૂલની સાથે સાથે પાંચ વર્ષ સુધી ક્લાસિકલ ડાન્સ અને મ્યુઝિક શીખ્યું હતું. ત્યારબાદ ઐશ્વર્યાએ કોલેજમાં એડમિશન પણ લીધું હતું પરંતુ મોડેલિંગમાં પોતાનું લક અજમાવા માટે ભણવાનું છોડી દીધું હતું.
Hello, Today I am celebrating the 30th Anniversay of the Fashion Catalogue published by me. Aishwarya Rai, Sonali Bendre, Niki Aneja, Tejaswini Kolhapure were few of the models posed for this Catalogue. (Collage 4) pic.twitter.com/WPVe0YYfoE
— SGBSR Maharashtra (@Vimalnupadhyaya) May 23, 2022
વર્ષ 1991માં ઐશ્વર્યાએ ઇન્ટરનેશનલ સુપરમોડેલ કોન્ટેસ્ટ જીત્યો હતો. ત્યારબાદ તેને Vogueના અમેરિકન એડિશનમાં ફીચર કરવામાં આવી હતી. 1992માં તે મોડેલિંગ કરી રહી હતી અને 1993માં તેને આમિર ખાન અને મહિમા ચૌધરી સાથે પેપ્સીના એક વિજ્ઞાપનમાં ખુબ પોપ્યુલારિટી મળી હતી. તેની એક લાઈન ‘હાય, આઈ એમ સંજના’ લોકોના મોઢે ચઢી ગયું હતું.
Hello, Yesterday I celebrated the30th Anniversay of the Fashion Catalogue published by me. Aishwarya Rai, Sonali Bendre, Niki Aneja, Tejaswini Kolhapure were few of the models posed for this Catalogue. pic.twitter.com/jo07S2zpRp
— SGBSR Maharashtra (@Vimalnupadhyaya) May 24, 2022
ત્યારબાદ 1994માં ઐશ્વર્યાએ મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો પરંતુ સુષ્મિતા સેનના માથે તે તાજ સજ્યો હતો. ત્યારબાદ ઐશ્વર્યા મિસ વર્લ્ડ બની હતી. તેમજ સુષ્મિતા સેને મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ ઐશ્વર્યાએ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ કર્યું. ઐશ્વર્યાએ 1997માં મળિ રત્નમની તમિલ ફિલ્મ ‘Iruvar’થી અભિનયની દુનિયામાં ડેબ્યુ કર્યું હતું. બોલિવૂડની વાત કરીએ તો અભિનેત્રી બોબી દેઓલ સાથે ‘ઔર પ્યાર હો ગયા’માં નજર આવી હતી. ઘણી ફિલ્મો બાદ તેને સલમાન ખાન સાથે ‘હમ દિલ દે ચુકે સનમ’થી ખુબ ચર્ચમાં રહી હતી.