16 વર્ષના કિશોરને તેની જ સાથે ભણતી કિશોરી જોડે થઇ ગયો પ્રેમ, પછી કિશોરીના પિતાએ આપી એવી ધમકી કે કિશોર ફાંસીના ફંદા ઉપર લટકી ગયો

અમદાવાદમાં વાલીઓ ચેતી જજો: પિતાએ દીકરીને પણ અભ્યાસમાં ધ્યાન આપવાનું કહ્યું અને તેની તરૂણ ફ્રેન્ડને એવું કહ્યું કે આત્મહત્યા કરી લીધી

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે આપઘાત કરી લેતા હોય છે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે આપઘાત કરી લેતા હોય છે. તો છેલ્લા કેટલાક સમયમાં નાની ઉંમરના સગીર અને સગીરાઓ પણ આપઘાત કરી લેવાના કિસ્સાઓ સામે આવે છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હાલ એવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જ્યાં એક સગીરે આપઘાત કરી લેતા ભારે ચકચારી મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક 16 વર્ષના સગીરને તેની જ ઉંમરની એક સગીરા સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા. આ બંને વચ્ચે મોબાઈલ દ્વારા મસેજ અને વીડિયો કોલની અંદર વાતચીત પણ થતી હતી. જેની જાણ સગીરાના પિતાને થઇ ગઈ હતી.

સગીરાના પિતાએ સગીરને કિશોરને ફોન કરીને ધમકી આપી હતી અને જણાવ્યું હતું કે આજબાદ તે સગીર કિશોરી સાથે કોઈપણ જાતના સંબંધો નહિ રાખે. જેના કારણે સગીર કિશોરને આ વાત લાગી આવતા તેને પોતાના ઘરે જ ડરના કારણે ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ પરિવારને થતા તેમને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલામાં દુષ્પ્રેરણાનો ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની ત્રીજી લહેરના કારણે શાળા કોલેજો ફરી એકવાર બંધ કરવાની ફરજ પડી છે. જેના કારણે ઓનલાઇન ક્લાસ શરૂ થયા છે. ઓનલાઇન ક્લાસમાં મોબાઈલની જરૂર પડતી હોય, તેના ભણવા ઉપરાંત પણ બીજા ઉપયોગોના કારણે બાળકો ખોટા રસ્તે જતા હોવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.

disabled