માતા જિનલે માસૂમ ધ્રુવને થથરાવી દે તેવું મોત આપ્યું, ચોરણીથી ધ્રુવનું મોઢું બાંધીને બેગમાં પૂરી દીધો અને પછી.... - Chel Chabilo Gujrati

માતા જિનલે માસૂમ ધ્રુવને થથરાવી દે તેવું મોત આપ્યું, ચોરણીથી ધ્રુવનું મોઢું બાંધીને બેગમાં પૂરી દીધો અને પછી….

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના ચકચારી કિસ્સા સામે આવે છે. ત્યારે અંદાજે પાચેક વર્ષ અગાઉ 6 ફેબ્રુઆરી 2018ના રોજ એક જઘન્ય ઘટના બની હતી, જેણે આખા ગુજરાતને હમચાવી દીધું હતું. આ ઘટનામાં બન્યુ એવું હતુ કે એક નિર્દયી માતાએ સગી દીકરીના મોહમાં માસૂમ સાવકા દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેણે હત્યા માટે જે રીત વાપરી હતી તેનાથી તો પોલીસ પણ હેરાન રહી ગઇ હતી. ત્યારે આ કેસનો ચુકાદો ત્રણેક દિવસ પહેલાં જ 10 જાન્યુઆરી 2022ના રોજ આવ્યો છે. લીંબડી સેશન્સ કોર્ટે આ હત્યારી સાવકી માતાને આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે આ મામલે દિવ્ય ભાસ્કર મીડિયા દ્વારા મૃતક ધ્રુવના પિતા શાંતિલાલ પરમાર સાથે વાતચીત કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, તેઓ લેબર કમિશનરની ઓફિસમાં નોકરી કરે છે અને તેમના પહેલા લગ્ન ડિમ્પલ સાથે થયાં હતાં અને આ લગ્નથી તેમને એક પુત્ર ધ્રુવ ઉર્ફે ભદ્રનો વર્ષ 2011માં જન્મ થયો હતો. તે બાદ તેમની પત્નીનું બ્રેન હેમરેજના કારણે અકાળે અવસાન થતા તેઓ અને તેમનો દીકરો એકલા પડી ગયા હતા. જે બાદ પાંચ વર્ષના પુત્રને માતાનો પ્રેમ મળે તે માટે તેમણે ફરી લગ્ન કરવાનું નક્કી કર્યું અને તેના માટે તેમણે સમાજનો આશરો લીધો. તેમની પાસે લગ્ન વિષયક બુક આવતાં તેમને જિનલ નામની યુવતી પસંદ આવી અને તેમાંથી તેમણે નંબર લઈ જિનલના પરિવારનો સંપર્ક કર્યો.

જે બાદ બંનેના પરિવારો મળ્યા અને લગ્ન કર્યાં. જિનલે તે લગ્ન વિષયક બુકમાં પોતાને પુત્રી હોવાનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો અને જ્યારે તેમનો પરિવાર મળવા ગયા ત્યારે આ વાતની ખબર પડી હતી. જિનલ એ વખતે ભણતી અને પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરતી. તેનો પરિવાર અમદાવાદના કાલુપુર ખાતે રહેતો હતો. તેઓએ આગળ કહ્યુ કે, મારા માટે તો એની દીકરી અને મારો દીકરો ધ્રુવ બંને સમાન હતાં. મેં બધા જ ડોક્યુમેન્ટ મારા નામના કર્યા હતા. પણ એ અદેખાઈ રાખતી હતી. મારી સામે ધ્રુવને સારી રીતે રાખે અને હું ન હોઉં ત્યારે એને ટોર્ચરિંગ કરતી પણ દીકરો નાનો હતો બોલી નહોતો શકતો.

જો કે, મેરેજ કર્યા ત્યારે કોઈ શરતો નહોતી મૂકી પણ અમારા બંનેની એક જ શરત હતી કે દીકરા-દીકરી બંનેને સરખાં રાખવાનાં. પરિવારમાં તે સારી રીતે રહેતી અને તેમની સરકારી નોકરી હતી અને જિનલ પોતે પણ નોકરી કરતી હતી. બધી રીતે સારું હતું પણ ધ્રુવ પ્રત્યે એનું વર્તન બરોબર નહોતું. અમારી સામે કંઈ જ ન કરે. સારી રીતે રાખે. સવારે સ્કૂલે મૂકવા જાય. ચા-પાણી સાથે પીવે. પત્ની જિનલ ધ્રુવ પ્રત્યેની ઈર્ષાની આગમાં દિવસેને દિવસે સળગતી હતી. એના મનમાં એવું હતું કે મારી તમામ મિલકત ધ્રુવના નામે થશે અને તેની દીકરીને કંઈ નહીં મળે. તેમણે હત્યાના દિવસની વાત કરતા કહ્યુ કે, જિનલ રોજ સાંજે ચાર વાગ્યે બંને બાળકોને લઇને લેશન કરાવવા ઉપરના રૂમમાં લઈ જાય.

હત્યાના દિવસે સાંજે લેશન કરાવીને તેણે દીકરીને તો બહાર મોકલી દીધી પણ દીકરો બહાર ન આવ્યો. થોડીવાર બાદ તે જ્યારે ઓફિસથી આવ્યા ત્યારે તેમના નાનાભાઈની દીકરીએ આવીને શાંતિલાલની મમ્મીને પૂછ્યું કે ધ્રુવ ક્યાં છે ? તો તેમણે કહ્યું કે એ ઉપર રૂમમાં લેશન કરે છે. જે બાદ શાંતિલાલ તરત ઉપર જોવા ગયા પણ એ મળ્યો નહીં. તેઓ આખા ઘરમાં હાંફળા-ફાંફળા થઈને ફરી વળ્યા અને શેરીમાં પણ શોધ્યો પણ તેનો ક્યાંય પતો મળ્યો નહીં. જે બાદ તેઓ પછી પોલીસમાં ગયા અને પોલીસે આવીને આખું ઘર તપાસ્યું. જો કે, તેમને પણ કંઈ ન મળ્યું. પછી ઘરમાં લોક કરેલી પડેલી એક મોટી બેગ પર શાંતિલાલની નજર પડી, જે ખોલતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ.

તેમણે જોયુ તો બેગમાં તેમનો ધ્રવ નિસ્તેજ થઈને પડ્યો હતો. આ વાતની તેમણે તરત જ પોલીસને જાણ કરી અને પછી પોલીસ આવી જિનલને પકડી ગઈ. તેઓ દીકરાને લઇને હોસ્પિટલમાં પહોંચ્યા પણ ત્યાં સુધી બહુ મોડુ થઇ ગયુ હતુ. ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. જિનલે ધ્રુવના મોઢામાં ડૂચો મારીને ગૂંગળાવીને જીવતે જીવતો બેગમાં પૂરી દીધો. જ્યારે જિનલને આ અંગે તેમણે પૂછ્યું તો તેણે કહ્યું કે મેં તો કંઈ કર્યું જ નથી. એ આજની તારીખે પણ ના પડે છે કે મેં કંઈ જ કર્યું નથી. મૃતક ધ્રુવના પિતા શાંતિલાલે કહ્યું કે કેસ જ્યારે ચાલતો હતો ત્યારે સામેવાળા દ્વારા વાયા વાયા સમાધાન કરવા માટે કહેવામાં આવ્યું પણ તેમણે કહ્યું કે તમે આખું અમદાવાદ વેચીને રૂપિયા આપો તો પણ સમાધાન તો નહિ જ કરું.

મારો દીકરો આપો તો એક મિનિટમાં છોડાવી દઉં. શાંતિલાલે કહ્યુ હતુ કે, જિનલના પહેલા લગ્ન વર્ષ 2011માં તેની સાથે નોકરી કરતા યુવાન સાથે થયા હતાં. બંનેને આ લગ્નથી એક દીકરી છે. તેમને ઝઘડા થતા હોવાને કારણે તેમણે ડિવોર્સ લઈ લીધા હતા. યુવાને જિનલે બે લાખ રૂપિયા પણ આપ્યા હતા અને પછી પાલનપુરના એક યુવક સાથે તેણે વર્ષ 2014માં રીતરિવાજ મુજબ લગ્ન કર્યાં પણ એક વર્ષ બાદ ફરી ડિવોર્સ થઇ ગયા. તેની પાસેથી પણ જિનલે 50 હજાર રૂપિયા લીધા હતા. જિનલે મારી સાથે લગ્ન કરતાં પહેલાં બે લગ્ન કર્યા હોવા છતાં એક જ લગ્ન થયાંની વાત કરી હતી. જ્યારે ધ્રુવની હત્યા થઇ ત્યારે તે સાતેક વર્ષનો હતો. એ ખૂબ સીધોસાદો અને એટલો ભોળો હતો કે કંઈ માગે નહિ અને તેને જ્યાં કહે ત્યાં બેસી જાય.

Live 247 Media

disabled