નિકોલમાં હિન્દૂ યુવતીએ ખાલીદ અલી સાથે નિકાહ કર્યા, 6 વર્ષ પછી યુવતી ભારે પસ્તાઈ, પતિએ જે હાલત કરી બિચારી યુવતીની..સાંભળીને રાડ પડી જશો - Chel Chabilo Gujrati

નિકોલમાં હિન્દૂ યુવતીએ ખાલીદ અલી સાથે નિકાહ કર્યા, 6 વર્ષ પછી યુવતી ભારે પસ્તાઈ, પતિએ જે હાલત કરી બિચારી યુવતીની..સાંભળીને રાડ પડી જશો

એવું કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને તે ગમે ત્યારે કોઇની પણ સાથે થઇ જાય છે. જોકે, પ્રેમનો અંજામ ઘણીવાર ખરાબ પણ હોય છે. ઘણીવાર એવા એવા કિસ્સાઓ સામે આવે છે, જેમાં મુસ્લિમ યુવક દ્વારા કોઇ યુવતિને પ્રેમની જાળમાં ફસાવવામાં આવે છે અને તેની સાથે લગ્ન કરી પછી તેને ત્રાસ આપવામાં આવે છે. હાલમાં આવો કિસ્સો અમદાવાદના નિકોલમાંથી સામે આવ્યો છે.

અમદાવાદના નિકોલમાં એક યુવતીને બીજા ધર્મના યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે. યુવતીએ અન્ય રાજ્યમાં તેની સાથે કામ કરતા યુવક સાથે પ્રેમ કરી ઘર સંસાર માંડ્યો. પરંતુ થોડા સમય સુધી દામ્પત્ય જીવન સારું ચાલ્યા બાદ ઘરકાંકાસ વધ્યો અને પ્રેમનો કરૂણ અંજામ આવ્યો. યુપીની હોટલમાં નોકરી કરતા સમયે એક યુવતીને યુવક સાથે પ્રેમ થયો અને લગ્ન બાદ તેના પતિએ હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી છોડાવી દીધી.

લગ્ન બાદ તે યુવતિ પર અવારનવાર ત્રાસ પણ ગુજારતો હતો. જો કે, આ બાબતે પતિ સહિત સાસરિયા સામે યુવતિએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે. રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી યુવતિની પોતાની જ સાથે કામ કરતા ખાલીદ અલી ઉર્ફે આદીલઅલી સાથે મિત્રતા થઈ હતી અને આગળ જતા બંને વચ્ચે પ્રેમ થયો હતો અને બંનેએ 2014માં કોર્ટ મેરેજ કર્યા હતા.

પરંતુ લગ્નના થોડા સમય પછી પતિ આદીલખાને નોકરી છોડાવી અને સાસુ દ્વારા તેને નમાઝ પઢવા અને કુરાન પઢવા બાબતે અવાર નવાર ટોણા મારવામાં આવ્યા. ત્યારે એક દિવસ યુવતીએ પતિનો મોબાઈલ ચેક કર્યો હતો અનેક સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવતો હોવાના ફોટો અને કોલ રેકોર્ડિંગ મળી આવ્યા. જે બાદ ગભરાઈ ગયેલી યુવતિ પોતાના ઘરે અમદાવાદમાં આવી અને તે બાદ

તેણે પતિને આ મામલે ફોન કરી પુછતા તેણે ધમકી આપી જણાવ્યું હતું કે હાલમાં ઉત્તરપ્રદેશમાં ઈલેક્શન છે એટલે મારી બંદુક પોલીસ સ્ટેશનમાં જમા છે, જે મારી બંદુક મારી પાસે પરત આવી જાય એટલે હું તને અને તારી માતાને જોઈ લઈશ. યુવતીનો પતિ ખૂબ જ માથાભારે હતો અને અસામાજીક તત્વો સાથે સંબંધો ધરાવતો હોવાને કારણે આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસુ અને નણંદ, જેઠ સામે ઘરેલુ હિંસા અને ધમકી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી, જે બાદ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

Live 247 Media

disabled