ગાય ભટકાઈ અને ભાવિન પટેલની ખોપરીના ટુકડા થયા, ઘરમાં માસુમ 2 ફૂલ જેવી દીકરીઓ થઇ નોંધારી, દીકરીઓએ કહ્યું 'પહેલા મારા પપ્પાને બોલાવો પછી જ...' - Chel Chabilo Gujrati

ગાય ભટકાઈ અને ભાવિન પટેલની ખોપરીના ટુકડા થયા, ઘરમાં માસુમ 2 ફૂલ જેવી દીકરીઓ થઇ નોંધારી, દીકરીઓએ કહ્યું ‘પહેલા મારા પપ્પાને બોલાવો પછી જ…’

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, રખડતા ઢોરને કારણે ઘણા વ્યક્તિના મોત પણ નિપજ્યા છે, જ્યારે કેટલાકને ગંભીર ઇજા પણ થાય છે. ત્યારે હાલમાં જ અમદાવાદના નરોડાનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ભાવિન પટેલ નામના એક યુવકનું રખડતા ઢોરની અડફેટે ગંભીર ઇજા પહોંચવાને કારણે મોત થયુ હતુ. ઘરેથી ઝેરોક્સ લઈને નીકળેલા ભાવિન પટેલ ફરી ઘરે જીવતા પાછા ફર્યા નહિ. મનોહરવિલા ચાર રસ્તાથી ઘરે આવતા વેળાએ એક ગાય પાછળ કેટલાક કૂતરા દોડયા હતા, જેને કારણે સામેના રસ્તા પરથી કૂદીને ગાય તેમના તરફ આવી અને બાઇક સાથે અથડાઈ.

આ ઘટનાને પગલે તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જો કે, તેમની ખોપડીના ટુકડા થઈ ગયા હતા. તેઓનો જીવ બચી શક્યો નહોતો.ભાવિનભાઈ તેમની પાછળ પત્ની નિરાલીબેન અને બે નાની દીકરી નિત્યા અને રિયાને છોડીને ગયા છે. તેઓ ટોરેન્ટ પાવરમાં નોકરી કરતા હતા. જ્યારે દિવ્ય ભાસ્કરે નરોડામાં રહેતા તેમના પરિવાર સાથે મુલાકાત કરી ત્યારે તેમના પરિવારના સભ્યો વાતચીત કરતા કરતા ઘણા ભાવુક થઇ ગયા હતા.દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં મૃતકના પિતરાઈ રવિભાઈ પટેલે જણાવ્યુ કે,

ભાભીને તો અમે સમજાવી દઈએ, પણ નાની દીકરીઓને અમે શું જવાબ આપીએ? મૃતકના ઓપરેશનના દિવસે બંને દીકરીઓને તેમના પપ્પાનું મોં જોવા બોલાવી હતી અને ત્યારે તેમણે કહ્યુ હતુ કે, કાકા, તમે મારા પપ્પાને પાછા લાવી શકશો? એ સમયે રવિભાઇએ કહ્યું હતું કે હા બેટા, હું પપ્પાને પાછા લાવીશ. હવે તેઓ નથી રહ્યા. દીકરીઓ મને કહે છે કે પહેલા તમે મારા પપ્પાને બોલાવો, પછી મારી સાથે વાત કરજો. હું શું જવાબ આપું મારી દીકરીને?’..

તેમના ઘણાં સપનાં હતાં.તેમણે હાલમાં જ રિસ્ક લઈ એક નવું મકાન પણ લીધું હતું. એમાં 20 લાખ રૂપિયા ભર્યા હતા અને બીજી લોન કરાવી હતી. જે પૈસા ભર્યા છે એ પણ બહારથી અને મિત્રો પાસેથી લાવેલા છે. એ વ્યક્તિનો બહુ સરળ સુશીલ અને સારો સ્વભાવ હતો. તેઓ વાત કરતા કરતા ભાવુક પણ થઇ ગયા હતા અને કહ્યુ કે, હવે મારા ઘરમાં કોઈપણ પ્રસંગ હશે તો તેમની ખોટ બહુ વર્તાશે. ભાવિનભાઈની બે નાની દીકરી છે. જે હવે તો મારી જ દીકરીઓ છે. તેમની પત્નીને તો અમે સમજાવી દઈએ, પણ નાની દીકરીઓને અમે શું જવાબ આપીએ ? મૃતકના માતા અને પત્નીની તો આંખો જ સુકાતી નથી. તે બંને સતત રડ્યાં જ કરે છે.

પત્ની તો કંઈ બોલવાની સ્થિતિમાં જ નથી અને માતા રડતાં રડતાં કહી રહ્યા હતા કે, અમારું કુટુંબ તો ઠીક, પણ આજુબાજુ ગમે તે હોય, સ્વભાવના કારણે તે બધામાં ભળી જતો. તેને કોઈ અજાણ્યું લાગતું જ નહોતું. તેણે એ વખતે રજા લીધી હતી. 15 દિવસ પહેલાં જ મને માથામાં વાગ્યું તો 9 ટાંકા આવ્યા હતાં. મારી સ્થિતિ બરોબર નહોતી. ચક્કર આવતા હતા. તેણે મને સવારે ફોન કરીને કહ્યું કે મમ્મી હું તને લેવા આવું છું, પણ મેં ના પાડી. મારી તબિયત સારી નહોતી. આપણે ના કહેવું જોઈએ,

પણ તે ભગવાનથી પણ વધારે હતો એમ કહું તો ચાલે. તેની બહુ જ યાદ આવશે. આટલું કહેતાં કહેતા તો એ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા. પિતરાઇ ભાઇ રવિ પટેલે કહ્યુ કે, પરિવારના લોકો દર વર્ષે બહારની ટ્રિપ કરતા. ભાવિનભાઈ જે કહે એ પ્રમાણે જ અમે બધા કરતા હતા. તેમને ડાન્સ અને ગીતોનો બહુ જ શોખ હતો. ફેમિલીના કોઈપણ પ્રસંગ માટે તેઓ દોડતા હતા. તેઓ એટલા સરળ સ્વભાવના હતા કે જાણે અમને ખુશીઓ આપવા ભગવાને જ અમારી પાસે મોકલ્યા હોય. તેઓ કહે છે કે, નાનાથી લઈ મોટા સુધી બધા જ

છોકરાઓને તેમની એટલી માયા છે કે તે લોકો ભાવિનભાઈ વગર રહેતા નથી.રકારને વિનંતી છે કે આ ઘટનામાં જે ગુનેગાર કે દોષી છે તેમની સામે ઝડપથી એક્શન લો. યોગ્ય કાર્યવાહી કરો.જી ડિવિઝન ટ્રાફિક-પોલીસ સ્ટેશનના પીઆઇ સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી હતી અને તેમણે જણાવ્યું કે તપાસ દરમિયાન આ અકસ્માતનો ગુનો નથી બનતો. ગાય આવીને આ ભાઈને અથડાય છે એટલે આ ઘટનામાં ઢોરમાલિકની બેદરકારી સામે આવી છે.

સૌજન્ય આભાર : દિવ્ય ભાસ્કર

Live 247 Media

disabled