આ ફટકડીએ બ્લેક ડ્રેસમાં વરસાવ્યો કહેર, ટીમ ઇન્ડિયાનો આ બેટ્સમેન હસીનાને આપી બેઠો છે દિલ... - Chel Chabilo Gujrati

આ ફટકડીએ બ્લેક ડ્રેસમાં વરસાવ્યો કહેર, ટીમ ઇન્ડિયાનો આ બેટ્સમેન હસીનાને આપી બેઠો છે દિલ…

આ હસીનાએ બ્લેક ડ્રેસ તમને કરી દેશે મદહોશ, ટીમ ઇન્ડિયાનો આ બેટ્સમેન જોડે ચાળી રહ્યું છે દિવસ અને રાત ઇલુ ઇલુ

ટીમ ઇન્ડિયાના યુવા વિકેટકીપર અને બેટ્સમેન ઈશાન કિશન આ દિવસોમાં ચર્ચામાં રહે છે. ઈશાન તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે. ઈશાનની ગર્લફ્રેંડ અદિતિ હુંડીયા મોડલ છે અને તે સોશિયલ મીડિયા પર ખુબ જ પોપ્યુલર છે.  અદિતિ અવાર નવાર નવા નવા લુકમાં તસવીરો પોસ્ટ કરતી હોય છે. થોડા દિવસો પહેલા  અદિતિએ સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ શેર કરી છે જેમાં તે ખુબ જ હોટ અંદાજમાં નજર આવી રહી છે.

અદિતિ આ તસવીરોમાં સુંદર બ્લેક ડ્રેસ પહેરેલો છે અને બ્લેક ડ્રેસમાં તે  ખુબ બોલ્ડ દેખાઈ રહી છે. અદિતિએ શેર કરેલી તસવીર પર ચાહકો ખુબ રિએક્ટ કરી રહ્યા છે. ઘણા ચાહકોએ અદિતિની પોસ્ટ પર ઈશાનને પણ ખુબ યાદ કર્યા હતા. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર અદિતિ ખુબ પોપ્યુલર છે અને તેને લાખો લોકો ફોલો પણ કરે છે.

અદિતિએ મોડેલિંગની કારકિર્દીની શરૂઆત 2016માં ‘એલિટ મિસ રાજસ્થાન’થી કરી હતી. તેમાં અદિતિ રનર અપ રહી હતી.  ત્યારબાદ અદિતિ હુંડીયા વર્ષ 2017માં ‘ફેમિના મિસ ઇન્ડિયા’ ફાઇનલિસ્ટ રહી ચુકી છે અને 2018માં ‘મિસ સુપરનેશનલ ઇન્ડિયા’ એવોર્ડ જીતેલી છે.

22 વર્ષના ઈશાન કિશનને ઘણીવાર 23 વર્ષની મોડલ અદિતિ હુંડીયાની સાથે તસવીરો ક્લિક કરાવતા જોવામાં આવેલા છે. ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે અદિતિ ઈશાનની ગર્લફ્રેંડ છે. પરંતુ  હજી સુધી ઈશાન અને અદિતિએ તેમના રિલેશનની કોઈ પણ જાતની પુષ્ટિ કરી નથી. ઈશાન કિશનની સાથે અદિતિની તસવીરો બે વર્ષ પહેલા તેના જન્મદિવસ પર ખુબ વાયરલ થઇ હતી. અદિતિને મુંબઈ ઇન્ડિયન્સ ટીમની કેટલીક મેચમાં ઈશાન કિશનને સપોર્ટ કરતી પણ દેખાઈ હતી.

અત્યાર સુધી ઈશાન કિશને તેમના સંબંધ પર સાર્વજનિક રૂપથી કોઈ કોમેન્ટ કરી નથી પરંતુ મેદાન પર ભારતીય ક્રિકેટરની ઉપલબ્ધીઓ વિશે અદિતિ હૂંડિયાની પોસ્ટે તેના કનેક્શનની લગભગ પુષ્ટિ કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર જયારે કિશને તેની પહેલી આંતરરાષ્ટ્રીય કેપ જીતી હતી ત્યારે અદિતિએ તેની ઇન્ટાગ્રામ સ્ટોરી પર કેપ સમારોહનો વિડીયો શેર કર્યો હતો. મોડેલીગ સિવાય અદિતિને કેટલાક બીજા પણ શોખ છે. અદિતિને ફરવાનું, ગીત ગાવાનું અને ક્રિકેટ જોવું ખુબ ગમે છે. જણાવી દઈએ કે અદિતિ મહેંદ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની ખુબ જ મોટી ફેન છે.

Live 247 Media
After post

disabled