એશ્વર્યા રાય બચ્ચનથી લઇને અનુષ્કા શર્મા અને કરીના કપૂર સુધી પ્રેગ્નેંસી બાદ વજન વધવાને લઇને ટ્રોલ થઇ હતી આ અભિનેત્રીઓ - Chel Chabilo Gujrati

એશ્વર્યા રાય બચ્ચનથી લઇને અનુષ્કા શર્મા અને કરીના કપૂર સુધી પ્રેગ્નેંસી બાદ વજન વધવાને લઇને ટ્રોલ થઇ હતી આ અભિનેત્રીઓ

પ્રેગ્નેંસી બાદ વધી ગયુ હતુ આ અભિનેત્રીઓનું બોડી ફુલાઈ ગયું હતું તો લોકોએ ગંદી ગંદી જુઓ photos

બોલિવુડ અભિનેત્રીઓએ પ્રેગ્નેંસીને પણ ગ્લેમરાઇઝ કરી છે. એક સમયે પ્રેગ્નેંસીને અભિનેત્રીઓ છૂપાવતી હતી અને ડિલીવરી બાદ ઘણા વર્ષો સુધી કેમેરાથી દૂર રહેતી હતી, પરંતુ હવે આવો સમય નથી. પ્રેગ્નેંસીમાં બેબી બંપને ફ્લોન્ટ કરવાનો ટ્રેંડ બની ગયો છે. એટલું જ નહિ, પોસ્ટ પ્રેગ્નેંસીમાં અભિનેત્રીઓ તેમના શરીરના બદલાવને છૂપાવતી નથી.

કરીના કપૂર, અનુષ્કા શર્મા, એશ્વર્યા રાય, શિલ્પા શેટ્ટી જેવી ઘણી અભિનેત્રીઓએ ડિલીવરી બાદ જે વજન વધ્યુ છે તેને કેમેરા સામે આવી ખુલીને ફ્લોન્ટ કર્યુ પરંતુ સોશિયલ મીડિયા પર તેની કંઇક અલગ જ અસર થઇ અને આ અભિનેત્રીઓને ટ્રોલ કરવામાં આવી. તો ચાલો જાણીએ પ્રેગ્નેંસી બાદ કઇ કઇ અભિનેત્રીઓ બોડી શેમિંગનો શિકાર થઇ છે.

1.કરીના કપૂર :  કરીના કપૂર ખાન તૈમૂરના જન્મ પહેલા પ્રેગ્નેંસી દરમિયાન પણ સતત કામ કરી રહી હતી, તેના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે તે તેની દરેક ક્ષણને ખૂબ જ માણી રહી છે. જો કે, તૈમૂરના જન્મ પછી, જ્યારે કરીના કેમેરાની સામે જાહેરમાં આવી, ત્યારે તેના વધેલા વજનને જોઈને તેને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી. બોલિવૂડમાં એક સમયે પોતાના ઝીરો ફિગર માટે ફેમસ રહેલી કરીનાને પ્રેગ્નન્સી બાદ સોશિયલ મીડિયા પર બોડી શેમિંગનો શિકાર બનવું પડ્યું હતું. જો કે, તેણે તેના બીજા દીકરા જેહના જન્મ પહેલા પણ સતત કામ કર્યુ હતુ અને તે એક્ટિવ રહી હતી.

2.અનુષ્કા શર્મા :  અનુષ્કા શર્માએ આ વર્ષે જાન્યુઆરીમાં દીકરી વામિકા કોહલીને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. પરંતુ તેની પ્રેગ્નેન્સી બાદ જ્યારે અનુષ્કા IPLમાં પહેલીવાર વિરાટ અને તેની ટીમને ચીયર કરવા આવી હતી ત્યારે તેના વધેલા વજનને કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી.

3.નેહા ધૂપિયા :  નેહા ધૂપિયા સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રોલના નિશાના પર છે. જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર કંઈક પોસ્ટ કરે છે, લોકો તરત જ તેને ઘેરી લે છે. પોતાના પહેલા બાળક મેહર બેદીના જન્મ પછી નેહા ધૂપિયાનું વજન ઘણું વધી ગયું હતું, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો ઘણો સામનો કરવો પડ્યો હતો.

4.શિલ્પા શેટ્ટી :  શિલ્પા શેટ્ટી એક એવી અભિનેત્રી છે જેને બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રી તરીકે જોવામાં આવે છે. પરંતુ જ્યારે વિવાન કુન્દ્રાનો જન્મ થયો તે દરમિયાન શિલ્પાનું વજન ઘણું વધી ગયું હતું. સુપર ફિટ રહેલી શિલ્પા પ્રેગ્નેન્સી બાદ વધી ગયેલા વજનને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી. મીડિયા રીપોર્ટ અનુસાર તે દરમિયાન તેનું વજન 32 કિલો જેટલું વધી ગયું હતું.

5.એશ્વર્યા રાય :  આરાધ્યાના જન્મ પછી ઐશ્વર્યા રાયનું વજન ઘણું વધી ગયું હતું. જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. તે દરમિયાન ઐશ્વર્યાને તેના વધેલા વજનના કારણે ઘણી વખત બોડી શેમિંગનો શિકાર બનવું પડ્યું હતું. ઐશ્વર્યા જ્યારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી ત્યારે તેના વજનના કારણે લોકોએ તેની નિંદા કરી હતી.

Live 247 Media
After post

disabled