આલિયા ભટ્ટથી લઈને કરીના સુધી બોલીવુડની આ 7 અભિનેત્રીઓ પહેલા આવી લાગતી, પછી કર્યું ગજબનું ટ્રાન્ફોર્મેશન - Chel Chabilo Gujrati

આલિયા ભટ્ટથી લઈને કરીના સુધી બોલીવુડની આ 7 અભિનેત્રીઓ પહેલા આવી લાગતી, પછી કર્યું ગજબનું ટ્રાન્ફોર્મેશન

અરરરરર…પહેલા સાવ આવી વિચિત્ર લાગતી? 10 તસ્વીરો જોઈને ચક્કર આવી જશે

આપણે બોલિવૂડમાં જોયું છે કે જયારે પણ કોઈ અભિનેતા કે અભિનેત્રી ડેબ્યુ કરે અને પછી હિટ થાય એ પછી અમુક જ વર્ષોમાં તેમનો દેખાવ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. તેમના રંગરૂપ સદંતર જ બદલાઈ જાય છે અને પહેલી ફિલ્મ અને એ પછીની ફિલ્મોમાં તેમના દેખાવમાં જમીન આકાશનું અંતર જોવા મળે છે. ત્યારે આજે વાત કરીએ એવા બોલિવૂડ વિશે કે જેમને પોતાનું વજન ઘટાડીને તેમનો દેખાવ બદલ્યો છે. તેઓ પહેલા જાડા હતા અને પછી આજે ખૂબ જ અલગ દેખાય છે.

ભૂમિ પેડનેકર –

બોલિવૂડની ખૂબ જ પસંદ કરવામાં આવેલી ફિલ્મોમાંની એક ફિલ્મ દમ લાગે કે હઈસાથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર ભૂમિ પેડનેકર, તેની પહેલી ફિલ્મમાં ખૂબ જ જાડી હતી. પણ જેવી આ ફિલ્મ રિલીઝ થઇ એ પછી તરત જ તેને પોતાની જાતને ફિટ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી અને હવે તે ખૂબ જ ફિટ અને સુંદર દેખાય છે.

આલિયા ભટ્ટ –

બધા જ જાણે છે કે આલિયા ભટ્ટ ફિલ્મોમાં આવી એ પહેલા જાડી હતી. આલિયા ભટ્ટે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં ડેબ્યુ કરતા પહેલા ત્રણ મહિનામાં જ 16 કિલો વજન ઉતાર્યું હતું. એ એટલી ફિટ ન હતી પણ તેને પોતાની જાતને ખૂબ જ સારી રીતે રજૂ કરી હતી. હવે તે ફિટ છે અને તેને હવે જિમ જવાનો કીડો પણ લાગી ગયો છે. તેને પિતા મહેશ ભટ્ટની દેખરેખમાં ચુસ્ત ડાયેટ ફોલો કરી હતી.

સોનાક્ષી સિંહા –

સોનાક્ષી સિંહા અભિનય ક્ષેત્રમાં આવી એ પહેલા તેનું વજન 90 કિલો હતું. એ પછી જયારે તેને સલમાન ખાનની ફિલ્મ દબંગથી ડેબ્યુ કર્યું ત્યારે તેને 30 કિલો વજન ઘટાડ્યું હતું. હવે તેને વધુ વજન ઘટાડ્યું છે અને હવે તે સુપર ફિટ દેખાય છે. એ જિમ જાય છે સખત વર્કઆઉટ કરે છે જેથી તે ફિટ દેખાઈ શકે.

સોનમ કપૂર –

બોલિવૂડની સ્ટાઇલ આઇકોન જેને કહેવાય છે એ અભિનેત્રી સોનમ કપૂર પણ એક સમયે ખૂબ જ જાડી હતી. સોનમ કપૂર તેના અભિનય કરતા તેના કપડાઓ માટે વધુ પ્રખ્યાત છે. તે ફિલ્મ સાંવરિયામાં આવી એ પહેલા તેનું વજન 86 કિલો હતું. ફિલ્મમાં તેના લૂક માટે તેને 30 કિલો વજન ઘટાડ્યું હતું.

પરિણીતી ચોપરા –

એક સમયે પરિણીતી ચોપરા પણ તેના વધારે વજનને કારણે આલોચનાનો ભોગ બની હતી. એ ફક્ત ચબી જ નહિ, જાડી હતી. એ પછી તેને સખત મહેનત કરી, કસરત કરી અને પછી તેના નવા અવતાર સાથે ગીત જાનેમન આહથી બધાને જ ચોંકાવી દીધા હતા.

કરીના કપૂર-

કરીના કપૂર પણ ફિલ્મમાં આવતા પહેલા બહુ જ જાડી હતી. કરીનાએ ઝીરો ફિગર માટે તનતોડ મહેનત કરી હતી. કરીનાએ વર્કઆઉટ કરીને 20 કિલો વજન ઘટાડ્યું હતું.

સારા અલી ખાન-

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડલી સારા અલી ખાન પણ ફિલ્મોમાં આવતા પહેલા જાડી હતી. સારા અલી ખાનની વજન 96 કિલો હતું. સારા અલી ખાને તનતોડ મહેનત અને વર્કઆઉટ કરીને જવન ઘટાડયું છે. લોકડાઉનમાં ઘણા સેલિબ્રિટીઓ પોતાના ચાહકો સાથે જોડાઈ રહી છે. બોલીવુડના ખ્યાતનામ અભિનેતા સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતાની દીકરી સારા અલી ખાન પણ પોતાના ચકો સાથે અવનવી વાતો શેર કરે છે, આ દરમિયાન જ સારાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો છે જેની અંદર તેને પોતાના બોડીને લઈને કેટલીક મહત્વની ટિપ્સ આપી રહી છે.

સારાનું એક સમયે વજન 96 કિલો હતું અને તેને વર્કઆઉટ દ્વારા પોતાના વજનને એકદમ ઓછું કરી નાખ્યું સાથે પોતાનો બોડી પોઝને પણ બદલી નાખ્યો છે. તે અત્યારે ખુબ જ હોતે દેખાઈ રહી છે તેની પાછળનું કારણ તેનું વર્ક આઉટ છે અને તેને એ ટિપ્સ પોતાના ચાહકોને પણ આપી છે.

સારાએ વિડીયો શેર કરતા કેપશનમાં લખ્યું છે કે: “નમસ્તે દર્શકો, લોકડાઉન એડિશન, એપિસોડ-2, સારાનો સારથી સારાનો અડધો. આ વીડિયોની અંદર સારા ખુબ જ વજનવાળી દેખાય ચેહ અને તે મસ્તી કરતી પણ જોવા મળી રહી છે. તે ફિટનેસમાં વધુ પડતો પ્રૅસવો પણ વહાવી રહી છે, આ વીડિયોની અંદર તે તેના ભાઈ ઇબ્રાહિમ સાથે ઘણી મહેનત કરીને કસરત કરી રહી છે.

સારા અલી ખાનના આ વીડિયોને અત્યાર સુધી 26 લાખ કરતા પણ વધારે લોકોએ જોઈ લીધો છે. અને હજુ પણ સારાના ચાહકો આ વિડીયોને જોઈ રહ્યા છે. આ અગાઉ પણ સારા પોતાના જિમ વિડીયો પોસ્ટ કરતી રહે છે. અને ચાહકો તે જુએ છે.

Live 247 Media
After post

disabled