દુઃખદ સમાચાર: તારક મહેતાના દિગ્ગજ અભિનેતાનું થયું નિધન, મૃત્યુ થશે એવી ખબર પડતા જ દોસ્તને મેસેજ કરીને કહી અંતિમ વાત - Chel Chabilo Gujrati

દુઃખદ સમાચાર: તારક મહેતાના દિગ્ગજ અભિનેતાનું થયું નિધન, મૃત્યુ થશે એવી ખબર પડતા જ દોસ્તને મેસેજ કરીને કહી અંતિમ વાત

આપણા બધાનો ફેવરિટ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થી લઈને ઘણી બધી બૉલીવુડ અને મરાઠી ટીવી શોથી ફેન્સનું મનોરંજન કરનારા ૪૦ વર્ષના એક્ટર સુનીલ હોલકરનું નિધન થયું છે. તેઓની ઉમર ફક્ત 40 વર્ષ હતીઆ વાંચીને લાખો લોકોને ઝટકો લાગ્યો છે આપણે જણાવી દઈએ કે આ અભિનેતાના પરિવારમાં તેની માતા, પિતા, પત્ની અને 2બાળકો છે.

તેણે છેલ્લે નેશનલ એવોર્ડ વિનિંગ મુવી ‘ગોશ્ટ એકા પૈઠાણીચી’માં કામ કર્યું હતું. તેઓ નાટકો, ફિલ્મો અને ટીવી સિરિયલો ત્રણેય માધ્યમો દ્વારા દર્શકોનું મનોરંજન કરતા હતા. મીડિયા માં પબ્લિશ થયેલી માહિતી અનુસાર અભિનેતા સુનીલ છેલ્લા કેટલાક ટાઇમથી બોડીમાં લીવર સોરાયસીસથી પીડિત હતો. તેણે સારવાર પણ શરૂ કરી હતી, પરંતુ શુક્રવારે 13 જાન્યુઆરીએ તેનું મૃત્યુ થયું હતું.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં તેનું પાત્ર દર્શકો આજે પણ યાદ કરે છે.સુનિલને તેના મૃત્યુનો અહેસાસ થઈ ગયો હતો. એટલા માટે તેણે તેના એક નજીકના દોસ્તને વોટ્સએપ સ્ટેટસ કરીને તેનો છેલ્લો સંદેશ શેર કરવા કહ્યું, જ્યાં તેણે લખ્યું કે, ‘આ તેની છેલ્લી પોસ્ટ છે’. દરેકને ગુડબાય કહેતા પહેલા તે તેને મળેલા પ્રેમ માટે આભાર કહેવા માંગે છે અને જો તેની ભૂલ થઈ હોય તો તે માફી માંગે છે અને તેનો મિત્ર તેના વતી આ સંદેશ પોસ્ટ કરી રહ્યો છે.

આપણે જણાવી દઈએ કે અભિનેતા સુનીલ હોલકરે અશોક હાંડેની ચૌરાંગ નાટ્ય સંસ્થામાં કેટલાય વર્ષો સુધી કામ કરેલું કર્યું અને તેઓ ખાસ કરીને એક્ટર અને વાર્તાકાર તરીકે જાણીતા હતા. 12 વર્ષથી વધુ ટાઈમ તેઓએ થિયેટર દ્વારા રંગભૂમિની સેવા કરી. સુનીલે માત્ર 40 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું. સુનીલ હોલ્કરનું નિધન ચાહકો માટે મોટા આંચકા સમાન છે.

આપણે જણાવી દઈએ કે શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ શો ટીવી પર અત્યાર સુધી સૌથી લાંબી ચાલનારી કોમેડી સીરિયલ છે. તે સમયે અસિત મોદીએ કહ્યું હતું કે 28 જુલાઈ, 2008ના રોજ લોકોની અલગ કમેન્ટ્સ તથા સલાહ હોવા છતાંય તેમણે આ સીરિયલ શરૂ કરી હતી. જોકે, તેમને અને તેમની પૂરી ટીમને વિશ્વાસ હતો. તેમને ખ્યાલ હતો કે ફેમિલી એન્ટરટેઈનર જેવું ટીવીમાં નથી. તેમણે ચેનલ તથા ચાહકોનો આભાર માન્યો હતો.

admins

disabled